GU/Prabhupada 0434 - ઠગો પાસેથી સાંભળશો નહીં અને બીજાને છેતરવાનો પ્રયત્ન કરશો નહીં
From Vanipedia
Morning Walk -- May 10, 1975, Perth
પ્રભુપાદ: આધુનિક યુગ મતલબ બધા ધૂર્તો અને મૂર્ખાઓ. તો આપણે ધૂર્તો અને મૂર્ખાઓનું અનુસરણ કરવાનું નથી. તમારે સૌથી પૂર્ણ, કૃષ્ણ, નું અનુસરણ કરવું પડે.
પરમહંસ: સમસ્યા છે કે દરેક વ્યક્તિ છેતરી રહ્યો છે. દરેક વ્યક્તિ આનું અને તેનું કોઈ જ્ઞાન પ્રસ્તુત કરી રહ્યો છે...
પ્રભુપાદ: તેથી આપણે કૃષ્ણને સ્વીકારીએ છે, જે છેતરશે નહીં. તમે ઠગ છો, તેથી તમે બીજા ઠગોનો વિશ્વાસ કરો છો. આપણે છેતરતા નથી, અને આપણે એવા વ્યક્તિને સ્વીકારીએ છીએ જે છેતરતા નથી. તે તમારામાં અને મારામાં ફરક છે.
ગણેશ: પણ, શ્રીલ પ્રભુપાદ, અમે બધા ઠગ હતા અમે તમારી પાસે આવ્યા તે પહેલા. અમે બધા ઠગો હતા, તો તે કેવી રીતે છે કે અમે એક ઠગને નથી સ્વીકારી રહ્યા? તે કેવી રીતે છે કે અમે ઠગોએ તમારી પાસેથી કોઈ જ્ઞાન સ્વીકાર્યું છે?
પ્રભુપાદ: હા, કારણકે અમે જે કૃષ્ણે કહ્યું તે બોલી રહ્યા છીએ. તેઓ ઠગ નથી. તેઓ ભગવાન છે. હું તમને કહું છું, એવું નથી, મારૂ પોતાનું જ્ઞાન. હું તમારી સમક્ષ જે કૃષ્ણે કહ્યું છે તે પ્રસ્તુત કરું છું. બસ તેટલું જ. તેથી હું ઠગ નથી. હું એક ઠગ હોઈ શકું છું, પણ કારણકે હું ફક્ત કૃષ્ણના જ શબ્દ લઉં છું, તેથી હું ઠગ નથી. (લાંબો અંતરાલ) કૃષ્ણ કહે છે, વેદાહમ સમતિતાની (ભ.ગી. ૭.૨૬), "હું ભૂત, વર્તમાન અને ભવિષ્ય જાણું છું." તેથી તેઓ ઠગ નથી. પણ જ્યાં સુધી આપણો પ્રશ્ન છે, આપણે જાણતા નથી કે ભૂત શું હતું અને ભવિષ્ય શું છે. અને આપણે વર્તમાન પણ પૂર્ણ રીતે જાણતા નથી. અને જો આપણે કઈ બોલીએ, તે છેતરપિંડી છે. તે છેતરપિંડી છે. (લાંબો અંતરાલ) આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે કે ઠગો પાસેથી ના સાંભળો અને બીજાને છેતરવાનો પ્રયત્ન ના કરો. પ્રામાણિક બનો, અને અધિકારી પાસેથી સાંભળો. આ કૃષ્ણ છે. (લાંબો અંતરાલ)
અમોઘ: શ્રીલ પ્રભુપાદ? એવું કેમ છે કે અમુક લોકો, જ્યારે તેઓ કૃષ્ણ ભાવનામૃત વિશે સાંભળે છે, તેઓ ગ્રહણ કરે છે, અને અમુક નથી કરતાં. અને છતાં, તેના પછી, અમુક લોકો જે તે ગ્રહણ કરે છે, તેઓ રહે છે, અને અમુક તેને થોડા સમય માટે ગ્રહણ કરે છે અને પછી તેઓ નિષ્ફળ જાય છે?
પ્રભુપાદ: તે છે ભાગ્યશાળી અને દુર્ભાગ્યશાળી. જેમ કે વ્યક્તિ પિતાની સંપત્તિમાં વારસદાર છે. ઘણા લાખો ડોલર, અને તે એક ગરીબ માણસ બન્યો છે તેના ધનના દુરુપયોગથી. તેની જેમ. તે દુર્ભાગ્યશાળી છે. તેની પાસે ધન છે, પણ તે ઉપયોગ ના કરી શક્યો.
જયધર્મ: શું ભાગ્ય મતલબ તે કૃષ્ણની કૃપા છે?
પ્રભુપાદ: કૃષ્ણની કૃપા હમેશા છે. તે તમારો સ્વતંત્રતાનો દુરુપયોગ છે. તમે નથી કરતાં... તમને તક આપેલી છે - તે સદભાગ્ય છે. પણ તમે સદભાગ્યનો ઉપયોગ નથી કરતાં. તે તમારું દુર્ભાગ્ય છે. તે ચૈતન્ય ચરિતામૃતમાં કહેલું છે. ભગવાન ચૈતન્યે કહ્યું હતું, એઈ રૂપે બ્રહ્માણ્ડ ભ્રમિતે કોન ભાગ્યવાન જીવ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૫૧). કોનો - કોઈ ભાગ્યશાળી માણસ તે સ્વીકાર કરી શકે છે. કારણકે તેઓ મોટેભાગે દુર્ભાગ્યશાળી છે. જરા જુઓ, આખા યુરોપ અને અમેરિકામાં અમે પ્રચાર કરી રહ્યા છીએ. કેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે? એક બહુ જ તુચ્છ સંખ્યા, જોકે તેઓ આવ્યા છે. તેઓ ભાગ્યશાળી છે.