GU/Prabhupada 0479 - જ્યારે તમે તમારા સાચા પદને સમજો છો, ત્યારે તમારા સાચા કાર્યો શરૂ થાય છે



Lecture -- Seattle, October 7, 1968

તો અહી કૃષ્ણ ભગવદ ગીતા બોલી રહ્યા છે, મયી આસક્ત મના: (ભ.ગી. ૭.૧), યોગ પદ્ધતિ વિશે. તેમણે પહેલેથી જ છઠ્ઠા અધ્યાયમાં યોગ પદ્ધતિનો નિષ્કર્ષ આપી દીધો છે. પહેલા છ અધ્યાયમાં, તે સમજાવેલું છે, કે જીવની બંધારણીય સ્થિતિ શું છે. ભગવદ ગીતામાં અઢાર અધ્યાય છે. પ્રથમ છ અધ્યાય જીવની બંધારણીય સ્થિતિ વિશે સમજાવે છે. અને જ્યારે તે સમજાઈ જાય છે... જેમ કે જ્યારે તમે સમજો છો તમારૂ વાસ્તવિક પદ, પછી વાસ્તવિક રીતે તમારા કાર્યો શરૂ થાય છે. જો તમે જાણતા નથી કે તમારું વાસ્તવિક પદ શું છે... ધારોકે તમારા કાર્યાલયમાં, જો તમારું પદ નક્કી નથી થયું, તમારે શું કામ કરવાનું છે, તો તમે કોઈ પણ વસ્તુ સારી રીતે કરી ના શકો. અહી એક ટાઈપિસ્ટ છે, અહી એક કારકુન છે, અહી એક પટાવાળો છે, અહી આ છે અને તે છે. તો તેઓ તેમનું કાર્ય બહુ સારી રીતે કરી રહ્યા છે. તો વ્યક્તિએ સમજવું પડે કે જીવની બંધારણીય સ્થિતિ શું છે. તો તે પ્રથમ છ અધ્યાયમાં સમજાવેલું છે. અદ્યેન શસ્તેન ઉપાસકસ્ય જીવસ્ય સ્વરૂપ પ્રાપ્તિ સાધનમ ચ પ્રધાનમ નીમ પ્રોક્તમ. બાલદેવવ વિદ્યાભૂષણ, ભગવદ ગીતાના એક બહુ જ સરસ અધિકૃત ભાષ્યકાર, તે કહે છે કે પ્રથમ છ અધ્યાયોમાં, જીવની બંધારણીય સ્થિતિ બહુ જ સરસ રીતે સમજાવવામાં આવી છે. અને કેવી રીતે વ્યક્તિ તેની બંધારણીય સ્થિતિ સમજી શકે, તે સમજાવેલું છે. તો યોગ પદ્ધતિ મતલબ વ્યક્તિનું બંધારણીય પદ સમજવું. યોગ ઇન્દ્રિય સંયમ: આપણે ઇન્દ્રિય કાર્યોમાં વ્યસ્ત હોઈએ છીએ. ભૌતિક જીવન મતલબ ઇન્દ્રિય કાર્યોનું કાર્ય.

દુનિયાના બધા કાર્યો, જ્યારે તમે રસ્તા પર જઈને ઊભા રહો, તમે જોશો દરેક વ્યક્તિ બહુ વ્યસ્ત છે. દુકાનનો માલિક બહુ વ્યસ્ત છે, ગાડીનો ચાલક બહુ વ્યસ્ત છે. દરેક વ્યક્તિ બહુ વ્યસ્ત છે - તો વ્યસ્તતા મતલબ કાર્યોમાં ઘણા બધા અકસ્માતો. હવે, શા માટે તેઓ વ્યસ્ત છે? જો તમે ઝીણવટપૂર્વક અભ્યાસ કરો તેમનું કાર્ય શું છે, કાર્ય છે ઇન્દ્રિય તૃપ્તિ. બસ તેટલું જ. દરેક વ્યક્તિ ઇન્દ્રિય તૃપ્તિ કેવી રીતે કરવી તેમાં વ્યસ્ત છે. આ ભૌતિક છે. અને યોગ મતલબ ઇન્દ્રિયોને નિયંત્રિત કરવી, મારા આધ્યાર્ત્મિક પદને, મારા બંધારણીય પદને સમજવા માટે. જેમ કે એક છોકરો ફક્ત રમવા માટે જ ટેવાયેલો છે, તે તેના અભ્યાસમાં ધ્યાન નથી આપી શકતો, તેના ભવિષ્યના જીવન વિશે સમજવા માટે, અથવા તેના ઉદ્ધાર માટે, એક ઊંચા પદ માટે. તેવી જ રીતે, જો આપણે બાળકની જેમ પ્રવૃત્ત રહીશું જીવનના ભવિષ્ય જાણ્યા વગર, ફક્ત ઇન્દ્રિયો સાથે રમવું, તેને ભૌતિક જીવન કહેવાય છે. ભૌતિક જીવન અને આધ્યાત્મિક જીવન વિશે ફરક છે, કે જો કોઈ વ્યક્તિ ફક્ત ઇન્દ્રિય તૃપ્તિમાં જ પ્રવૃત્ત હોય, આને ભૌતિક જીવન કહેવાય છે. અને આવા હજારો ભૌતિકવાદી વ્યક્તિઓમાથી, જો કોઈ વ્યક્તિ સમજવાનો પ્રયત્ન કરે, "હું શું છું? શા માટે હું અહી આવ્યો છું? શા માટે મને જીવનની દુખભરી સ્થિતિમાં મૂકવામાં આવ્યો છે? શું કોઈ ઈલાજ છે...?" આ પ્રશ્નો, જ્યારે ઊભા થાય છે, ત્યારે, વ્યાવહારિક રીતે, તેનું આધ્યાત્મિક જીવન શરૂ થાય છે. અને મનુષ્ય જીવન તેના માટે છે.