GU/Prabhupada 0499 - વૈષ્ણવ બહુ જ દયાળુ હોય છે, કારણકે તે બીજા માટે લાગણી અનુભવે છે



Lecture on BG 2.15 -- Hyderabad, November 21, 1972

બ્રહ્મ ભૂત: પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતિ (ભ.ગી. ૧૮.૫૪). તે સમયે, તમે અનુભવી શકો કે દરેક જીવ બિલકુલ તમારા જેવો છે. તેનો ફરક નથી પડતો કે તે એક શિક્ષિત બ્રાહ્મણ છે, કે તે એક કૂતરો છે, કે પછી તે એક ચાંડાલ છે, કે તે એક હાથી છે.

વિદ્યા વિનય સંપન્ને
બ્રાહ્મણે ગાવી હસ્તિની
શુની ચૈવ શ્વપાકે ચ
પંડિતા: સમ દર્શિન:
(ભ.ગી. ૫.૧૮)

તેની જરૂર છે. તે આધ્યાત્મિક દ્રષ્ટિ છે. પંડિતા: સમ દર્શિન: તેથી એક ભક્ત પ્રથમ વર્ગનો પંડિત છે. એક ભક્ત. કારણકે તે સમ દર્શિન: છે. સમ દર્શિન: મતલબ તે બીજાઓ માટે લાગણી કરે છે. એક વૈષ્ણવ... પર દુખ દુખી, કૃપામ્બુધીર ય: વૈષ્ણવ બહુ જ દયાળુ હ્રદયનો હોય છે, કૃપાળુ, કારણકે તે બીજાઓ માટે અનુભવે છે. તે બીજાઓ માટે અનુભવે છે આ અર્થમાં કે તે જાણે છે કે તે કોણ છે. તે દરેક જીવને ભગવાનના અંશ તરીકે જુએ છે: "હવે, અહી એક ભગવાનનો અંશ છે. તે ભગવદ ધામ જઈ શક્યો હોત, અને ભગવાન સાથે નૃત્ય કરી શક્યો હોત, બહુ સરસ રીતે, શાશ્વત રીતે, આનંદથી રહી શક્યો હોત. અત્યારે તે અહી એક કુતરા, એક મનુષ્ય, અથવા એક રાજા તરીકે સડી રહ્યો છે. તે જ વસ્તુ. તે ફક્ત અમુક વર્ષો માટે જ છે." તો એક ભક્ત તેથી તેને આ ભ્રમમાથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. તેથી, તેને કહેવાય છે પર દુખ દુખી. તે વાસ્તવમાં બીજાની દુખી અવસ્થા અનુભવે છે. આ રાજનેતાઓ અથવા સમાજવાદીઓ નહીં... તેઓ શું કરી શકે? તેઓ તેમનું પોતાનું ભવિષ્ય બનાવે છે. બસ તેટલું જ. અથવા તે ભવિષ્ય શું છે. તે પણ દુર્ભાગ્ય છે. જો કોઈ વ્યક્તિ વિચારે છે કે "મારી પાસે અમુક ધન છે. હું બહુ ભાગ્યશાળી છું." વાસ્તવમાં, તે સદભાગ્ય નથી. વાસ્તવિક સદભાગ્ય છે જે વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં ઉન્નત છે. તે ભાગ્યશાળી છે. નહિતો, બધા દુર્ભાગ્યશાળી છે. બધા દુર્ભાગ્યશાળી છે.

તો આ રીતે, વ્યક્તિ આધ્યાત્મિક સમજણ પર આવવું જોઈએ. અને લક્ષણ છે કે તે ભૌતિક ઉથલપાથલથી વિચલિત નથી થતો. યમ હી ન વ્યથયંતી એતે પુરુષમ પુરુષર્ષભ, સમ દુખ સુખમ (ભ.ગી. ૨.૧૫). લક્ષણ છે સમ દુખ... કારણકે તે જાણે છે કે તે સ્વપ્ન જોઈ રહ્યો છે. ધારો કે તમે સ્વપ્ન જોઈ રહ્યા છો. તો ક્યાં તો તમે એક વાઘની હાજરીમાં પીડાશો, અથવા તમે સ્વપ્નમાં એક રાજા બનશો, તેનું મૂલ્ય શું છે? તે એક જ વસ્તુ છે. તેમાં કોઈ ફરક નથી. છેવટે, તે સ્વપ્ન છે. તેથી સમ સુખ દુખ. જો હું બહુ ખુશ થાઉં કે હું રાજા અથવા એક મોટો માણસ બની ગયો છું, તે પણ સ્વપ્ન જ છે. અને જો હું વિચારું કે "હું બહુ ગરીબ છું, ઓહ, હું પીડાઈ રહ્યો છું, હું રોગી છું," તે પણ તે જ વસ્તુ છે. તેથી કૃષ્ણે પાછલા શ્લોકમાં કહ્યું છે: તાંસ તીતીક્ષસ્વ ભારત (ભ.ગી. ૨.૧૪). "ફક્ત થોડો સહન કરવાનો અભ્યાસ. તમારું કાર્ય કરો, કૃષ્ણ ભાવનામૃત." યુધ્યસ્વ મામ અનુસ્મર (ભ.ગી. ૮.૭). આપણું વાસ્તવિક કાર્ય છે, જેમ કૃષ્ણ કહે છે, મન્મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫). "હમેશા મારા વિશે વિચાર." તો આ અભ્યાસ ચાલતો રહેવો જોઈએ. તેનો કોઈ ફરક નથી પડતો હું કહેવાતો દુખી અથવા સુખી છું. અહી... ચૈતન્ય ચરિતામૃતમાં તે કહ્યું છે, 'દ્વૈતે' ભદ્રાભદ્ર જ્ઞાન સબ 'મનોધર્મ', 'એઈ ભાલ એઈ મંદ' એઈ સબ 'ભ્રમ'. દ્વૈતે, આ દ્વંદ્વ, આ દ્વંદ્વની દુનિયામાં, અહી, આ ભૌતિક જગતમાં, "આ વસ્તુ બહુ સારી છે, આ વસ્તુ બહુ ખરાબ છે," તે ફક્ત માનસિક તર્ક છે. બધી જ વસ્તુ ખરાબ છે. કોઈ વસ્તુ સારી નથી. તો આ આપણી માનસિક રચના જ છે. "આ સારું છે, આ ખરાબ છે." આપણે તે કરી રહ્યા છીએ. જેમ કે રાજનીતિના ક્ષેત્રમાં. "આ દળ સારું છે. આ દળ ખરાબ છે." પણ કોઈ પણ દળ સત્તામાં આવશે, તમારી સ્થિતિ તે જ છે. ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે. તે ઘટી નથી રહ્યા, ભલે તમે આ દળને બદલો કે તે દળને. આ આ બધી માનસિક કલ્પનાઓ છે.