GU/Prabhupada 0511 - સાચી ભૂખ આત્માની છે. આત્માને આધ્યાત્મિક ખોરાક નથી મળી રહ્યો
Lecture on BG 2.25 -- London, August 28, 1973
તો જે પણ વ્યક્તિ આ ભૌતિક શરીરને બહુ મહત્વપૂર્ણ ગણે છે... જેમ કે પેલા દિવસે, અમુક ધૂર્તો આવ્યા હતા. તેઓ આ શરીરને ખવડાવવા બહુ જ આતુર હતા. કે જેઓ ભૂખ્યા છે, ભૂખમરો... જીવનના શારીરિક ખ્યાલનો ભૂખમરો. પણ આધ્યાત્મિક ભૂખ છે. તે આપણે ગણકારતા નથી. ભૌતિક ભૂખમરો હોઈ શકે છે, પણ વાસ્તવિક સમસ્યા તે નથી કારણકે આ ભૌતિક શરીરના પાલન માટે પર્યાપ્ત વ્યવસ્થા છે. વાસ્તવિક ભૂખ આત્માની છે. આત્માને આધ્યાત્મિક ખોરાક નથી મળી રહ્યો. અહી, આ સભા, ભૂખી આત્માને ખોરાક આપવા માટે છે. અને જેવુ તમને આધ્યાત્મિક ખોરાક મળે છે, પછી આપણે સુખી થઈએ છીએ. તે પરિસ્થિતી છે. યયાત્મા સુપ્રસિદતી (શ્રી.ભા. ૧.૨.૬). જ્યાં સુધી તમને આધ્યાત્મિક ભોજન ના મળે ત્યાં સુધી વાસ્તવિક આત્માને સંતોષ ના મળી શકે. તે જ ઉદાહરણ, પાંજરામાં રહેલું પક્ષી. જો તમે ફક્ત પાંજરાને સરસ રીતે સાફ કરશો અને આવરિત કરશો અને રંગ કરશો, અને પાંજરામાં રહેલું પક્ષી રડી રહ્યું છે, ભૂખે મારી રહ્યું છે, આ સમાજ શું છે? તેવી જ રીતે, આપણે આધ્યાત્મિક આત્મા, આપણે આ શરીરની અંદર કેદ છીએ, તો આપણી સ્વાભાવિક ઈચ્છા છે આ કેદમાથી મુક્તિ. તેટલું જ જેટલું પાંજરામાં રહેલું પક્ષી મુક્ત થવા ઈચ્છે છે. તેવી જ રીતે, આપણે પણ, આપણે કેદ થઈને સુખી નથી. ગઈકાલે આપણે શીખ્યું, ભગવદ ગીતામાથી, આત્માની અવસ્થા છે સર્વગત: આત્મા ગમે ત્યાં જઈ શકે છે. તેની પાસે સ્વતંત્રતા છે. જેઓ યોગમાયા શક્તિના બળે આધ્યાત્મિક રીતે ઉન્નત છે, તેઓ પણ ગમે ત્યાં જઈ શકે છે. અનિમા, લઘિમા સિદ્ધિ. હજુ પણ ભારતમાં યોગીઓ છે, વહેલી સવારે, ચાર ધામમાં સ્નાન લે છે: હરદ્વાર, જગન્નાથ પૂરી, રામેશ્વરમ, અને દ્વારકા. હજુ પણ યોગીઓ છે. એક કલાકમાં, તેઓ ચાર ધામમાં સ્નાન લે છે. સર્વગત:, ગતિ. તેઓ એક જગ્યાએ બેસે છે અને, યોગમાયાના બળે, થોડી જ મિનિટોમાં, ઊભા થાય છે અને આ પાણીમાં છલાંગ લગાવે છે. ધારોકે તમે લંડનમાં કૂદકો મારો, થેમ્સ નદીમાં છલાંગ લગાવો, અને જ્યારે તમે બહાર નીકળો તમે કલકત્તાની ગંગા જુઓ છો. યોગમાયા વિધિ એવી છે. સર્વગત:
તો આધ્યાત્મિક આત્માને આટલી સ્વતંત્રતા છે, સર્વગત:, જ્યાં પણ ઈચ્છા થાય ત્યાં તે જઈ શકે છે. પણ અવરોધ છે આ શરીર જે આપણી સ્વતંત્રતા અટકાવે છે. તો જો તમે આ ભૌતિક શરીરથી છૂટકારો મેળવો અને આધ્યાત્મિક શરીર મેળવો... જેમ કે નારદ મુનિ, તેઓ ગમે ત્યાં જઈ શકે છે, તેઓ જાય છે, તેમનું કાર્ય છે ભ્રમણ કરવું. ક્યારેક તેઓ વૈકુંઠલોક જાય છે અથવા ક્યારેક આ ભૌતિક લોકમાં આવે છે. તેમને આધ્યાત્મિક શરીર છે, તેઓ ગમે ત્યાં જવા મુક્ત છે, અવકાશયાત્રી. આ લોકો યંત્રની મદદથી અવકાશયાત્રા કરવાનો પ્રયાસ કરે છે. યંત્રની કોઈ જરૂર નથી. યંત્રારૂઢાની માયયા (ભ.ગી. ૧૮.૬૧). યંત્ર માયાનું બનેલું છે. પણ તમારી પાસે પોતાની શક્તિ છે. તે બહુ જ ગતિશીલ છે. તો તેને અવરોધ છે. તેથી વ્યક્તિએ ખૂબ જ સાવચેત રહેવું જોઈએ, કેવી રીતે આત્માને આ ભૌતિક શરીરમાથી મુક્ત કરવું. તે આપણી પહેલી ચિંતા હોવી જોઈએ. પણ જે લોકો ફક્ત આ શરીર સાથે નિસ્બત ધરાવે છે, તેઓ પ્રાણીઓ કરતાં વધુ નથી, ગાય અને ગધેડા. સ એવ ગોખર: (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩).