GU/Prabhupada 0498 - જેવુ હું આ શરીર છોડી દઇશ, મારા બધા ગગનચુંબી મકાન, વેપાર - સમાપ્ત



Lecture on BG 2.15 -- Hyderabad, November 21, 1972

તો અહી ભલામણ છે. કૃષ્ણ ભાવનામૃત બનવાનો પ્રયત્ન કરો. અને પછી તમે ભૌતિક જગતના આ બધા બાહ્ય, ક્ષણિક પરિવર્તનોથી વિચલિત નહીં થાઓ. ફક્ત આ શરીરના જ નહીં, વ્યાવહારિક રીતે જે વ્યક્તિ આધ્યાત્મિક જીવનમાં ઉન્નત છે, તે કહેવાતા રાજનીતિની ઊથલપાથલો અને સામાજિક વિચલનોથી પણ ચલિત નથી થતો. ના. તે જાણે છે કે આ બધા ફક્ત બાહ્ય છે, જેમ કે એક સ્વપ્ન. તે પણ એક સ્વપ્ન છે. આપણું વર્તમાન અસ્તિત્વ, તે પણ એક સ્વપ્ન છે. બિલકુલ તે જ રીતે કે જેમ આપણે રાત્રે સ્વપ્ન જોઈએ છીએ. સ્વપ્નમાં, આપણે કેટલી બધી વસ્તુઓની રચના કરીએ છીએ. તો આ ભૌતિક જગત પણ એક સ્થૂળ સ્વપ્ન જેવુ છે. સ્થૂળ સ્વપ્ન. તે સૂક્ષ્મ સ્વપ્ન છે. અને આ સ્થૂળ સ્વપ્ન છે. તે મન, બુદ્ધિ અને અહંકારનું કાર્ય છે, રાત્રે સ્વપ્ન જોવું. અને અહી, પાંચ ભૌતિક તત્વોનું કાર્ય છે: પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ... પણ તે બધા, આ આઠ, તે ફક્ત ભૌતિક છે. તો આપણે વિચારીએ છીએ કે |હવે મે એક બહુ જ સરસ ઘર બાવયુ છે, ગગનચુંબી મકાન." તે સ્વપ્ન સિવાય કશું જ નથી. સ્વપ્ન સિવાય કશું જ નહીં. સ્વપ્ન આ અર્થમાં, કે જેવુ હું આ શરીર છોડું છું, બધા મારા ગગનચુંબી મકાનો, વેપાર, કારખાના - સમાપ્ત. બિલકુલ સ્વપ્નની જેમ. સ્વપ્ન અમુક મિનિટો માટે હોય છે, અથવા અમુક કલાકો. અને તે અમુક વર્ષો માટે હોય છે. બસ તેટલું જ. તે સ્વપ્ન છે.

તો વ્યક્તિએ આ સ્વપ્નની અવસ્થાથી વિચલિત ના થવું જોઈએ. તે આધ્યાત્મિક જીવન છે. વ્યક્તિએ વિચલિત ના થવું જોઈએ. જેમ કે આપણે વિચલિત નથી થતાં. ધારોકે, સ્વપ્નમાં, મને એક રાજગાદીએ બેસાડવામાં આવે, અને હું એક રાજાની જેમ કામ કરું, અને સ્વપ્ન પૂરું થયા પછી, મને કોઈ શોક નથી. તેવી જ રીતે, સ્વપ્નમાં હું જોઉ છું કે વાઘે મારા પર આક્રમણ કર્યું છે. હું વાસ્તવમાં રડતો હતો, "અહી વાઘ છે! અહી વાઘ છે! મને બચાવો." અને વ્યક્તિ જે મારી પાછળ ઊભો છે કે મારી બાજુમાં, તે કહે છે, "ઓહ, તમે કેમ રડી રહ્યા છો? વાઘ ક્યાં છે?" તો જ્યારે તે ભાનમાં આવે છે, તે જુએ છે કે કોઈ વાઘ નથી. તો બધુ તેવું જ છે. પણ આ સ્વપ્ન, આ સ્થૂળ અને સૂક્ષ્મ સ્વપ્નો, ફક્ત પ્રતિબિંબ છે. જેમ કે સ્વપ્ન શું છે? આખો દિવસ, હું જે વિચારું છું, સ્વપ્ન એક પ્રતિબિંબ છે, પ્રતિબિંબ. મારા પિતા કપડાંનો વેપાર કરતાં હતા. તેઓ ક્યારેક તેઓ, સ્વપ્નમાં ભાવ કહેતા હતા: "આ ભાવ છે." તો તેવી જ રીતે તે બધુ સ્વપ્ન છે. આ ભૌતિક અસ્તિત્વ, આ પાંચ સ્થૂળ તત્ત્વો અને ત્રણ સૂક્ષ્મ તત્ત્વોનું બનેલું, તે બિલકુલ સ્વપ્ન જેવુ છે. સ્મર નિત્યમ અનિયતામ. તેથી ચાણક્ય પંડિત કહે છે, સ્મર નિત્યમ અનિયતામ. આ અનિત્ય, કામચલાઉ... સ્વપ્ન હમેશા કામચલાઉ હોય છે.

તો આપણે જાણવું જ જોઈએ કે જે પણ આપણે ધરાવીએ છીએ, જે પણ આપણે જોઈએ છીએ, તે બધુ સ્વપ્ન છે, કામચલાઉ. તેથી આપણે આ ભૌતિક વસ્તુઓમાં લીન ના થવું જોઈએ, કહેવાતો સમાજવાદ, રાષ્ટ્રવાદ, પરિવારવાદ અથવા આ-વાદ, તે-વાદ, અને કૃષ્ણ ભાવનામૃતની કેળવણી કર્યા વગર, આપણા સમયનો બગાડ, તો તેને કહેવાય છે શ્રમ એવ હી કેવલમ (શ્રી.ભા. ૧.૨.૮), ફક્ત સમયનો બગાડ, બીજું શરીર રચવું. આપણું કાર્ય છે કે આપણે જાણવું જોઈએ કે "હું આ સ્વપ્ન નથી. હું હકીકત છું, આધ્યાત્મિક હકીકત. તો મારે અલગ કાર્ય છે." તેને આધ્યાત્મિક જીવન કહેવાય છે. તે છે આધ્યાત્મિક જીવન, જ્યારે આપણે સમજીએ કે "હું બ્રહ્મ છું. હું આ પદાર્થ નથી." બ્રહ્મ ભૂત: પ્રસન્નાત્મા (ભ.ગી. ૧૮.૫૪). ત્યારે આપણે આનંદિત બનીશું. કારણકે આપણે ભૌતિક સ્વરૂપોના ફેરફારોથી પીડિત છીએ, અને આપણે દુખી અને સુખી થઈએ છીએ, આ બાહ્ય કાર્યોથી પીડિત થઈને, પણ જ્યારે આપણે સાચી રીતે સમજીએ છીએ કે "મને આ વસ્તુઓ સાથે લેવા દેવા નથી," ત્યારે આપણે આનંદિત બનીએ છીએ. "ઓહ, મારે કોઈ જવાબદારી નથી. કોઈ પણ નહીં, મારે આ વસ્તુઓ સાથે કોઈ લેવા દેવા નથી."