GU/Prabhupada 0478 - અહિયાં તમારા હ્રદયની અંદર ટેલિવિઝન છે



Lecture -- Seattle, October 18, 1968

પ્રભુપાદ: ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામી.

ભક્તો: ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામી.

પ્રભુપાદ: તો આપણે ગોવિંદમની ભક્તિ કરીએ છીએ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, મૂળ વ્યક્તિ. તો આ ધ્વનિ, ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામી, તે તેમની પાસે જઈ રહ્યો છે. તેઓ (ભગવાન) સાંભળી રહ્યા છે. તમે એવું ના કહી શકો કે તેઓ નથી સાંભળી રહ્યા. તમે કહી શકો? ના. વિશેષ કરીને આ વૈજ્ઞાનિક યુગમાં, જ્યારે ટેલિવિઝન, રેડિયો સંદેશો પ્રસારિત થયચે, હજારો અને હજારો માઈલ દૂર, અને તમે સાંભળી શકો છો, હવે શા માટે તમે...? શા માટે કૃષ્ણ તમારી પ્રાર્થના, નિષ્ઠાપૂર્વક કરેલી પ્રાર્થના, સાંભળી ના શકે? તમે તે કેવી રીતે કહી શકો? કોઈ પણ વ્યક્તિ તેને નકારી શકે નહીં. તો, પ્રેમાંજનચ્છુરિત ભક્તિ વિલોચનેન સંત: સદૈવ હ્રદયેશુ વિલોકયંતી (બ્ર.સં. ૫.૩૮). જેમ કે હજારો અને હજારો માઈલ દૂર તમે ટેલિવિઝન પર ચિત્ર મોકલી શકો, અથવા તમારો રેડિયો ધ્વનિ, તેવી જ રીતે, જો તમે પોતાને તૈયાર કરી શકો, તો તમે હમેશા ગોવિંદને જોઈ શકો. તે મુશ્કેલ નથી. આ બ્રહ્મસંહિતામાં કહેલું છે, પ્રેમાંજનચ્છુરિત ભક્તિ વિલોચનેન. ફક્ત તમારે તમારી આંખોને, તમારા મનને, તે રીતે તૈયાર કરવા પડે. અહી તમારા હ્રદયમાં એક ટેલિવિઝન છે. આ યોગની સિદ્ધિ છે. એવું નથી કે તમે એક યંત્રને ખરીદો, અથવા ટેલિવિઝન. તે છે જ, અને ભગવાન પણ છે. તમે જોઈ શકો છો, તમે સાંભળી શકો છો, તમે વાતો કરી શકો છો, જો તમારી પાસે યંત્ર હોય તો. તમે તેની મરામત કરો, બસ તેટલું જ. તે મરામતની પદ્ધતિ છે કૃષ્ણ ભાવનામૃત. નહિતો, બધી જ વસ્તુ પૂરી પાડેલી છે, પૂર્ણ, તમારી અંદર યંત્રનો પૂરેપૂરો જથ્થો છે. અને જેમ કે મરામત કરવા માટે, એક નિષ્ણાત કારીગરની જરૂર હોય છે, તેવી જ રીતે, તમને કોઈ નિષ્ણાતની જરૂર હોય છે. તો તમે તમે જોશો કે તમારું યંત્ર કામ કરી રહ્યું છે. તે સમજવું મુશ્કેલ નથી. કોઈ પણ વ્યક્તિ કહી ના શકે તે શક્ય નથી. શાસ્ત્રમાં પણ આપણે આ સાંભળીએ છીએ. સાધુ શાસ્ત્ર, ગુરુ વાક્ય, તીનેતે કરીયા ઐક્ય. આધ્યાત્મિક સાક્ષાત્કાર ત્રણ સમાંતર પદ્ધતિઓથી પૂર્ણ થઈ શકે છે. સાધુ. સાધુ મતલબ સાધુ વ્યક્તિઓ, જે સાક્ષાત્કારી આત્માઓ છે, સાધુ. અને શાસ્ત્ર. શાસ્ત્ર મતલબ ગ્રંથો, અધિકૃત ગ્રંથો, વેદિક ગ્રંથો, શાસ્ત્ર. સાધુ, શાસ્ત્ર, અને ગુરુ, એક આધ્યાત્મિક ગુરુ. ત્રણ સમાંતર રેખા. અને જો તમે તમારી ગાડી અથવા વાહન આ ત્રણ સમાંતર રેખા પર મૂકો, તમારી ગાડી સીધી કૃષ્ણ પાસે જશે. તીનેતે કરિયા ઐક્ય. જેમ કે રેલ્વેમાં તમે બે સમાંતર રેખાઓ જુઓ છો. જો તેઓ શ્રેણીમાં હશે, રેલ્વેના ડબ્બાઓ બહુ જ સરળતાથી લક્ષ્ય સુધી પહોંચે છે. અહી પણ, ત્રણ સમાંતર રેખાઓ હોય છે - સાધુ, શાસ્ત્ર, ગુરુ: સાધુ વ્યક્તિઓ, સાધુ વ્યક્તિઓનો સંગ, પ્રામાણિક ગુરુની સ્વીકૃતિ, અને શાસ્ત્રોમાં શ્રદ્ધા. બસ તેટલું જ. પછી તમારી ગાડી બહુ જ સરસ રીતે, કોઈ પણ ખલેલ વગર જશે. સાધુ શાસ્ત્ર ગુરુ વાક્ય, તીનેતે કરિયા ઐક્ય.

તો અહી ભગવદ ગીતામાં, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પોતાને, કૃષ્ણને, સમજાવે છે, તો જો તમે કહો, "હું કેવી રીતે વિશ્વાસ કરું કે કૃષ્ણે કહ્યું છે? કોઈ વ્યક્તિએ કૃષ્ણના નામ પર લખી દીધું કે 'કૃષ્ણે કહ્યું,' 'ભગવાને કહ્યું.' " ના. આને ગુરુ શિષ્ય પરંપરા કહેવાય છે. તમે આ પુસ્તક, ભગવદ ગીતા, માં જોશો. કૃષ્ણ, કૃષ્ણે શું કહ્યું, અને કેવી રીતે અર્જુન સમજ્યો. આ વસ્તુઓ ત્યાં વર્ણિત છે. અને સાધુ, સાધુ વ્યક્તિઓ, વ્યાસદેવ, નારદ, થી શરૂ કરીને, ઘણા આચાર્યો, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, વિષ્ણુ સ્વામી, સુધી, અને પછી, ભગવાન ચૈતન્ય, આ રીતે, તેમણે સ્વીકાર્યું છે: "હા. તે કૃષ્ણ દ્વારા બોલાયેલું છે." તો આ સાબિતી છે. જો સાધુ વ્યક્તિઓએ સ્વીકાર્યું છે... તેમણે નકાર્યું નથી. અધિકારીઓએ, તેમણે સ્વીકાર્યું છે, "હા." આને સાધુ કહેવાય છે. અને કારણકે સાધુ, સાધુ વ્યક્તિઓએ સ્વીકાર્યું છે, તેથી તે શાસ્ત્ર છે. તે કસોટી છે. જેમ કે... તે સામાન્ય બુદ્ધિનું કાર્ય છે. જો વકીલો કોઈ પુસ્તકને સ્વીકારે, તો તે સમજવું જોઈએ કે આ કાયદાની પુસ્તક છે. તમે કહી ના શકો કે "હું કેવી રીતે કાયદાનો સ્વીકાર કરું?" સાબિતી છે કે વકીલો સ્વીકારી રહ્યા છે. તબીબી... જો ડોકટોરો સ્વીકારે, તો તે અધિકૃત તબીબી છે. તેવી જ રીતે, જો સાધુ વ્યક્તિઓ ભગવદ ગીતાને એક શાસ્ત્ર તરીકે સ્વીકારતા હોય, તમારે તેને નકારવું ના જોઈએ. સાધુ શાસ્ત્ર: સાધુ વ્યક્તિઓ અને શાસ્ત્ર, બે વસ્તુઓ, અને આધ્યાત્મિક ગુરુ સાથે, ત્રણ, ત્રણ સમાંતર રેખાઓ, ગુરુ કે જે સાધુ અને શાસ્ત્રને સ્વીકારે છે. સાધુ શાસ્ત્રની પુષ્ટિ કરે છે અને ગુરુ શાસ્ત્રને સ્વીકારે છે. સરળ વિધિ. તો તેઓ અસહમતિમાં નથી. જે શાસ્ત્ર દ્વારા બોલાયેલું છે તેનો સાધુ દ્વારા સ્વીકાર થાય છે, અને જે શાસ્ત્ર દ્વારા બોલાયેલું છે, ગુરુ તે જ વસ્તુને સમજાવે છે. બસ તેટલું જ. તો શાસ્ત્રના માધ્યમ દ્વારા. જેમ કે વકીલ અને દાવાઓ - કાયદાની પુસ્તક દ્વારા. તેવી જ રીતે, ગુરુ, શાસ્ત્ર... સાધુ વ્યક્તિ મતલબ જે વેદિક આજ્ઞાની પુષ્ટિ કરે છે, જે સ્વીકારે છે. અને શાસ્ત્ર મતલબ જે સાધુ વ્યક્તિ દ્વારા સ્વીકૃત છે. અને ગુરુ મતલબ જે શાસ્ત્રનું પાલન કરે છે. તો જે વસ્તુઓ એક જ વસ્તુની સમાન હોય મતલબ તે એક બીજાની સમાન છે. આ સ્વયંસિદ્ધ સત્ય છે. જો તમારી પાસે એકસો ડોલર હોય, અને બીજા માણસ પાસે એકસો ડોલર હોય, અને જો મારી પાસે એક સો ડોલર, તો આપણે એક સમાન છીએ. તેવી જ રીતે, સાધુ શાસ્ત્ર ગુરુ વાક્ય, જ્યારે આ ત્રણ સમાંતર રેખાઓ સહમતિમાં છે, ત્યારે જીવન સફળ છે.