GU/Prabhupada 0488 - લડાઈ ક્યાં છે? જો તમે ભગવાનને પ્રેમ કરો, તો તમે દરેકને પ્રેમ કરો. તે લક્ષણ છે
Lecture -- Seattle, October 18, 1968
પ્રભુપાદ: હા.
ઉપેન્દ્ર: પ્રભુપાદ, ક્યારેક કોઈ અસમાનતા હોઈ શકે છે, ખ્રિસ્ત અને મુસ્લિમના ભગવદ પ્રેમ વચ્ચે, મુસ્લિમ અને બુદ્ધ, બુદ્ધ, હિન્દુ વચ્ચે. તે લોકો ઝઘડો કરી શકે છે કે ભગવદ પ્રેમ શું છે.
પ્રભુપાદ: ઝઘડો, જે લોકોને ભગવદ પ્રેમ નથી, તેઓ ઝઘડશે જ. તે છે... કારણકે તેઓ બિલાડીઓ અને કુતરાઓ છે. તમે બિલાડીઓ અને કુતરાઓની વચ્ચે શાંતિની આશા ના રાખી શકો. તે લડશે જ. તો તે જે પણ હોય, જ્યાં સુધી તેઓ લડી રહ્યા છે, તેનો મતલબ તેઓ પૂર્ણ સ્તર પર નથી. લડાઈ ક્યાં છે? જો તમે ભગવાનને પ્રેમ કરો, તો તમે બધાને પ્રેમ કરો. તે લક્ષણ છે. સમ: સર્વેશુ ભૂતેશુ મદ ભક્તિમ લભતે પરામ (ભ.ગી. ૧૮.૫૪). સમાનતાના સ્તરને પ્રાપ્ત કર્યા પછી, પછી તમે ભગવાનને પ્રેમ કરવાના ક્ષેત્રમાં પ્રેવેશ કરી શકો. તેની પહેલા, તમારે પાસ થવું પડે. જેમ કે કાયદાની કોલેજમાં પ્રવેશ કર્યા પહેલા તમારે સ્નાતક બનવું પડે, તેવી જ રીતે, ભક્તિમય સેવાના ક્ષેત્રમાં પ્રવેશ્યા પહેલા, તમારે સાક્ષાત્કાર કરવો પડે કે બધા જ જીવો એક જ સ્તર પર છે. તે સાક્ષાત્કાર છે. તમે કોઈ ભેદ ના કરી શકો કે "આ નીચું છે," "આ ઊંચું છે." ના. પંડિતા: સમ દર્શિન: (ભ.ગી. ૫.૧૮). જ્યારે એક વ્યક્તિ પૂર્ણ રીતે શિક્ષિત બને છે, તે કોઈ ભેદભાવ નથી કરતો, કે "તે મનુષ્ય છે, તે ગાય છે, તે કૂતરો છે." તે જુએ છે કે તે આત્મા છે જે અલગ વસ્ત્રથી ઢંકાયેલી છે. બસ તેટલું જ. તે તેની દ્રષ્ટિ છે, વૈશ્વિક સમાનતાની દ્રષ્ટિ. તમા કહી ના શકો કે કુતરાને કોઈ જીવન નથી, ગાયને કોઈ જીવન નથી. તમે કેવી રીતે કહી શકો કે કોઈ જીવન નથી? તે તમારા જ્ઞાનનો અભાવ છે. જીવનના લક્ષણો શું છે? તમે જોશો કે જીવનના લક્ષણો મનુષ્ય જીવનમાં છે, કીડીમાં પણ છે. તમે કેવી રીતે કહી શકો કે નાના જીવોને, નીચલા પ્રાણીઓને કોઈ જીવન નથી? તે તમારા જ્ઞાનનો અભાવ છે. વૃક્ષો, વનસ્પતિઓ, તેમને પણ જીવન છે. તો પૂર્ણ જ્ઞાનની જરૂર છે. તો પૂર્ણ જ્ઞાનના આધાર પર ભગવદ પ્રેમ તે સાચો ભગવદ પ્રેમ છે. નહિતો તે ઝનૂન છે. તો ઝનૂનીઓ, તેઓ લડાઈ કરી શકે છે. તે ભગવદ પ્રેમ નથી. અવશ્ય, તે સ્તર પર આવવું બહુ મુશ્કેલ છે, પણ વ્યક્તિએ પ્રયત્ન કરવો જોઈએ. તે કૃષ્ણ ભાવનામૃત છે. આપણે બધા વિદ્યાર્થીઓ છીએ. આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ શ્રેણીઓ પણ હોય છે. જેમ કે એક શૈક્ષણિક સંસ્થામાં દસમો વર્ગ, આઠમો વર્ગ, પાંચમો વર્ગ, છઠ્ઠો વર્ગ હોય છે. અને યોગ સાથે, તે એક દાદરા અથવા એક લિફ્ટ જેવુ છે. તો પૂર્ણતાના વિભિન્ન સ્તરો હોય છે. સર્વોચ્ચ સિદ્ધિ છે કે જે વ્યક્તિ હમેશા કૃષ્ણ વિશે વિચારતો હોય. તે છે... યોગીનામ અપિ સર્વેશામ મદ ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે... (ભ.ગી. ૬.૪૭). સર્વોચ્ચ સિદ્ધિ છે કૃષ્ણ, હમેશા કૃષ્ણ વિશે વિચારવું, અને રાધારાણી. તે સર્વોચ્ચ સિદ્ધ સ્તર છે. તેમને (રાધારણીને) બીજું કોઈ કાર્ય નથી: ફક્ત કૃષ્ણ વિશે વિચારવું.