GU/Prabhupada 0464 - શાસ્ત્ર લફંગા વર્ગ માટે નથી



Lecture on SB 7.9.8 -- Mayapur, February 28, 1977

તો મહાજનો યેન ગત: સ પંથા: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૮૬). આપણે પૂર્ણ રીતે કૃષ્ણ ભાવનામૃત શીખી શકીએ જો આપણે મહાજનોનું અનુસરણ કરીએ. મહાજન મતલબ મહાન વ્યક્તિઓ જે ભગવાનના ભક્તો છે. તેમને મહાજન કહેવાય છે. જન મતલબ "વ્યક્તિ." જેમ કે સાધારણ રીતે, ભારતમાં જે વ્યક્તિ બહુ ધનવાન છે તેને મહાજન કહેયાય છે. તો આ મહાજન મતલબ જે વ્યક્તિ ભક્તિમય સેવામાં ખૂબ જ ધનવાન છે. તેને મહાજન કહેવાય છે. મહાજનો યેન ગત: સ પંથા: તો આપણી પાસે અંબરીશ મહારાજ છે; આપણી પાસે પ્રહલાદ મહારાજ છે. ઘણા, ઘણા રાજાઓ છે, યુધિષ્ઠિર મહારાજ, પરિક્ષિત મહારાજ, તેઓ રાજર્ષિ છે. તો કૃષ્ણ ભાવનામૃત, વાસ્તવમાં, તે ખૂબ મહાન વ્યક્તિઓ માટે છે.

ઈમમ વિવસ્વતે યોગમ
પ્રોક્તવાન અહમ અવ્યયમ
વિવસ્વાન મનવે પ્રાહુર
મનુર ઇક્ષ્વાકવે અબ્રવિત
(ભ.ગી. ૪.૧)

એવમ પરંપરા પ્રાપ્તમ ઈમમ રાજર્ષયો વિદુ: (ભ.ગી. ૪.૨). વાસ્તવમાં, શાસ્ત્ર રખડું વર્ગના લોકો માટે નથી. ખૂબ જ ઉચ્ચ શિક્ષિત બ્રાહ્મણો અને ખૂબ જ ઉન્નત ક્ષત્રિયો માટે છે. અને વૈશ્યો અને શુદ્રો, તેમની પાસેથી શાસ્ત્રમાં બહુ જ શિક્ષિત હોવાની આશા નથી રાખવામા આવતી, પણ, યોગ્ય બ્રાહ્મણ અને ક્ષત્રિયના નિર્દેશન દ્વારા, તેઓ પણ પૂર્ણ છે. પ્રથમ છે પૂર્ણ વર્ગ, મુનયો, જેમ તે કહ્યું છે, સત્ત્વૈકતાન ગતયો મુનયો (શ્રી.ભા. ૭.૯.૮), મહાન ઋષિઓ. સામાન્ય રીતે, "મહાન ઋષિઓ" મતલબ બ્રાહ્મણો, વૈષ્ણવો. તેઓ ભક્તિમય સેવા દ્વારા સત્ત્વગુણમાં સ્થિત હોય છે. રજસ, તમોગુણ તેમને સ્પર્શ ના કરી શકે. નષ્ટ પ્રાયેશુ અભદ્રેશુ નિત્યમ ભાગવત સેવયા (શ્રી.ભા. ૧.૨.૧૮). ભદ્ર અને અભદ્ર, સારું અને ખરાબ. તો રજોગુણ અને તમોગુણ ખરાબ છે, અને સત્ત્વગુણ સારું છે. જેમ તે કહ્યું છે, જો આપણે સત્ત્વૈકતાન ગતયો... માં સ્થિત છીએ, જો તમે હમેશા સત્ત્વગુણમાં છો, તો જે કઈ પણ કરવાનું છે તે સ્પષ્ટ છે. સત્ત્વગુણ મતલબ પ્રકાશ. બધુ જ સ્પષ્ટ છે, પૂર્ણ જ્ઞાન. અને રજોગુણ સ્પષ્ટ નથી. ઉદાહરણ આપ્યું છે: જેમ કે લાકડું. અગ્નિ છે, પણ અગ્નિનું પ્રથમ લક્ષણ તમે જોશો ધુમાડો છે. જ્યારે તમે લાકડામાં અગ્નિ પ્રગટાવશો, સૌ પ્રથમ ધુમાડો આવે છે. તો ધુમાડો... સૌ પ્રથમ લાકડું, પછી ધુમાડો, પછી અગ્નિ. અને અગ્નિમાથી, તમે અગ્નિનો યજ્ઞ માટે ઉપયોગ કરી શકો છો, તે અંતિમ છે. દરેક વસ્તુ એક જ સ્ત્રોતમાથી આવી રહી છે. પૃથ્વીમાથી, લાકડું આવી રહ્યું છે, લાકડામાથી ધુમાડો આવી રહ્યો છે, ધુમાડામાથી અગ્નિ આવી રહી છે. અને અગ્નિ, જ્યારે યજ્ઞમાં લગાવવામાં આવે છે, સ્વાહા - તો અગ્નિનો યોગ્ય ઉપયોગ થાય છે. જો વ્યક્તિ લાકડાના સ્તર પર રહે, તો તે પૂર્ણ ભુલકણું છે. જ્યારે તે ધુમાડાના સ્તર પર રહે, થોડો પ્રકાશ છે. જ્યારે વ્યક્તિ અગ્નિના સ્તર પર રહે, તો પૂર્ણ પ્રકાશ. અને જ્યારે પ્રકાશને કૃષ્ણની સેવામાં જોડવામાં આવે, તે પૂર્ણ છે. આપણે તે રીતે સમજવું પડે.