GU/Prabhupada 0492 - બુદ્ધ સિદ્ધાંત છે કે તમે આ શરીરને છૂટું કરી દો, નિર્વાણ



Lecture on BG 2.14 -- Germany, June 21, 1974

હવે આ શરીર શું છે? આ શરીર પદાર્થનું સંયોજન છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, મન, બુદ્ધિ, અહંકારનું સંયોજન - આઠ ભૌતિક તત્વો, પાંચ સ્થૂળ અને ત્રણ સૂક્ષ્મ. આ શરીર તેનું બનેલું છે. તો બુદ્ધ સિદ્ધાંત છે કે તમે આ શરીરને ઉખેડી કાઢો, નિર્વાણ. જેમ કે આ ઘર પથ્થર, ઈંટ અને લાકડું અને ઘણી બધી વસ્તુઓનું બનેલું છે. તો તમે તેને તોડી નાખો, અને પછી કોઈ પથ્થર અને ઈંટ નથી. તેનું પૃથ્વીમાં વિતરણ થઈ જાય છે. તેને પૃથ્વી પર ફેંકી દો. પછી કોઈ ઘર નથી. તેવી જ રીતે, જો તમે શૂન્ય બનો, કોઈ શરીર નહીં, પછી તમે દુખ અને સુખમાથી મુક્ત છો. આ તેમનું તત્વજ્ઞાન છે, નિર્વાણ તત્વજ્ઞાન, શૂન્યવાદી: "તેને શૂન્ય બનાવો." પણ તે શક્ય નથી. તે શક્ય નથી. તમે કરી ના શકો. કારણકે તમે આધ્યાત્મિક આત્મા છો. તે સમજાવવામાં આવશે. તમે શાશ્વત છો. તમે શૂન્ય ના થઈ શકો. તે સમજાવવામાં આવશે, ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦), કે આપણે આ શરીર છોડી રહ્યા છીએ, પણ તરત જ મારે બીજું શરીર સ્વીકારવું પડે છે, તરત જ. તો પછી ઉખેડી કાઢવાનો પ્રશ્ન જ ક્યાં છે? પ્રકૃતિની રીતે, તમને બીજું શરીર મળશે. કારણકે તમારે આનંદ કરવો છે, તમે આ ભૌતિક જગતમાં અહી આવ્યા છો. પૂછવાનો કોઈ પ્રશ્ન જ નથી. દરેક વ્યક્તિને ખબર છે કે "હું આ ભૌતિક જગતમાં છું. મારે પૂર્ણ પણે આનંદ કરવો જ જોઈએ." જે વ્યક્તિ તે હકીકતથી અજાણ છે કે "હું બીજું જીવન સ્વીકારવાનો છું," તે વિચારે છે, " આ પદાર્થનું સંયોજન - પૃથ્વી, પાણી, હવા, અગ્નિ. તો જ્યારે તે તૂટી જશે, તો બધુ જ સમાપ્ત થઈ જશે. તો જ્યાં સુધી મને અવસર છે, મને ચરમસીમા સુધી આનદ કરી લેવા દો." આને ભૌતિક માનસિકતા કહેવાય છે, નાસ્તિક, નાસ્તિક, જે જાણતો નથી કે આપણે શાશ્વત આત્મા છીએ, આપણે ફક્ત શરીર બદલીએ છીએ. નાસ્તિક વિચારે છે કે સમાપ્ત કર્યા પછી...

અહી પાશ્ચાત્ય દેશમાં, મોટા, મોટા પ્રોફેસર, તેઓ તે જ ધારણા હેઠળ છે, કે જ્યારે આ શરીર સમાપ્ત થઈ જશે, બધુ સમાપ્ત થઈ જશે. ના. તેવું નથી. તેથી તે શિક્ષાની શરૂઆત છે. દેહીનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા (ભ.ગી. ૨.૧૩). તમે વિભિન્ન શરીરો બદલો છો. શરીરને સમાપ્ત કરવાથી, તમે સમાપ્ત નથી થતાં.