GU/Prabhupada 0485 - કૃષ્ણની કોઈ પણ લીલા હોય, તેનો ભક્તો દ્વારા સમારોહ કરવામાં આવે છે
Lecture -- Seattle, October 18, 1968
મહેમાન: હું ઈચ્છું છું કે તમે સમજાવો, જગન્નાથ રથયાત્રાની ઉત્પત્તિ અને મહત્વ વિશે.
પ્રભુપાદ: જગન્નાથ રથયાત્રાનું મહત્વ છે કે, જ્યારે કૃષ્ણે વૃંદાવન છોડયું. કૃષ્ણનો ઉછેર તેમના પાલક પિતા, નંદ મહારાજે કર્યો હતો. પણ જ્યારે તેઓ મોટા થયા, ૧૬ વર્ષના, તેમને તેમના સાચા પિતા, વસુદેવ, પાસે લઈ જવામાં આવ્યા, અને તે લોકોએ વૃંદાવન છોડયું, કૃષ્ણ અને બલરામ, બે ભાઈઓ, અને... તેઓ નિવાસી હતા. તેમનું રાજ્ય દ્વારકામાં હતું. તો કુરુક્ષેત્રમાં - કુરુક્ષેત્ર હમેશા ધર્મક્ષેત્ર છે, તીર્થસ્થળ - તે સમયે ચંદ્ર, સૂર્ય ગ્રહણ હતું, અને ભારતના અલગ અલગ ભાગમાથી ઘણા બધા વ્યક્તિઓ, તેઓ સ્નાન લેવા આવ્યા હતા. તેવી જ રીતે, કૃષ્ણ અને બલરામ અને તેમની બહેન સુભદ્રા, તેઓ પણ રાજશાહી રીતે આવ્યા, ઘણા બધા સૈનિકો સાથે, અને ઘણા બધા.. જેમ કે રાજા. તો વૃંદાવનના નિવાસીઓ, તેઓ કૃષ્ણને મળ્યા, અને વિશેષ કરીને ગોપીઓ, તેમણે કૃષ્ણને જોયા, અને તેઓ પસ્તાવો કરતાં હતા કે "કૃષ્ણ, તમે અહી છો, અમે પણ અહી છીએ, પણ સ્થળ અલગ છે. આપણે વૃંદાવનમાં નથી." તો એક લાંબી કથા છે કે કેવી રીતે તેમણે પસ્તાવો કર્યો અને કેવી રીતે કૃષ્ણે તેમને શાંત પાડ્યા. આ વિરહની લાગણી છે, કેવી રીતે વૃંદાવનના નિવાસીઓએ કૃષ્ણનો વિરહ અનુભવ્યો. તો આ... જ્યારે કૃષ્ણ રથ પર આવ્યા, તેને કહેવાય છે રથયાત્રા. આ રથયાત્રાનો ઇતિહાસ છે. તો કૃષ્ણની કોઈ પણ લીલા, તે ભક્તોના દ્વારા સમારોહ તરીકે ઉજવાય છે. તો તે રથયાત્રા છે.