GU/Prabhupada 0497 - દરેક વ્યક્તિ પ્રયત્ન કરી રહ્યું છે કે તેને મૃત્યુ ના આવેLecture on BG 2.15 -- Hyderabad, November 21, 1972

અહી, આ ભૌતિક જગતમાં, આપણે 'મૃતત્વ'માં મૂકવામાં આવ્યા છીએ, જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગને આધીન. પણ અહી બીજી સ્થિતિ છે જ્યાં કોઈ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ નથી. તો કઈ સ્થિતિ આપણે ગ્રહણ કરવી જોઈએ - જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ, અથવા કોઈ જન્મ નહીં, કોઈ મૃત્યુ નહીં, કોઈ વૃદ્ધાવસ્થા નહીં, કોઈ રોગ નહીં? આપણે કઈ લેવી જોઈએ? હમ્મ? મને લાગે છે કે આપણે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા, અને રોગ વગરની સ્થિતિ ગ્રહણ કરવી જોઈએ. તો તેને અમૃતત્વ કહેવાય છે. સો અમૃતત્વાય કલ્પતે (ભ.ગી. ૨.૧૫). અમૃત... જેમ આપણે, આપણી મૂળ, બંધારણીય સ્થિતિમાં, આપણે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગને આધીન નથી. જેમ કે કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ (બ્ર.સં. ૫.૧) છે, શાશ્વત, આનંદમય, જ્ઞાનથી પૂર્ણ, તેવી જ રીતે આપણે, કૃષ્ણના અંશ હોવાને કારણે, આપણે પણ તે જ ગુણના છીએ. આપણે આ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગની અવસ્થાનો સ્વીકાર કર્યો છે, આપણા આ ભૌતિક જગતના સંગને કારણે. હવે, દરેક વ્યક્તિ પ્રયત્ન કરી રહ્યું છે કે તેને મૃત્યુ ના આવે, દરેક વ્યક્તિ પ્રયત્ન કરી રહ્યું છે કે તે વૃદ્ધ ના બને, દરેક વ્યક્તિ પ્રયત્ન કરી રહ્યું છે કે તેનું મૃત્યુ ન થાય. આ સ્વાભાવિક છે. કારણકે, સ્વભાવથી, આપણે આ વસ્તુઓને આધીન નથી, તેથી આપણો પ્રયાસ, આપણું કાર્ય, છે સંઘર્ષ કરવો, કે રીતે મૃત્યુ, જન્મ અમે રોગ - વિહોણા બનવું. તે અસ્તિત્વનો સંઘર્ષ છે.

તો અહી, ભગવદ ગીતા, તમને એક સુંદર સૂત્ર આપે છે. યમ હી ન વ્યથયંતી એતે પુરુષમ પુરુષર્ષભ (ભ.ગી. ૨.૧૫). આ આત્માનું સ્થાનાંતર, જે વ્યક્તિ આનાથી વિચલિત નથી થતો, ધીરસ તત્ર ન મુહ્યતી (ભ.ગી. ૨.૧૩), જે વ્યક્તિ સમજે છે... ધારોકે મારા પિતા મૃત્યુ પામે છે, જો મને સ્પષ્ટ સમજણ હોય કે "મારા પિતા મૃત્યુ નથી પામ્યા. તેમણે શરીર બદલ્યું છે. તેમણે બીજું શરીર સ્વીકાર્યું છે." તે હકીકત છે. જેમ કે આપણી ઊંઘની અવસ્થામાં, સ્વપ્નની અવસ્થામાં, મારૂ શરીર પલંગ પર પડ્યું છે, પણ સ્વપ્નમાં હું બીજા શરીરનું નિર્માણ કરું છું અને જાઉં છું, કહો કે, હજાર માઈલ દૂર એક બીજા સ્થળે. જેમ તમને રોજનો અનુભવ છે, તેવી જ રીતે, સ્થૂળ શરીર રોકાય છે, પણ હું, આત્મા તરીકે, રોકાતો નથી. હું કામ ચાલુ રાખું છું. મારૂ મન મને લઈ જાય છે. મારૂ મન સક્રિય છે, મારી બુદ્ધિ સક્રિય છે. લોકો જાણતા નથી કે બીજું સૂક્ષ્મ શરીર હોય છે જે મન, બુદ્ધિ અને અહંકારનું બનેલું છે. તે મને બીજા સ્થૂળ શરીરમાં લઈ જાય છે. તેને આત્માનું સ્થાનાંતર કહેવાય છે.

તેથી જે વ્યક્તિ જાણે છે કે આત્મા શાશ્વત છે, મૃત્યુ અને જન્મ વિહોણું, હમેશા નવું, નિત્ય: શાશ્વતો અયમ પુરાણ: (ભ.ગી. ૨.૨૦). નિત્ય: શાશ્વત: અયમ પુરાણ: પુરાણ મતલબ બહુ જ જૂનું. આપણે જાણતા નથી આપણે કેટલા જૂના છીએ, કારણકે આપણે એક શરીરમાથી બીજા શરીરમાં સ્થાનાંતરિત થઈ રહ્યા છીએ. આપણે તે પણ નથી જાણતા કે આપણે ક્યાંથી શરૂ કર્યું. તેથી, વાસ્તવમાં આપણે ઘણા જૂના છીએ, પણ, તે જ સમયે, નિત્ય: શાશ્વતો અયમ પુરાણ: જોકે બહુ જૂના... જેમ કે કૃષ્ણ આદિ પુરુષ છે, મૂળ વ્યક્તિ. છતાં, તમે કૃષ્ણને હમેશા એક યુવક તરીકે જોશો, સોળ થી વીસ વર્ષની ઉમ્મર. તમે કૃષ્ણના ચિત્રમાં ક્યારેય તેમને વૃદ્ધ તરીકે નહીં જુઓ. નવયૌવન. કૃષ્ણ હમેશા નવયૌવન હોય છે. અદ્વૈતમ અચ્યુતમ અનાદિમ અનંત રુપમ આદ્યમ પુરાણ પુરુષમ નવયૌવનમ (બ્ર.સં. ૫.૩૩). આદ્યમ, મૂળ વ્યક્તિ, અને સૌથી જૂના; તે જ સમયે, તે હમેશા યુવાનીમાં હોય છે. આદ્યમ પુરાણ પુરુષમ નવયૌવનમ. તો જે પણ વ્યક્તિ જાણે છે, કેવી રીતે આત્મા એક શરીરમાથી બીજા શરીરમાં સ્થાનાંતર કરે છે, ધીરસ તત્ર ન મુહ્યતી, જે લોકો ડાહ્યા છે, શિક્ષિત, તે વિચલિત નથી થતાં.

કૃષ્ણનો ઉદેશ્ય, અર્જુનને આ બધી વસ્તુઓ શીખવાડવાનો... કારણકે તે બહુ જ વિચલિત છે કેવી રીતે તે તેના બધા પરિવારજનોને, ભાઈઓને, મારીને જીવશે. તો કૃષ્ણે તે ઈશારો કરવો હતો કે "તારા ભાઈઓ, તારા દાદા, તેઓ મરશે નહીં. તેઓ ફક્ત શરીર બદલશે. વાસાંસી જીર્ણાની યથા વિહાય (ભ.ગી. ૨.૨૨). જેમ આપણે આપણું વસ્ત્ર બદલીએ છીએ, તેવી જ રીતે આપણે આપણા શરીરો પણ બદલીએ છીએ. પસ્તાવાનું કોઈ કારણ નથી." બીજી જગ્યાએ, ભગવદ ગીતામાં, તેથી, તે કહ્યું છે, બ્રહ્મ ભૂત (ભ.ગી. ૧૮.૫૪). "જે વ્યક્તિ બ્રહ્મને સમજ્યો છે," પ્રસન્નાત્મા, "તે હમેશા આનંદિત છે. તે આ ભૌતિક અવસ્થાઓથી વિચલિત નથી થતો." તે અહી કહ્યું છે, યમ હી ન વ્યંથયંતી એતે. આ અલગ બદલાવો, પ્રકૃતિના અલગ અલગ ફેરફારો, શરીર, અને બધુ, વ્યક્તિએ આ બધી વસ્તુઓથી વિચલિત ના થવું જોઈએ. આ બાહ્ય છે. આપણે આત્મા છીએ. તે બાહ્ય શરીર છે, અથવા બાહ્ય વસ્ત્ર. તે બદલાઈ રહ્યું છે. તો જો આપણે સરસ રીતે સમજીએ, ન વ્યથયંતી, અને તમે આ આ બદલાવોથી વિચલિત નથી, તો સ: અમૃતત્વાય કલ્પતે, તો તે પ્રગતિ કરી રહ્યો છે, આધ્યાત્મિક પ્રગતિ. તેનો મતલબ, આધ્યાત્મિક પ્રગતિ મતલબ, તે શાશ્વત જીવન તરફ પ્રગતિ કરી રહ્યો છે. આધ્યાત્મિક જીવન મતલબ શાશ્વત, જ્ઞાનથી પૂર્ણ આનંદમય જીવન. તે આધ્યાત્મિક જીવન છે.