GU/Prabhupada 0468 - ફક્ત પૃચ્છા કરો અને કૃષ્ણની સેવા કરવા માટે તૈયાર રહો



Lecture on SB 7.9.9 -- Mayapur, March 1, 1977

પ્રદ્યુમ્ન: અનુવાદ: "પ્રહલાદ મહારાજે કહ્યું: એક વ્યક્તિ ધન, કુલિન પરિવાર, સૌંદર્ય, તપસ્યા, શિક્ષણ, ઇન્દ્રિય નિપુણતા, તેજ, પ્રભાવ, શારીરિક બળ, ખંત, બુદ્ધિ, અને યોગ શક્તિ ધરાવી શકે છે, પણ મને લાગે છે કે આ બધા ગુણોથી પણ વ્યક્તિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને સંતુષ્ટ ના કરી શકે. જોકે, વ્યક્તિ ભગવાનને ફક્ત ભક્તિમય સેવાથી સંતુષ્ટ કરી શકે. ગજેન્દ્રે આ કર્યું, અને તેથી ભગવાન તેનાથી સંતુષ્ટ થયા હતા."

પ્રભુપાદ:

મન્યે ધનાભીજન રૂપ તપ: શ્રુતૌજસ
તેજ: પ્રભાવ બાલ પૌરૂષ બુદ્ધિ યોગા:
નારાધાનાય હી ભવન્તિ પરસ્ય પુંસો
ભક્ત્યા તુતોષ ભગવાન ગજ યુથ પાય
(શ્રી.ભા. ૭.૯.૯)

તો આ ભૌતિક સંપત્તિઓ છે. (બાજુમાં:) તે કામ નથી કરી રહ્યું? (માઇક્રોફોનને ટપલી મારે છે) હમ્મ? ધન... કોઈ પણ વ્યક્તિ કૃષ્ણને આ ભૌતિક માલિકીઓથી મોહિત ના કરી શકે. આ ભૌતિક માલિકીઓ: ધન, પછી માણસશક્તિ, સૌંદર્ય, શિક્ષણ, તપસ્યા, યોગ શક્તિ, અને વગેરે, વગેરે. ઘણી બધી વસ્તુઓ હોય છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પાસે જવા માટે તે સક્ષમ નથી. કૃષ્ણ વ્યક્તિગત રીતે કહે છે, ભક્ત્યા મામ અભિજાનાતી (ભ.ગી. ૧૮.૫૫). તેઓ કહેતા નથી કે આ બધી ભૌતિક માલિકીઓ, કે "જો વ્યક્તિ બહુ જ ધનવાન માણસ હોય, તે મારી કૃપા મેળવી શકે છે." ના. કૃષ્ણ મારી જેમ ગરીબ માણસ નથી, કે જો કોઈ વ્યક્તિ થોડું ધન આપે, તેને લાભ થઈ જાય. તેઓ આત્મ-નિર્ભર છે, આત્મારામ. તેઓ કોઈ વ્યક્તિ પાસેથી કોઈ મદદ મેળવવાની કોઈ જરૂર નથી. તે પૂર્ણ સંતુષ્ટ છે, આત્મારામ. ફક્ત ભક્તિ, પ્રેમ, તેની જરૂર છે.

ભક્તિ મતલબ કૃષ્ણની સેવા કરવી. તે કોઈ પણ સ્વાર્થ વગર છે. અહૈતુકી અપ્રતિહતા (શ્રી.ભા. ૧.૨.૬). તે ભક્તિ, શુદ્ધ. અન્યાભિલાષીતા શૂન્યમ જ્ઞાન કર્માદી અનાવૃતમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૬૭, ભ.ર.સિ. ૧.૧.૧૧). દરેક જગ્યાએ શાસ્ત્રનું આ કથન છે, કે ભક્તિ શુદ્ધ હોવી જોઈએ.

અન્યાભિલાષીતા શૂન્યમ
જ્ઞાન કર્માદી અનાવૃતમ
આનુકૂલ્યેન કૃષ્ણાનુ
શીલનમ ભક્તિર ઉત્તમા
(ભ.ર.સિ. ૧.૧.૧૧)
સર્વોપાધિ વિનિરમૂકતમ
તત પરત્વેન નિર્મલમ
ઋષિકેણ ઋષિકેશ
સેવનમ ભક્તિર ઉચ્યતે
(ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦)

ઘણી બધી બીજી વ્યાખ્યાઓ છે. અને જો આપણને ભક્તિ છે, કૃષ્ણ માટે પ્રેમ, તો આપણને પુષ્કળ ધન કે શક્તિ કે શિક્ષણ કે તપસ્યાની જરૂર નથી. એવું કશું નહીં. કૃષ્ણ કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતી (ભ.ગી. ૯.૨૬). તેમને આપણી પાસેથી કોઈ પણ વસ્તુની જરૂર નથી, પણ તેઓ ઈચ્છે છે કે દરેક વ્યક્તિ, કે કારણકે તે કૃષ્ણનો અંશ છે, તેઓ ઈચ્છે છે કે દરેક વ્યક્તિ તેમનો આજ્ઞાકારી રહે, દરેક વ્યક્તિ તેમને પ્રેમ કરે. તે તેમની ઉત્કંઠા છે. જેમ કે પિતા બહુ જ ધનવાન માણસ છે. તેને પુત્રની કોઈ મદદની જરૂર નથી, પણ તે ઈચ્છા રાખે છે કે તેનો પુત્ર આજ્ઞાકારી અને પ્રેમી બને. તે તેનો સંતોષ છે. આખી પરિસ્થિતી તે છે. કૃષ્ણે સર્જન કર્યું છે... એકો બહુ શ્યામ. આપણે વિભિન્નાશ છીએ - મમેવાંશો જીવભૂત: (ભ.ગી. ૧૫.૭) - કૃષ્ણના અંશ, આપણે દરેક. તો દરેક વ્યક્તિને કોઈ કર્તવ્ય હોય છે. કૃષ્ણે આપણું સર્જન કર્યું છે, આશા રાખતા કે કઈક કરવામાં આવશે આપણા દ્વારા કૃષ્ણની સંતુષ્ટિ માટે. તે ભક્તિ છે. તો તે, આપણો અવસર, આ મનુષ્ય જીવનમાં મળેલો છે. આપણે આપણો મૂલ્યવાન સમય બીજા કોઈ વ્યવસાય કે કાર્યમાં બગાડવો ના જોઈએ. ફક્ત પૃચ્છા કરો અને કૃષ્ણની સેવા કરવા માટે તૈયાર રહો. આનુકૂલ્યેન કૃષ્ણાનુશીલ. અનુકૂલ. તમારી સંતુષ્ટિ નહીં પણ કૃષ્ણની સંતુષ્ટિ. તેને અનુકૂલ કહેવાય છે, અનુકૂળ. આનુકૂલ્યેન કૃષ્ણાનુ શીલનમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૬૭). અને અનુશીલનમ મતલબ કાર્ય, એવું નહીં કે "હું સમાધિમાં છું હું ધ્યાનમાં છું." તે પણ છે... કશું પણ ના કરવા કરતાં કઈક કરવું વધુ સારું છે, પણ સાચી ભક્તિમય સેવા છે કાર્ય. વ્યક્તિએ સક્રિય જ રહેવું જોઈએ, અને શ્રેષ્ઠ કાર્ય છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની મહિમાનો પ્રચાર કરવો. તે શ્રેષ્ઠ કાર્ય છે. ન ચ તસ્માન મનુષ્યેશુ કશ્ચિન મે પ્રિય કૃત્તમ: (ભ.ગી. ૧૮.૬૯).