GU/Prabhupada 0435 - આપણે આ દુનિયાની સમસ્યાઓથી ગૂંચવાયેલા છીએLecture on BG 2.8-12 -- Los Angeles, November 27, 1968

ભક્ત: "હું આ શોક, કે જે મારી ઇન્દ્રિયોને સૂકવી નાખી રહ્યો છે, તેને દૂર કરવાનું કોઈ સાધન શોધી શકતો નથી. જો હું પૃથ્વી પરનું બિનહરીફ સામ્રાજ્ય પણ મેળવીશ તો પણ તેનો નાશ નહી કરી શકું, તેવું રાજ્ય કે જે દેવતાઓને સ્વર્ગમાં હોય છે (ભ.ગી. ૨.૮). સંજયે કહ્યું: આવું કહીને, અર્જુન, શત્રુનું દમન કરનાર, તેણે કૃષ્ણને કહ્યું, 'ગોવિંદ, હું યુદ્ધ નહીં કરું,' અને ચૂપ થઈ ગયો (ભ.ગી. ૨.૯). હે ભરત વંશજ, તે સમયે કૃષ્ણે, બંને સેનાઓની વચ્ચે સ્મિત કરતાં, શોકાતુર અર્જુનને આ પ્રમાણે શબ્દો કહ્યા (ભ.ગી. ૨.૧૦). ભગવાને કહ્યું..."

પ્રભુપાદ: તો જ્યારે આપણે એક ભયાનક સ્થિતિમાં ખૂબ જ ગંભીર બની જઈએ છીએ, અને જ્યારે આપણે ખોવાઈ જઈએ છીએ, પણ કૃષ્ણ સ્મિત કરે છે. તમે જોયું? ક્યારેક આપણે વિચારીએ છીએ... આને ભ્રમ કહેવાય છે. તે જ ઉદાહરણ, જેમ કે એક માણસ સ્વપ્નમાં, રડી રહ્યો છે, "વાઘ આવ્યો, આવ્યો. તે મને ખાઈ રહ્યો છે," અને માણસ જે જાગૃત છે, તે સ્મિત કરે છે, "વાઘ ક્યાં છે? વાઘ ક્યાં છે?" અને આ માણસ રડી રહ્યો છે, "વાઘ, વાઘ, વાઘ." તેવી જ રીતે, જ્યારે આપણે ખૂબ જ ગૂંચવાયેલા હોઈએ છીએ... જેમ કે રાજનેતાઓ, તેઓ ક્યારેક રાજનીતિક સ્થિતિમાં ગૂંચવાઈ જાય છે અને દાવો કરે છે, "આ મારી જમીન છે, મારો દેશ," અને બીજું દળ પણ દાવો કરે છે, "તે મારી જમીન છે, મારો દેશ," અને તેઓ બહુ ગંભીરતાપૂર્વક લડી રહ્યા છે. કૃષ્ણ સ્મિત કરે છે. "આ બકવાસ લોકો શું દાવો કરે છે 'મારો દેશ, મારી ભૂમિ'? તે મારી ભૂમિ છે, અને તેઓ દાવો કરે છે 'મારી ભૂમિ' અને લડી રહ્યા છે." વાસ્તવમાં, ભૂમિ કૃષ્ણની છે, પણ આ લોકો, ભ્રમ હેઠળ, દાવો કરે છે, "તે મારી ભૂમિ છે, તે મારો દેશ છે," ભૂલી જઈને કે ક્યાં સુધી તે પોતે આ દેશ અથવા આ રાષ્ટ્રનો રહેશે. તેને ભ્રમ કહેવાય છે.

તો આ આપણી સ્થિતિ છે. આપણી સાચી સ્થિતિની સમજણ વગર આપણે આ દુનિયાની સમસ્યાઓથી ગૂંચવાઈએ છીએ, જે ખોટી છે. જનસ્ય મોહો અયમ અહમ મમેતી (શ્રી.ભા. ૫.૫.૮). મોહ, મોહ મતલબ ભ્રમ. આ ભ્રમ છે. તો દરેક વ્યક્તિ ભ્રમ હેઠળ છે. તો જે વ્યક્તિ બુદ્ધિશાળી છે, જો તે સમજી શકે કે આ દુનિયાની સ્થિતિ ફક્ત ભ્રમ છે... બધા જ વિચારોની જે મે કલ્પના કરી છે, "હું" અને "મારૂ" ના સિદ્ધાંત આધારિત, આ બધુ ભ્રમ છે. તો વ્યક્તિ, જે વ્યક્તિ બુદ્ધિશાળી છે આ ભ્રમમાથી બહાર નીકળવા માટે, તે એક ગુરુને શરણાગત થાય છે. તેનું ઉદાહરણ અર્જુન આપી રહ્યો છે. જ્યારે તે ખૂબ જ ગૂંચવાઈ ગયેલો છે... તે કૃષ્ણ સાથે મિત્ર તરીકે વાત કરી રહ્યો હતો, પણ તેણે જોયું કે "આ મૈત્રીપૂર્ણ વાતો મારા પ્રશ્નનો ઉકેલ નહીં લાવે." અને તેણે કૃષ્ણને પસંદ કર્યા, કારણકે તે કૃષ્ણનું મૂલ્ય જાણતો હતો. ઓછામાં ઓછું, તેણે જાણી લીધું હતું. તે મિત્ર છે. અને તે જાણે છે કે કૃષ્ણને સ્વીકારવામાં આવે છે... "જોકે તેઓ મારા મિત્ર તરીકે વર્તી રહ્યા હતા, પણ મહાન અધિકારીઓ દ્વારા કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે સ્વીકારવામાં આવ્યા છે." તે અર્જુનને જ્ઞાત હતું. તો તેણે કહ્યું કે "હું એટલો બધુ ગૂંચવાયેલો છું કે હું સમજી નથી શકતો. એવું સ્વીકારીને પણ કે હું આ યુદ્ધમાં વિજયી બનીશ, છતાં હું સુખી નહીં રહું. આ ગ્રહ પર વિજયી બનવાની તો વાત જ શું કરવી, જો હું બીજા બધા ગ્રહોનો પણ રાજા બની જઈશ અથવા હું ઉચ્ચ ગ્રહ પર એક દેવતા પણ બની જઈશ, છતાં આ દુખ ઓછું ના થઈ શકે."