GU/Prabhupada 0510 - આધુનિક સમાજ, તેમની પાસે કોઈ આત્માનું જ્ઞાન નથી



Lecture on BG 2.25 -- London, August 28, 1973

પ્રદ્યુમ્ન: "તેવું કહેવામા આવ્યું છે કે આત્મા અદ્રશ્ય છે, સમજથી પરે, અચળ, અને અપરિવર્તનીય. આ જાણીને, તારે શરીર માટે શોક ના કરવો જોઈએ."

પ્રભુપાદ:

અવ્યક્તો અયમ અચિંત્યો અયમ
અવિકાર્યો અયમ ઉચ્યતે
તસ્માદ એવમ વિદિત્વૈનામ
નાનુશોચિતમ અરહસિ
(ભ.ગી. ૨.૨૫)

તો કૃષ્ણ સૌ પ્રથમ અર્જુન ને શિક્ષા આપવાની શરૂઆત કરે છે, અશોચ્યાન અન્વશોચસ ત્વમ પ્રજ્ઞા વાદાંશ ચ ભાષસે (ભ.ગી. ૨.૧૧). "તું એક વિદ્વાનની જેમ વાત કરી રહ્યો છે, પણ તું શરીર પર શોક કરી રહ્યો છે, તે સહેજ પણ મહત્વપૂર્ણ નથી." નાનુશોચન્તિ. અહી પણ તે જ વસ્તુ. તસ્માદ એવમ વિદિત્વૈનામ, આ શરીર, ન અનુશોચિતમ અરહસિ. આ શરીર પ્રત્યે બહુ વધારે ગંભીર ના થા. આત્મા મૂળ વસ્તુ છે જેની ગણના થવી જોઈએ. પણ આધુનિક સમાજ, તેઓ ફક્ત આ શરીરને જ ગણકારે છે. એકદમ વિપરીત. કૃષ્ણ કહે છે: કારણકે આત્મા અમર છે, તેથી તસ્માદ એવમ વિદિત્વા, આ સિદ્ધાંત સમજીને, એનમ, આ શરીર, ન અનુશોચિતમ અરહસિ. મૂળ તત્વ આત્મા છે. તારે આત્માની કાળજી રાખવી જોઈએ, શરીરની નહીં. જ્યાં સુધી શરીરનો પ્રશ્ન છે, તેના સુખ અને દુખ ઋતુઓના બદલાવ સમાન છે. આગમાપાયીન: અનિત્યા:, આ શારીરિક દુખ અને સુખ આવે છે અને જાય છે, તેઓ સ્થાયી નથી. તાંસ તિતિક્ષસ્વ ભારત. તો તમારે આ શારીરિક દુખ અને સુખને સહન કેવી રીતે કરવા તે શિખવું પડશે, પણ તમારે આત્માની પણ કાળજી રાખવી પડશે. પણ આધુનિક સમાજ, તેઓને આત્માનું કોઈ જ્ઞાન નથી, તો તેની કાળજીની તો વાત જ શું કરવી, અને, પ્રાણીઓની જેમ, તેઓ જીવનના શારીરિક અભિગમ પર છે, શરીરનો બહુ ખ્યાલ રાખતા, પણ તેઓને આત્મા વિષે કોઈ માહિતી નથી, અને તેની કાળજીની તો વાત જ શું કરવી.

તે આધુનિક સભ્યતાની શોકજનક સ્થિતિ છે. પાશવી સંસ્કૃતિ. પશુઓ ફક્ત શરીરની કાળજી રાખે છે, કોઈ આત્મા વિષે માહિતી નથી. તો આ સંસ્કૃતિ પ્રાણીઓની સંસ્કૃતિ છે, મુઢા. મુઢા મતલબ પ્રાણીઓ, ગધેડાઓ. હવે જો હું સામાન્ય લોકોને કહું, તેઓ આપણા પર ગુસ્સે થઈ જશે, પણ વાસ્તવિક સ્થિતિ આ જ છે. યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિધાતુકે (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩). મે ઘણી વાર આ શ્લોક સમજાવેલો છે. યસ્ય આત્મબુદ્ધિઃ આત્મ મતલબ સ્વયમ; બુદ્ધિ, શરીરને સ્વયમ માની લીધું છે. યસ્યાત્મ બુદ્ધિ: પણ આ શરીર શું છે? શરીર બીજું કઈ નથી પણ ત્રિધાતુનો કોથળો છે, કફ, પિત્ત, વાયુ, અને તેની આડપેદાશો. કફ, પિત્ત અને વાયુ આ ત્રણ વસ્તુઓની અંદરોઅંદરની પ્રક્રિયાથી... જેમ કે આ ભૌતિક જગત, તે ઘર છે. તે શેનું ઘર છે? તેજો વારી મૃદમ વિનિમય: જે કઈ પણ આ ભૌતિક જગતમાં છે, તે શું છે? તેજો વારી મૃદમ વિનિમય: તે અગ્નિ, પાણી અને પૃથ્વીનો વ્યવહાર છે. તેઓ વારી મૃદમ વિનિમય: વ્યવહાર. તમે પૃથ્વી લો, તમે પાણી લો, તેનું મિશ્રણ કરો, અને તેને અગ્નિમાં મૂકો, તે ઈંટ બને છે, પછી તેનો ભૂકો કરો, તે સીમેંટ બને છે, પછી ફરીથી તેને સંયોજિત કરો, તે મોટી ગગનચુંબી ઈમારત બને છે. તો જેમ આ ભૌતિક જગત, કઈ પણ તમે લો, તે ફક્ત એક મિશ્રણ છે આ ત્રણ પદાર્થોનું, અને વાયુ અને આકાશ સુકવવા માટે. વાયુ સુકવવા માટે જરૂરી છે. તો પાંચ ઘટકોનું મિશ્રણ. તેવી જ રીતે, આ શરીર પણ પાંચ ઘટકોનું મિશ્રણ છે. તેમાં કોઈ અંતર નથી. પણ કારણકે મોટી ગગનચુંબી ઈમારતમાં આત્મા નથી, તે એક જગ્યાએ ઊભી રહે છે, પણ શરીર પાસે આત્મા છે, તેથી તે હરે ફરે છે. તે અંતર છે. આત્મા મહત્વપૂર્ણ વસ્તુ છે. પણ તેઓ નથી જાણતા. જેમ કે આપણે વિમાનનું નિર્માણ કર્યું છે અને કોઈ આત્મા નથી, પણ બીજો આત્મા મતલબ વિમાનચાલક. તે તેનું ધ્યાન રાખે છે. તે ચલાવે છે. તેથી, તે ચાલી રહ્યું છે. તો આત્મા વગર, કોઈ હલન ચલન ના થાય. ક્યાં તો તે વસ્તુમાં આત્મા હોવો જોઈએ અથવા કોઈ બીજા આત્માએ તેનું ધ્યાન રાખવું પડે. પછી તેનું હલન ચલન થાય છે. તેથી, આત્મા મહત્વપૂર્ણ છે, આ ભૌતિક શરીર નહીં.