GU/Prabhupada 0463 - જો તમે તમારા મનને ફક્ત કૃષ્ણ વિશે વિચારવા માટે પ્રશિક્ષિત કરો, તો તમે સુરક્ષિત છો



Lecture on SB 7.9.8 -- Mayapur, February 28, 1977

પ્રદ્યુમ્ન: અનુવાદ - "પ્રહલાદ મહારાજે પ્રાર્થના કરી: તે મારા માટે કેવી રીતે શક્ય છે, જે અસુરોના પરિવારમાં જન્મેલો છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને સંતુષ્ટ કરવા માટે યોગ્ય પ્રાર્થના કરવી? અત્યાર સુધી, બધા દેવતાઓ પણ, જેનું નેતૃત્વ બ્રહ્માજી કરે છે, અને બધા જ સાધુ વ્યક્તિઓ ભગવાનને ઉત્કૃષ્ટ શબ્દોની વણઝારથી પણ સંતુષ્ટ ના કરી શક્યા, જોકે આવા વ્યક્તિઓ ખૂબ જ યોગ્ય છે, સત્વગુણમાં હોવાને કારણે. તો મારા માટે શું કહેવાય? હું જરા પણ યોગ્ય નથી."

પ્રભુપાદ:

શ્રી પ્રહલાદ ઉવાચ
બ્રહ્માદય: સુર ગણા મુનયા અથ સિદ્ધા:
સત્ત્વૈકતાન ગતાયો વચસામ પ્રવાહૈ:
નારાધીતુમ પૂરુ ગુણેર અધુનાપી પિપૃ:
કીમ તોશ્ટુમ અરહતિ સ મે હરિર ઉગ્ર જાતે:
(શ્રી.ભા. ૭.૯.૮)

તો ઉગ્ર જાતે: મતલબ અસુર પરિવાર, રજોગુણ. ઉગ્ર. આ ભૌતિક જગતમાં ત્રણ ગુણો હોય છે. તેથી તે કહ્યું છે ગુણ મયી. દૈવી હી એષા ગુણ મયી (ભ.ગી. ૭.૧૪). ગુણ મયી મતલબ ત્રણ ગુણો, ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો: સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો આપણું મન કુદકા મારે છે. દરેક વ્યક્તિ મનનો સ્વભાવ જાણે છે, ક્યારેક એક વસ્તુને સ્વીકારે છે, ફરીથી તેનો અસ્વીકાર કરે છે. સંકલ્પ વિકલ્પ. આ મનનો ગુણ છે, મનનો સ્વભાવ. ક્યારેક મન સત્ત્વગુણ પર કૂદકો મારે છે, ક્યારેક રજોગુણ પર, ક્યારેક તમોગુણ પર. આ રીતે આપણને વિભિન્ન માનસિકતાઓ મળી રહી છે. આ રીતે, મૃત્યુ સમયે, જે માનસિકતા છે, બિલકુલ શરીર છોડતા સમયે, મને એક બીજા શરીરમાં લઈ જશે સત્ત્વગુણ, રજોગુણ, તમોગુણના બનેલા. આ આત્માના સ્થાનાંતરની રીત છે. તેથી આપણે મનને પ્રશિક્ષણ આપવું પડે જ્યાં સુધી આપણને બીજું શરીર ના મળે. આ જીવન જીવવાની રીત છે. તો જો તમે તમારા મનને ફક્ત કૃષ્ણ વિશે વિચારવા માટે પ્રશિક્ષિત કરો, તો તમે સુરક્ષિત છો. નહિતો અકસ્માતોનો ભય છે. યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજતી અંતે કલેવરમ (ભ.ગી. ૮.૬). શરીર છોડતા સમયે, જો આપણે મનનો અભ્યાસ નહીં કરીએ, કૃષ્ણના ચરણ કમળ પર સ્થિત કરવાનો, તો... (તોડ) એક ચોક્કસ પ્રકારનું શરીર આપણને મળે છે.

તો પ્રહલાદ મહારાજ, જોકે તે આ ભૌતિક તર્કના સ્તર પર હતા નહીં... તેઓ નિત્ય સિદ્ધ છે. તેમને કોઈ અવકાશ જ નથી, કારણકે તે હમેશા કૃષ્ણ વિશે વિચારે છે. (મોટો વિદ્યુત ધ્વનિ) (બાજુમાં:) તે શું છે? સ વૈ મન:... (ફરીથી ધ્વનિ આવે છે) સ વૈ મન: કૃષ્ણ પદારવિંદયોર (શ્રી.ભા. ૯.૪.૧૮). અભ્યાસ બહુ સરળ વસ્તુ છે. કૃષ્ણ અહી જ છે. આપણે રોજ અર્ચવિગ્રહ જોઈએ છીએ, અને કૃષ્ણના ચરણ કમળ જોઈએ છીએ. તમારા મનને તે રીતે સ્થિર કરો; તો તમે સુરક્ષિત છો. બહુ જ સરળ વસ્તુ. અંબરીશ મહારાજ, તે પણ એક મહાન ભક્ત હતા. તે રાજા હતા, ઘણા જ જવાબદાર વ્યક્તિ, રાજનીતિ. પણ તેમણે તે રીતે અભ્યાસ કર્યો, અને તેમણે તેમનું મન કૃષ્ણના ચરણ કમળ પર સ્થિર કર્યું. સ વૈ મન: કૃષ્ણ પદારવિંદયોર વાચાંસી વૈકુંઠ ગુણાનુવર્ણને. આ અભ્યાસ. બકવાસ વાતો ના કરો (ફરીથી અવાજ આવે છે) (બાજુમાં:) આ મુશ્કેલી શું છે? તેને બહાર કાઢી દો.