GU/Prabhupada 0487 - તે બાઇબલ છે, કે કુરાન છે, કે ભગવદ ગીતા છે, - આપણે જોવું પડે કે ફળ શું છે
Lecture -- Seattle, October 18, 1968
પ્રભુપાદ: તો, બીજો કોઈ પ્રશ્ન?
જાહનવા: ખ્રિસ્ત ભાવનામૃત અને કૃષ્ણ ભાવનામૃત, શબ્દો પણ સરખા જેવા છે. કૃપા કરીને આ શબ્દોનું જોડાણ કરો, સમજાવો કે કેવી રીતે શબ્દો અમારી પાસે આવે છે.
પ્રભુપાદ: તે મે ઘણી વાર સમજાવેલું છે - એક ખિસ્સાનો શબ્દકોશ અને આંતરરાષ્ટ્રીય શબ્દકોશ. તમે કહી ના શકો કે ખિસ્સાનો શબ્દકોશ શબ્દકોશ નથી, પણ તે અમુક ચોક્કસ પ્રકારના વિદ્યાર્થીઓ માટે છે. અને આંતરરાષ્ટ્રીય શબ્દકોશ તે અમુક ચોક્કસ પ્રકારના વિદ્યાર્થીઓ માટે છે. તે બધા વિદ્યાર્થીઓ છે. જે (ઈશુ) ખ્રિસ્ત દ્વારા કહેવામા આવ્યું, તે પણ ભગવદ ભાવનામૃત છે, પણ તે અમુક ચોક્કસ પ્રકારના માણસો માટે હતું. અને તે કયા પ્રકારના માણસો હતા? તેઓ પૂર્ણ રીતે સભ્ય સુદ્ધાં ન હતા. કારણકે ખ્રિસ્ત ભગવદ ભાવનામૃત સમજાવી રહ્યા હતા, તે તેમની ભૂલ હતી, અને તે લોકોએ તેમને સ્તંભે ચડાવી દીધા. કયા પ્રકારના માણસો તે લોકો હશે? ફેસલો કરો. તેમની એક માત્ર ભૂલ હતી કે તે ભગવાન વિશે સમજાવી રહ્યા હતા, અને તેમણે તેમને સ્તંભ પર લટકાવી દીધા. પુરસ્કાર હતો સ્તંભ પર લટકાવવું. તો કયા પ્રકારના માણસોનો વર્ગ હતો તે? તે સમાજનું સ્તર, જરા સમજવાનો પ્રયત્ન કરો. તેથી જે બોલાયું, તે ઈશુ ખ્રિસ્ત દ્વારા તેમના માટે બોલાયું, તે પર્યાપ્ત હતું. પણ જ્યારે ભગવદ ગીતા એક અર્જુન જેવા વ્યક્તિને કહેવામા આવી, તે અલગ વસ્તુ છે. તો આપણે સમય પ્રમાણે, સંજોગો પ્રમાણે, શ્રોતા પ્રમાણે, બોલવું પડે. શું તમે જોતાં નથી કે અહી ફક્ત થોડા વ્યક્તિઓ જ આવે છે? શા માટે? તેઓ આ કૃષ્ણ વિજ્ઞાન, કૃષ્ણ ભાવનામૃત સમજી ના શકે. તે બધા જ વર્ગોના માણસો માટે નથી. તે ભગવદ ભાવનામૃતનું સર્વોચ્ચ ધોરણ છે. પ્રેમ. ભગવાનનો પ્રેમ. તો ત્યાં પણ ભગવદ પ્રેમની શિક્ષા છે, નિસંદેહ. તે ફરક છે. તે જ વસ્તુ. હમેશા સમજવાનો પ્રયત્ન કરો. ખિસ્સાનો નાનો શબ્દકોશ પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓ માટે, અને આંતરરાષ્ટ્રીય શબ્દકોશ ઉપલા વિદ્યાર્થીઓ માટે, અનુસ્નાતક વિદ્યાર્થીઓ, તે બંને શબ્દકોશ છે. પણ તે કોઈ માટે છે, અને તે બીજા કોઈ માટે છે. અને કસોટી છે ફલેન પરિચિયતે. ફલેન પરિચિયતે, તમારે સમજવું પડે. ધારોકે તમે એક જંગલમાં પ્રવાસ કરી રહ્યા છો. ઘણા બધા વૃક્ષો છે. પણ તમે સમજી નથી શકતા કે આ વૃક્ષ શું છે, તે વૃક્ષ શું છે. પણ જેવુ તમે ફૂલ (ફળ) જુઓ છો, "ઓહ, અહી સફરજન છે. ઓહ, આ સફરજનનું વૃક્ષ છે." જેમ કે પેલા દિવસે તમે મને કહી રહ્યા હતા, તમે ક્યારેય સફરજનનું વૃક્ષ જોયું નથી? હા. હવે, જેવુ તમે સફરજન જોશો, તમે સમજશો, "આ સફરજનનું વૃક્ષ છે. ઓહ!"
કોઈ પણ ગ્રંથની કસોટી છે કેવી રીતે વ્યક્તિ ભગવદ પ્રેમ વિકસિત કરી રહ્યો છે. ફલેન પરિચિયતે. જો તમે જુઓ કે કોઈ ધાર્મિક સિદ્ધાંતોનું પાલન કરીને, તમે ભગવદ પ્રેમ વિકસિત કરી રહ્યા છો, તો તે પૂર્ણ છે. તેનો ફરક નથી પડતો કે શું તે બાઇબલ અથવા કુરાન અથવા ભગવદ ગીતા છે. તેનો ફરક નથી પડતો. આપણે જોવું પડે કે ફળ શું છે. જો ફળ છે કે લોકો ભગવદ પ્રેમ વિકસિત કરી રહ્યા છે, તો તે પૂર્ણ છે. એવું સમજવાનો પ્રયત્ન ના કરો કે શું આ સારું છે, આ સારું છે, આ ખરાબ છે, આ છે... ના. પરિણામથી સમજવાનો પ્રયત્ન કરો. જેમ કે તે જ રીતે: જો તમે ફળ જુઓ, તો તે પ્રથમ વર્ગનું છે. તો તેનો ફરક નથી પડતો કે તે બાઇબલ છે કે ગીતા છે. જો તમે બાઇબલ વાંચીને ભગવદ પ્રેમ વિકસિત કરી શકો, તે પ્રથમ વર્ગનું છે, અને જો તમે ભગવદ ગીતા વાંચીને ભગવદ પ્રેમ વિકસિત કરી શકો, તે પ્રથમ વર્ગનું છે. અને જો તમે તે નથી કરતાં, તો પછી તે બાઇબલ કે કુરાન કે ભગવદ ગીતા છે, તેની તમારા પર કોઈ અસર નથી. તો તે તમારા પર છે. સરખામણીથી નહીં, પણ તમારા પોતાના કર્મોથી. જો તમે વાસ્તવમાં ઈશુ ખ્રિસ્તે આપેલી શિક્ષાનું પાલન કરો, તમે પણ ભગવદ પ્રેમ વિકસિત કરશો. તેમાં કોઈ સંદેહ નથી. તેવી જ રીતે, જો તમે કૃષ્ણની શિક્ષાનું પાલન કરશો, તમે પણ વિકસિત કરશો. તો તે તમારા પર છે. તમે પાલન કરવાનો પ્રયત્ન કરો. જો તમે પાલન નથી કરતાં, ફક્ત એક સરખામણીનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરો છો, "આ સારું છે" અથવા "આ ખરાબ છે," "આ ખરાબ છે" અથવા "આ સારું છે," તેને કહેવાય છે શ્રમ એવ હી કેવલમ (શ્રી.ભા. ૧.૨.૮) - ફક્ત મજૂરી. શા માટે સરખામણીનો અભ્યાસ? જરા જુઓ કેટલો તમે ભગવદ પ્રેમ વિકસિત કરી રહયા છો, બસ. ફલેન પરિચિયતે. "શું ત્યાં સફરજન છે, તે ઠીક છે; કઈ વાંધો નહીં આ વૃક્ષ કયું છે. મને સફરજન સાથે લેવા દેવા છે."