GU/Prabhupada 0491 - મારી ઈચ્છાની વિરુદ્ધ ઘણા બધા દુખો છે



Lecture on BG 2.14 -- Germany, June 21, 1974

તો તમે જીવનનો અભ્યાસ કરો. આ શરીરની શરૂઆતથી, માતાના ગર્ભમાથી, તે ફક્ત કષ્ટદાયી છે. મારી ઈચ્છાની વિરુદ્ધ ઘણા બધા દુખો છે, ઘણા બધા દુખો છે. પછી જેવા તમે મોટા થાઓ છો, દુખો વધે છે, વધે છે. દુખો ઘટતા નથી. પછી જન્મ, પછી વૃદ્ધાવસ્થા, પછી રોગ. જ્યાં સુધી તમને આ શરીર છે... કહેવાતા વૈજ્ઞાનિકો, તેઓ ઘણી અસરકારક દવા બનાવી રહ્યા છે, શોધ, નવી શોધ. જેમ કે..., શું કહેવાય છે? સ્ટ્રેપ્ટોમાયસીન? ઘણી બધી વસ્તુઓ. પણ તેઓ રોગને બંધ ના કરી શકે. તે શક્ય નથી, શ્રીમાન. તમે ઘણી બધી ઉચ્ચ-વર્ગની દવાઓ બનાવી શકો રોગને મટાડવા. તે મટાડશે નહીં. કામચલાઉ રાહત. પણ કોઈ વૈજ્ઞાનિકે કોઈ દવાની શોધ નથી કરી કે "તમે આ દવા લો અને હવે કોઈ રોગ નહીં." તે શક્ય નથી. "તમે આ દવા લો, હવે મૃત્યુ નહીં." તે શક્ય નથી. તેથી જે લોકો બુદ્ધિશાળી છે, તે સારી રીતે જાણે છે, કે આ સ્થળ છે દુખાલયમ અશાશ્વતમ (ભ.ગી. ૮.૧૫). તે ભગવદ ગીતામાં વર્ણિત છે. તે દુખોનું સ્થળ છે. તો જ્યાં સુધી તમે અહી રહો... પણ આપણે એટલા મૂર્ખ છીએ, આપણે સમજતા નથી. આપણે સ્વીકારીએ છીએ, "આ જીવન બહુ જ સુખદાયી છે. મને તેનો આનંદ કરવા દો." તે જરા પણ સુખદાયી નથી, ઋતુના બદલાવ, હમેશા. આ દુખ કે તે દુખ, આ રોગ કે તે રોગ. આ પરેશાની, આ ચિંતા. ત્રણ પ્રકારના દુખો હોય છે: આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવીક. આધ્યાત્મિક મતલબ આ શરીર અને મનનું દુખ. અને આધિદૈવીક મતલબ ભૌતિક પ્રકૃતિ દ્વારા આપવામાં આવતું દુખ. પ્રકૃતિ. એકાએક ભૂકંપ આવે છે. એકાએક દુકાળ હોય છે, ખોરાકની અછત હોય છે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ખૂબ જ ગરમી, ખૂબ જ ઠંડી. આપણે આ દુખોથી પસાર થવું પડે, ત્રિતાપ. ઓછામાં ઓછા, બે તો હોય જ છે. છતાં, આપણે સમજતા નથી કે "આ સ્થળ દુખોથી ભરેલું છે, કારણકે મને આ ભૌતિક શરીર છે."

તેથી એક ડાહ્યા માણસનું કર્તવ્ય છે કે કેવી રીતે આ ભૌતિક શરીર સ્વીકારવાની ક્રિયા બંધ કરવી. આ બુદ્ધિ છે. તેણે જાણવું જોઈએ કે "હું હમેશા દુખમાં છું, અને હું આ શરીર નથી, પણ મને આ શરીરમાં મૂકવામાં આવ્યો છે. તેથી સાચો નિષ્કર્ષ છે કે હું આ શરીર નથી. જો, એક યા બીજી રીતે, હું આ શરીર વગર રહી શકું, તો મારા દુખો સમાપ્ત થાય છે. આ સામાન્ય બુદ્ધિ છે. તે શક્ય છે. તેથી કૃષ્ણ અવતરિત થાય છે. તેથી ભગવાન અવતરિત થાય છે, તમને માહિતી આપવા માટે "તમે આ શરીર નથી. તમે આત્મા છો, આધ્યાત્મિક આત્મા. અને કારણકે તમે આ શરીરમાં છો, તમે ઘણા બધા દુખોથી પીડાઈ રહ્યા છો." તેથી કૃષ્ણ સલાહ આપે છે કે "આ દુખો શરીરને કારણે છે." સમજવાનો પ્રયત્ન કરો. શા માટે તમે દુખો અને સુખો અનુભવી રહ્યા છો? તે આ શરીરને કારણે છે.

તેથી બુદ્ધ સિદ્ધાંત પણ તે જ વસ્તુ છે, કે તમે આ શરીરને સમાપ્ત કરો, નિર્વાણ, નિર્વાણ. નિર્વાણ મતલબ... તેમનો સિદ્ધાંત છે કે તમે દુખો અને સુખો અનુભવો છો, તે આ શરીરને કારણે છે. તેઓ પણ સ્વીકાર કરે છે.