GU/Prabhupada 0481 - કૃષ્ણ સર્વ-આકર્ષક છે, કૃષ્ણ સુંદર છે



Lecture -- Seattle, October 18, 1968

તો આ દલીલ, કે લાલ કોષો બંધ થઈ ગયા યચે; તેથી જીવન બંધ થઈ ગયું છે - ના. ઘણી બધી દલીલો અને પ્રતિદલીલો છે. વાસ્તવમાં, હકીકત આ છે, કારણકે આપણે શાસ્ત્ર, સાધુ વ્યક્તિઓ અને ગુરુની શક્તિ પર બોલીએ છીએ. તે સમજવાની રીત છે. તમે તમારા નજીવા મગજ અને અપૂર્ણ ઇન્દ્રિયોથી નિર્માણ ના કરી શકો. મનુષ્ય, તે હમેશા અપૂર્ણ હોય છે. જેમ કે એક ઉદાહરણ, કે એક બાળક સૂર્યને જોઈ રહ્યો છે, અને એક વૈજ્ઞાનિક સૂર્યને જોઈ રહ્યો છે. સ્વભાવથી, બાળકનું સૂર્યનું જ્ઞાન અપૂર્ણ છે. તે જ બાળક, જ્યારે તે વૈજ્ઞાનિક પાસેથી શિક્ષા લે છે, તે સમજી શકે છે કે સૂર્ય એટલો મહાન છે. તેથી આપણી ઇન્દ્રિયોથી જ્ઞાનનો પ્રત્યક્ષ અનુભવ હમેશા અપૂર્ણ હોય છે. તમારે અધિકારી પાસે જવું પડે - જીવનના દરેક વર્તુળમાં. તેવી જ રીતે, જો તમારે સમજવું છે કે ભગવાન શું છે, તો તમારે આ ભગવદ ગીતાની શરણ લેવી પડે. બીજો કોઈ વિકલ્પ નથી. તમે ધારણા ના કરી શકો કે "ભગવાન કદાચ આવા હશે, ભગવાન કદાચ તેવા હશે," "કોઈ ભગવાન છે જ નહીં," "ભગવાન મરી ગયા છે," "ભગવાન મરી નથી ગયા." આ ફક્ત ધારણાઓ છે. અહી કૃષ્ણ કહે છે,

મયી આસક્ત મન: પાર્થ
યોગમ યુંજન મદ આશ્રય:
અસંશયમ સમગ્રમ મામ
યથા જ્ઞાસ્યસી તચ્છૃણુ
(ભ.ગી. ૭.૧)

જો તમે વિશ્વાસ કરો કે કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, પોતે બોલી રહ્યા છે, જેમ અર્જુને વિશ્વાસ કર્યો, તો તમે સમજી શકો કે ભગવાન શું છે. નહિતો તે શક્ય નથી. અસંશયમ.

તો વિધિ છે, પ્રથમ વિધિ છે, મયી આસક્ત મન: તમારે તમારા મનને નિરંતર કૃષ્ણમાં પ્રવૃત્ત કરવું પડે. તે યોગ પદ્ધતિ છે, જે છે, જે આપણે કૃષ્ણ ભાવનામૃત તરીકે પ્રસ્તુત કરી રહ્યા છે. કૃષ્ણ ભાવનામૃત... જેમ કે જો તમે પોતાને નિરંતર, વીજળીઘરના સંપર્કમાં રાખો, તો વીજળીનો લગાતાર પુરવઠો રહે છે. તેવી જ રીતે, જો તમે તમારા મનને નિરંતર કૃષ્ણમાં પ્રવૃત્ત રાખો, તે મુશ્કેલ પણ નથી. કૃષ્ણ સર્વ-આકર્ષક છે. કૃષ્ણ સુંદર છે. કૃષ્ણને ઘણા બધા કાર્યો છે. આખું વેદિક સાહિત્ય કૃષ્ણના કાર્યોથી ભરેલું છે. આ ભગવદ ગીતા કૃષ્ણના કાર્યોથી પૂર્ણ છે. ફક્ત સમજવાથી કે ભગવાન મહાન છે, તે સમજણનું તટસ્થ સ્તર છે. પણ તમારે વધુ ને વધુ ઉપર જવું પડે, કે તેઓ કેટલા મહાન છે. તેઓ કેટલા મહાન છે, તે સમજવું શક્ય નથી, કારણકે આપણી ઇન્દ્રિયો હમેશા અપૂર્ણ હોય છે. પણ જ્યાં સુધી શક્ય હોય તેટલું તમે ભગવાનના કાર્યો વિશે સાંભળો, ભગવાનના પદ વિશે, અને તમે તેના પર વિચારો, અને તમે તમારો નિર્ણય લો, તમે તમારી દલીલ મૂકો. પછી તમે કોઈ પણ સંદેહ વગર સમજશો કે ભગવાન શું છે. સૌ પ્રથમ શરૂઆત છે, મયી આસક્ત મન: છેલ્લા અધ્યાયમાં કૃષ્ણે સમજાવેલું છે, કે જે વ્યક્તિ નિરંતર કૃષ્ણના વિચારોમાં લીન છે, તે પ્રથમ વર્ગનો યોગી છે, પ્રથમ વર્ગનો યોગી. તમારા દેશમાં યોગ પદ્ધતિ બહુ જ પ્રચલિત છે, પણ તમે જાણતા નથી કે પ્રથમ વર્ગનો યોગી કોણ છે. પ્રથમ વર્ગના યોગી વિશે ભગવદ ગીતામાં સમજાવેલું છે: યોગીનામ અપિ સર્વેશામ મદ ગતેનાંતરાત્મના (ભ.ગી. ૬.૪૭), કે ઘણા, ઘણા હજારો યોગીઓમાથી, યોગી અથવા ભક્ત-યોગી જે હમેશા તેની અંદર, તેના હ્રદયમાં, કૃષ્ણનું રૂપ જુએ છે, તે પ્રથમ વર્ગનો યોગી છે, તે પ્રથમ વર્ગનો છે. તો તમારે આ પ્રથમ વર્ગની યોગ પદ્ધતિ ચાલુ રાખવી પડે, અને તે અહી સમજાવેલું છે, મયી આસક્ત મન: આસક્ત થઈને.