GU/Prabhupada 0490 - માતાના ગર્ભમાં ઘણા બધા મહિનાઓ માટે અકબંધ અવસ્થામાં



Lecture on BG 2.14 -- Germany, June 21, 1974

પાછલા શ્લોકમાં, તે વર્ણન કરવામાં આવ્યું છે કે દેહીનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા: (ભ.ગી. ૨.૧૩) "આપણે એક શરીરમાથી બીજા શરીરમાં સ્થાનાંતર કરી રહ્યા છીએ. બિલકુલ તેવી જ રીતે કે જેમ એક બાળકનું શરીર એક છોકરાના શરીરમાં બદલાય છે, એક છોકરાનું શરીર એક યુવકના શરીરમાં બદલાય છે. તેવી જ રીતે, આપણે આ શરીરને છોડીએ છીએ, અને બીજું શરીર સ્વીકારીએ છીએ." હવે, દુખ અને સુખનો પ્રશ્ન. દુખ અને સુખ - શરીર પ્રમાણે. એક બહુ સુખી માણસ થોડો વધારે આરામથી રહે છે. સામાન્ય દુખ અને સુખ, તે સામાન્ય છે. તે સામાન્ય શું છે? જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુખ દોષાનુદર્શનમ (ભ.ગી. ૧૩.૯). કુતરા તરીકે જન્મ લેવો કે રાજા તરીકે, દુખ તે જ છે. કોઈ ફરક નથી, કારણકે કુતરાએ પણ પોતાને માતાના ગર્ભમાં રાખવો પડે છે, ઘણા બધા મહિનાઓ માટે અકબંધ સ્થિતિમાં, અને માણસ, ભલે તે રાજા હોય કે બીજું કોઈ, તે પણ તે ભારે દુખમાથી પસાર થાય છે. કોઈ માફી નથી. કારણકે તમે એક રાજાના પરિવારમાં જન્મ લઈ રહ્યા છો તેનો તે મતલબ નથી કે માતાના ગર્ભમાં અકબંધ રહેવામાં કષ્ટ ઓછો છે, અને કારણકે તે કૂતરાની માતાના ગર્ભમાં જન્મ લઈ રહ્યો છે, તેથી તે વધુ કષ્ટ છે. ના. તે એકસમાન છે. તેવી જ રીતે, મૃત્યુ સમયે... મૃત્યુ સમયે બહુ મોટું દુખ હોય છે. તે એટલું એટલું વધુ દુખ છે કે વ્યક્તિએ શરીર છોડવું પડે છે. જેમ કે જ્યારે દુખ બહુ જ વધી જાય છે, વ્યક્તિ આત્મહત્યા કરે છે. તે સહન નથી કરી શકતો: "આ શરીરને સમાપ્ત કરો."

તો કોઈ પણ વ્યક્તિને શરીર છોડવું નથી, પણ દુખ એટલું વધુ છે કે વ્યક્તિને તેનું શરીર છોડવા માટે મજબૂર કરવામાં આવે છે. તેને મૃત્યુ કહેવાય છે. ભગવદ ગીતામાં તમે જોશો, કે મૃત્યુ: સર્વ હરશ ચ અહમ (ભ.ગી. ૧૦.૩૪). કૃષ્ણ કહે છે કે "હું મૃત્યુ છું." અને મૃત્યુનો અર્થ શું છે? મૃત્યુ મતલબ "હું તેની પાસેથી બધુ જ લઈ લઉં છું. સમાપ્ત. હું તેનું શરીર લઈ લઉં છું, હું તેનો સંગ લઈ લઉં છું, હું તેનો દેશ લઈ લઉં છું, હું તેનો સમાજ લઈ લઉં છું, હું તેનું બેન્ક બેલેન્સ લઈ લઉં છું, અને બધુ જ સમાપ્ત." સર્વ હર: સર્વ મતલબ બધુ જ. દરેક વ્યક્તિ મોટું બેન્ક બેલેન્સ અને મોટું ઘર, મોટો પરિવાર, મોટી મોટરગાડી ભેગું કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે... પણ મૃત્યુ સાથે, બધુ જ સમાપ્ત થઈ જશે. તો એ મહાન દુખ છે. ક્યારેક વ્યક્તિ રડે છે. તમે જોશો કે મૃત્યુ સમયે, બેભાન અવસ્થામાં, તેની આંખો, આંસુ બહાર આવી રહ્યા છે. તે વિચારે છે, "મે ઘણી બધી વસ્તુઓ કરી બહુ જ આરામથી રહેવા માટે, અને હવે હું બધુ જ ગુમાવવા જઈ રહ્યો છું." મોટું દુખ. મારે એક મિત્ર છે અલાહાબાદનો. તે ઘણો ધનવાન માણસ હતો. તો તે ચોપ્પન વર્ષનો હતો. અને તે વિનંતી કરતો હતો, રડતો હતો, ડોક્ટર, "ડોક્ટર, તમે મને ઓછામાં ઓછા ચાર વર્ષ આપી શકો જીવવા માટે? મારી પાસે એક યોજના છે. મારે તે પૂરી કરવી છે." ડોક્ટર શું કરી શકે? "તે શક્ય નથી, શ્રીમાન, તમારે નીકળવું જ પડશે." પણ આ મૂર્ખ લોકો, તેઓ જાણતા નથી. પણ આપણે સહન કરવું જ પડશે. આપણે સહન કરવું જ પડે. તેની સલાહ અપાઈ છે અહી, કે "કારણકે તમને આ ભૌતિક શરીર મળ્યું છે, તમારે સહન કરવું જ પડે, માતાના ગર્ભમાં રહેવું." પછી બહાર આવવું. પછી હું બોલી શકતો નથી. ધારોકે હું એક નાનો બાળક છું, અને કોઈ જંતુ મને કરડી રહ્યું છે. હું કહી નથી શકતો "માતા" - કારણકે તે સમયે હું બોલી નથી શકતો - "મારી પીઠ પર કશું કરડી રહ્યું છે." હું રડું છું, અને માતા વિચારે છે કે "બાળક ભૂખ્યું છે. તેને દૂધ આપો." (હાસ્ય) જરા જુઓ આ કેટલું... મારે કઈક જોઈએ છે, અને મને બીજું કશું આપવામાં આવે છે. તે હકીકત છે. શા માટે બાળક રડી રહ્યું છે? તે બેચેની અનુભવી રહ્યું છે. પછી, આ રીતે, હું મોટો થાઉં છું. પછી મારે શાળાએ નથી જવું. મને શાળાએ જવા માટે મજબૂર કરવામાં આવે છે. હા. ઓછામાં ઓછું, હું તો એવો જ હતો. (હાસ્ય) મારે ક્યારેય શાળાએ ન હતું જવું. અને મારા પિતા બહુ જ દયાળુ હતા. "તો ઠીક છે. શા માટે તારે શાળાએ નથી જવું?" હું કહેતો, "હું કાલે જઈશ." "ઠીક છે." પણ મારી માતા બહુ કાળજી રાખતી હતી. કદાચ જો મારી માતા થોડી કડક ના બની હોત, મને કોઈ શિક્ષણ ના મળ્યું હોત. મારા પિતા થોડા દયાળુ હતા. તો મારી માતાએ મને બળપૂર્વક મોકલ્યો. એક વ્યક્તિ મને શાળાએ લઈ જતો. વાસ્તવમાં, બાળકોને શાળાએ જવું નથી હોતું. તેમને રમવું હોય છે. બાળકોની ઈચ્છા વિરુદ્ધમાં, તેણે શાળાએ જવું પડે છે. પછી ફક્ત શાળાએ જવું જ નહીં, પરીક્ષા પણ આવે છે.