GU/Prabhupada 0465 - વૈષ્ણવ શક્તિશાળી છે, પણ છતાં તે બહુ જ વિનમ્ર હોય છે



Lecture on SB 7.9.8 -- Mayapur, February 28, 1977

તો પ્રહલાદ મહારાજ વૈષ્ણવ છે. વૈષ્ણવ યોગ્યતા છે,

તૃણાદ અપિ સુનીચેન
તરોર અપિ સહિષ્ણુના
અમાનીના માનદેન
કીર્તનીય: સદા હરિ:
(ચૈ.ચ. આદિ ૧૭.૩૧)

વૈષ્ણવ હમેશા વિનમ્ર હોય છે. તે વૈષ્ણવ છે. વૈષ્ણવ શક્તિશાળી છે, પણ છતાં તે બહુ જ વિનમ્ર છે. તો અહી લક્ષણ છે. પ્રહલાદ મહારાજ એટલા યોગ્ય છે, કે તરત જ ભગવાન નરસિંહ દેવે તેમનો હાથ તેમના માથા પર મૂક્યો: "મારા પ્રિય પુત્ર, તે ઘણું સહન કર્યું છે. હવે શાંત થઈ જા." આ પ્રહલાદ મહારાજનું પદ છે - તરત જ ભગવાને સ્વીકાર કર્યો. પણ તે વિચારે છે, "હું એટલો પતિત છું, રજોગુણી પરિવારમાં જન્મેલો," ઉગ્ર-જાતે: તેમને અભિમાન નથી કે "હવે નરસિંહ દેવે મારા માથાને સ્પર્શ કર્યો છે. મારા જેવુ કોણ છે? હું સૌથી મહાન વ્યક્તિ છું." આ વૈષ્ણવ નથી. સનાતન ગોસ્વામી, જ્યારે વૈષ્ણવ મહાપ્રભુ પાસે ગયા, તેમણે પોતાને પ્રસ્તુત કર્યા, નીચ જાતિ નીચ કર્મ નીચ સંગી: "હું બહુ જ નીચ પરિવારમાં જન્મેલો છું, અને મારા કર્મો પણ બહુ જ નીચ છે, અને મારો સંગ પણ બહુ જ નીચ છે." તો સનાતન ગોસ્વામી એક બહુ જ આદરણીય બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા હતા, પણ કારણકે તેમણે મુસ્લિમ રાજાની સેવા સ્વીકારી હતી, વાસ્તવમાં તેમણે તેમની બધી જ બ્રાહ્મણ સંસ્કૃતિ ગુમાવી દીધી હતી. તેમણે ગુમાવી હતી નહીં, પણ ઉપરછલ્લી રીતે એવું લાગતું હતું, કારણકે તે મુસ્લિમો જોડે સંગ કરતાં હતા, તેમની સાથે ખાવું, તેમની સાથે બેસવું, તેમની સાથે બોલવું. પણ તેમણે છોડી દીધું. ત્યક્ત્વા તુર્ણમ અશેષ મંડલ પતિ શ્રેણિમ સદા તુચ્છ. તે સમજી ગયા, "હું શું કરી રહ્યો છું? હું આત્મહત્યા કરી રહ્યો છું." જાનિયા શુનીયા વિષ ખાઈનુ. નરોત્તમ દાસ ઠાકુર કહે છે કે "હું જાણીજોઈને વિષ ખાઉ છું." અજાણતા કોઈ વિષ લઈ શકે, પણ જો જાણીજોઇને કોઈ વ્યક્તિ ઝેર લે, તે બહુ જ પસ્તાવા જેવુ છે. તો નરોત્તમ દાસ ઠાકુર કહે છે,

હરિ હરિ બિફલે જનમ ગ્યાઈનુ
મનુષ્ય જનમ પાઈયા, રાધા કૃષ્ણ ના ભજીયા
જાનિયા શુનીયા વિષ ખાઈનુ

તો આપણે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો પ્રચાર આખી દુનિયામાં કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ છતાં, જો લોકો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન ગ્રહણ નહીં કરે, તો તે જાણીજોઇને ઝેર પી રહ્યો છે. આ ઝેર છે. તે ઝેર પી રહ્યો છે. તે એક હકીકત છે. એવું નથી કે આપણે કોઈ કલ્પના કરીએ છીએ, સિદ્ધાંત આપીએ છીએ. તેઓ આપણને કહે છે, "મગજનો ધોવાણ કરે છે." હા, તે મગજનું ધોવાણ છે. તે છે... બધી ગંદી વસ્તુઓ, મળ, મગજમાં છે, અને અમે તેને ધોવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તે છે આપણું...

શ્રુણવતામ સ્વ-કથા: કૃષ્ણ:
પુણ્ય શ્રવણ કીર્તન:
હ્રદી અંત: સ્થો હી અભદ્રાણી
વિધુનોતી સુહ્રત સતામ
(શ્રી.ભા. ૧.૨.૧૭)

વિધુનોતી, આ શબ્દ, છે.વિધુનોતી મતલબ ધોવું. ધોવું. જેમ તમે શ્રીમદ ભાગવતમ અથવા ભગવદ ગીતાનો સંદેશ સાંભળી રહ્યા છો, વિધિ છે વિધુનોતી, ધોવું. વાસ્તવમાં, તે મગજનું ધોવાણ છે - પણ સારા માટે. ધોવું ખરાબ નથી. (હાસ્ય) તે આ ધૂર્તો, તેઓ જાણતા નથી. તેઓ વિચારે છે, "ઓહ, તમે મને શુદ્ધ બનાવો છો? ઓહ, તમે બહુ ભયાનક છો." આ તેમનું... મૂર્ખાયોપદેશો હી પ્રકોપાય ન શાંતયે: "એક ધૂર્તને, જો તમે સારી સલાહ આપો, તે ગુસ્સે થશે." મૂર્ખાયોપદેશો હી પ્રકોપાય ન શાંતયે: તે કેવી રીતે? પય: પાનમ ભુજંગાનામ કેવલમ વિષ વર્ધનમ.