GU/Prabhupada 0469 - પરાજિત કે વિજયી, કૃષ્ણ પર નિર્ભર રહો. પણ લડાઈ તો હોવી જ જોઈએ



Lecture on SB 7.9.9 -- Mayapur, March 1, 1977

તો આપણું આ આંદોલન વ્યાવહારિક કાર્યો પર આધારિત છે. જે પણ પ્રતિભા તમારી પાસે છે, જે પણ થોડી ઘણી શક્તિ તમારી પાસે છે, જે પણ શિક્ષણ તમારી પાસે છે... તમારે કશું શીખવાનું નથી. જે પણ તમારી પાસે છે, જે પણ સ્થિતિમાં તમે છો, તમે કૃષ્ણની સેવા કરી શકો છો. એવું નથી કે તમારે પ્રથમ કશું શીખવાનું છે અને પછી તમે સેવા કરી શકો. ના. સેવા પોતે શિક્ષણ જ છે. જેટલી વધુ તમે સેવા આપશો, એટલું વધુ તમે વિકાસ કરશો કે કેવી રીતે અનુભવી સેવક બનવું. આપણને કોઈ વધુ પડતી બુદ્ધિની જરૂર નથી. નહિતો... ઉદાહરણ છે ગજ યુથ પાય (શ્રી.ભા. ૭.૯.૯). હાથી, હાથીઓનો રાજા, તે સંતુષ્ટ થયો. તે એક પ્રાણી છે. તે એક બ્રાહ્મણ નથી. તે એક વેદાંતી નથી. કદાચ એક મોટો, જાડો પ્રાણી, (મંદ હાસ્ય કરે છે) પણ છેવટે, તે એક પ્રાણી છે. હનુમાન પ્રાણી હતા. ઘણી બધી આવી વસ્તુઓ છે. જટાયુ એક પક્ષી હતો. તો કેવી રીતે તેઓ સંતુષ્ટ થયા? જટાયુએ રાવણ સાથે યુદ્ધ કર્યું. ગઇકાલે તમે જોયું. રાવણ સિતાદેવીનું અપહરણ કરી રહ્યો હતો, અને જટાયુ, પક્ષી, જઈ રહ્યો હતો, ઊડી રહ્યો હતો. રાવણ યંત્ર વગર કેવી રીતે ઉડવું તે જાણતો હતો. તે ભૌતિક રીતે બહુ, બહુ શક્તિશાળી હતો. તો જટાયુએ આકાશમાથી પૂછ્યું: "તું કોણ છે? તું સિતાને લઈ જઈ રહ્યો છે. હું તારી સાથે યુદ્ધ કરીશ." તો રાવણ બહુ શક્તિશાળી હતો. જટાયુનો પરાજય થયો, પણ તેણે યુદ્ધ કર્યું. તે તેની સેવા હતી. કઈ વાંધો નહીં પરાજય થયો તો પણ. તેવી જ રીતે, આપણે લડવું પડે. જે લોકો કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો વિરોધ કરે છે, આપણે આપણા શ્રેષ્ઠ સામર્થ્યથી તેમની સામે લડવું પડે. કોઈ વાંધો નહીં આપણે પરાજિત થઈ જઈએ તો. તે પણ સેવા છે. કૃષ્ણ સેવા જુએ છે. પરાજિત કે વિજયી, કૃષ્ણ પર આધારિત છે. પણ લડાઈ થવી જ જોઈએ. કર્મણી એવાધિકારસ તે મા ફલેશુ કદાચન (ભ.ગી. ૨.૪૭). આ અર્થ છે. તમારે કૃષ્ણ માટે ગંભીરતાપૂર્વક, બુદ્ધિથી, કામ કરવું જોઈએ, અને વિજય અથવા પરાજય, તેનો ફરક નથી પડતો. જેમ કે જટાયુ રાવણ સાથે લડતા લડતા પરાજિત થયો. તેની પાંખો કપાઈ ગઈ. રાવણ બહુ બળવાન હતો. અને ભગવાન રામચંદ્ર, તેમણે તેની અંતિમ ક્રિયા કરી કારણકે તે એક ભક્ત હતો. તો આ વિધિ છે, એવું નહીં કે આપણે કઈ વધારે શીખવાનું છે. જે પણ સામર્થ્ય તમારામાં હોય, ચાલો ભગવાનની સેવા કરવાનું નક્કી કરીએ. તેની જરૂર નથી કે તમે બહુ ધનવાન હોવ કે બહુ સુંદર, શારીરિક રીતે બહુ જ શક્તિમાન. એવું કઈ નહીં. સ વૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિર અધોક્ષજે અહૈતુકી અપ્રતિહતા (શ્રી.ભા. ૧.૨.૬). કોઈ પણ પરિસ્થિતીમા, તમારી ભક્તિમય સેવા રોકાવી ના જોઈએ. તે સિદ્ધાંત હોવો જોઈએ, કે આપણે બંધ નથી કરવાના, કોઈ પણ સંજોગોમાં નહીં. અને કૃષ્ણ એક નાનું ફૂલ, થોડું પાણી પણ સ્વીકારવા તૈયાર છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ (ભ.ગી. ૯.૨૬). તેઓ કહેતા નથી, "મને બહુ વૈભવી અને સ્વાદિષ્ટ વાનગીઓ આપો. પછી હું...," તેઓ સંતુષ્ટ થશે. ના. સાચી જરૂરિયાત છે ભક્તિ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતી. આ સાચી જરૂરિયાત છે - ભક્ત્યા. ભક્ત્યા મામ અભિજાનાતી યાવાન યશ ચ... (ભ.ગી. ૧૮.૫૫).

તેથી આપણે આપણી ભક્તિ વિકસિત કરવાની છે, કૃષ્ણ માટે પ્રેમ. પ્રેમા પુમાર્થો મહાન, ચૈતન્ય મહાપ્રભુએ સલાહ આપી છે. લોકો ધર્મ અર્થ કામ મોક્ષ પાછળ હોય છે, પણ ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે, "ના, જો તમે મુક્ત પણ બનશો, મોક્ષ, તે કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવાની યોગ્યતા નથી." પ્રેમ પુમાર્થો મહાન. પંચમ પુરુષાર્થ. લોકો ધાર્મિક બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તે સારું છે. પછી આર્થિક. ધર્મ અર્થ. અર્થ મતલબ આર્થિક રીતે તમે બહુ ધનવાન છો, વૈભવી. પછી કર્મ, ઇન્દ્રિય ભોગમાં ખૂબ જ નિપુણ. અને પછી મુક્તિ. આ સામાન્ય માંગ છે. પણ ભાગવત કહે છે, "ના, આ વસ્તુઓ યોગ્યતા નથી." ધર્મ: પ્રોઝિત કૈતવો અત્ર (શ્રી.ભા. ૧.૧.૨).