GU/Prabhupada 0480 - ભગવાન નિરાકાર ના હોઈ શકે, કારણકે આપણે બધા વ્યક્તિઓ છીએLecture -- Seattle, October 7, 1968

પ્રાણી જીવનમાં તેઓ ઇન્દ્રિય તૃપ્તિ સિવાય બીજું કશું જાણતા નથી. તેમની પાસે કોઈ શક્તિ નથી. તેમની ચેતના વિકસિત નથી. જેમ કે ગ્રીન લેક ઉદ્યાનમાં, ઘણા બધા બતકો છે. જેવુ ત્યાં કોઈ વ્યક્તિ થોડા ખોરાક સાથે જાય છે, ઓહ, તેઓ ભેગા થઈ જાય છે: "ક્વાક! ક્વાક! ક્વાક! ક્વાક!" બસ તેટલું જ. અને ખાધા પછી, તેઓ મૈથુન જીવનનો આનંદ કરે છે. બસ તેટલું જ. તો, તેવી જ રીતે, બિલાડીઓ અને કુતરાઓ અને આ પ્રાણીઓની જેમ, મનુષ્ય જીવના પણ તેવું છે જો કોઈ પ્રશ્ન ના થાય "હું શું છું?" જો તે લોકો ફક્ત ઇન્દ્રિય આવેશ પ્રમાણે નિર્દેશિત થાય, તેઓ આ બતકો અને કુતરાઓ કરતાં વધુ સારા નથી.

તો તેથી, પ્રથમ છ અધ્યાયમાં તે નિર્ણય આપવામાં આવ્યો છે, કે એક જીવ આધ્યાત્મિક તણખલું છે. તે બહુ મુશ્કેલ છે કે તે શોધવું કે તે તણખલું ક્યાં છે, કારણકે તે બહુ જ નાનું છે, સૂક્ષ્મ. શોધવા માટે કોઈ ભૌતિક માઇક્રોસ્કોપ અથવા યંત્ર નથી. પણ તે છે. તે છે. લક્ષણ છે, કારણકે તે મારા શરીરમાં છે, કારણકે તે તમારા શરીરમાં છે, તેથી તમે ચાલી રહ્યા છો, તમે વાત કરી રહ્યા છો, તમે યોજના કરી રહ્યા છો, ઘણી બધી વસ્તુઓ તમે કરી રહ્યા છો - ફક્ત તે આધ્યાત્મિક તણખલાને કારણે. તો આપણે પરમાત્માના બહુ જ સૂક્ષ્મ તણખલા છીએ. જેમ કે સૂર્યપ્રકાશના સૂક્ષ્મ કણો છે, ચમકતા કણો. પ્રકાશની સાથે, આ ચમકતા કણો, જ્યારે તેઓ ભેગા થાય છે, તે સૂર્યપ્રકાશ છે. પણ તે અણુઓ છે. તે અલગ છે, અણુઓ. તેવી જ રીતે, ભગવાન અને આપણા સંબંધમાં, આપણે ભગવાનના સૂક્ષ્મ અણુઓ છીએ, ચમકતા. ચમકતા મતલબ આપણને પણ તે જ વૃત્તિઓ છે, વિચારવું, અનુભવવું, ઈચ્છા કરવી, રચના કરવી, બધુ જ. જે પણ તમે તમારામાં જુઓ છો, તે ભગવાનમાં છે. તો ભગવાન નિરાકાર ન હોઈ શકે, કારણકે આપણે વ્યક્તિઓ છીએ. મને ઘણી બધી વૃત્તિઓ છે - તે સૂક્ષ્મ માત્રામાં છે. તે જ વૃત્તિઓ કૃષ્ણમાં, અથવા ભગવાનમાં છે, પણ તે ખૂબ મહાન, અસીમિત છે. તે કૃષ્ણ ભાવનામૃતનો અભ્યાસ છે. ફક્ત મહાનતા, મારી સ્થિતિ ખૂબ જ નાની છે. અને આપણે એટલા નાના છીએ, સૂક્ષ્મ; છતાં, આપણને ઘણી બધી વૃત્તિઓ છે, ઘણી બધી ઈચ્છાઓ, ઘણા બધા કાર્યો, ઘણું બધુ મગજનું કાર્ય. જરા વિચાર કરો કેટલું બધુ મગજનું કાર્ય, અને ઈચ્છા, અને વૃત્તિઓ ભગવાનમાં હોય, કારણકે તેઓ મહાન છે. આ મહાનતા મતલબ આ બધી વસ્તુઓ, જે તમારી પાસે છે, તે તેમનામાં છે પણ મહાનતામાં. બસ તેટલું જ. ગુણાત્મક રીતે, આપણે એક જ છીએ, પણ જથ્થાત્મક રીતે, આપણે અલગ છીએ. તેઓ મહાન છે, આપણે નાના છીએ. તેઓ અનંત છે; આપણે સૂક્ષ્મ છીએ. તેથી નિષ્કર્ષ છે, જેમ કે અગ્નિના અસંખ્ય અણુઓ, તણખલા, જ્યારે તેઓ અગ્નિમાં હોય છે, તે અગ્નિ સાથે બહુ જ સરસ લાગે છે. પણ જ્યારે તણખલા અગ્નિથી બહાર થઈ જાય છે, તે બુઝાઈ જાય છે. કોઈ અગ્નિ નહીં. તેવી જ રીતે, આપણે કૃષ્ણ અથવા ભગવાનના તણખલા છીએ. જ્યારે આપણે ભગવાન સાથે સંગ કરીએ, ત્યારે આપણી, તે ચમકવાની શક્તિ, અગ્નિ, તે પુનર્જીવિત થાય છે. નહિતો, આપણે બુઝાઈ જઈએ છીએ. જોકે તમે તણખલા છો, આપણા વર્તમાન જીવનમાં, આ ભૌતિક જીવનમાં, તે ઢંકાયેલું છે. તણખલું ઢંકાયેલું છે, અથવા લગભગ બુઝાઈ ગયેલું. આ ફક્ત ઉદાહરણ છે. તે બુઝાઈ ના શકે. જો તે બુઝાઈ જાય, કેવી રીતે આપણે જીવિત અવસ્થામાં છીએ? તે બુઝાઈ નથી ગયું, પણ તે ઢંકાયેલું છે. જેમ કે જ્યારે અગ્નિ ઢંકાયેલી હોય છે, તમે આવરણ પર ગરમી અનુભવો છો, પણ તમે અગ્નિને પ્રત્યક્ષ રીતે જોઈ નથી શકતા. તેવી જ રીતે, આ આધ્યાત્મિક તણખલું તેના ભૌતિક વસ્ત્રથી ઢંકાયેલું છે; તેથી આપણે જોઈ નથી શકતા. ડોક્ટર કહે છે, "ઓહ, શારીરિક કાર્ય સમાપ્ત થઈ ગયું છે; તેથી હ્રદય બંધ થઈ ગયું છે. તે મૃત છે." પણ શા માટે હ્રદય બંધ થઈ ગયું છે તે જાણતો નથી. કોઈ તબીબી વિજ્ઞાન નથી. તેઓ ઘણા બધા કારણો કહેશે, કે "કારણકે લોહીની ધમનીઓ, લાલ કોષોએ કામ કરવાનું બંધ કરી દીધું છે, તે સફેદ બની ગયા છે; તેથી તે..." ના. તે સાચો જવાબ નથી. લોહી લાલ બની શકે... અથવા લાલાશ જીવન નથી. ઘણા બધા પ્રાકૃતિક પદાર્થો હોય છે જે સ્વભાવથી લાલ હોય છે. તેનો મતલબ તે નથી કે ત્યાં જીવન છે.