GU/Prabhupada 0516 - તમે સ્વતંત્રતાનું જીવન મેળવી શકો છો - આ વાર્તા કે કલ્પના નથી



Lecture on BG 7.1 -- Los Angeles, December 2, 1968

પ્રભુપાદ: ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામિ (બ્ર.સં. ૫.૨૯). ભક્તો: ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામિ. પ્રભુપાદ: તો આપણે પૂર્ણ પુરષોત્તમ ભગવાન, ગોવિંદની પૂજા કરીએ છીએ. તે આપણું કાર્ય છે. ગોવિંદની પૂજા કરવાનું પરિણામ શું છે? જેમ કે લોકો ચંદ્ર ગ્રહ પર જવાનો પ્રયાસ કરી રહ્યા છે, ખૂબ નાનકડો પ્રયાસ. જો તેઓ ચંદ્ર ગ્રહ પર જશે, તો પણ તેમને બહુ લાભ નહીં થાય, કારણકે વૈજ્ઞાનિકો કહે છે કે ચંદ્ર ગ્રહ પર શૂન્યથી ૨૦૦ અંશ નીચે તાપમાન છે. તો આપણે આ ગ્રહ પરની ઠંડી ઋતુ પણ સહન નથી કરી શકતા, તો આપણને ચંદ્ર ગ્રહ પર જવાથી શું લાભ મળશે? અને ચંદ્ર ગ્રહ સૌથી નજીકનો ગ્રહ છે. લાખો બીજા ગ્રહો પણ છે, અને વૈજ્ઞાનિકો કહે છે કે સૌથી ઊચા, સર્વોચ્ચ ગ્રહ પર પહોંચવા માટે, ચાલીસ હજાર વર્ષો લાગશે. અને જઈને આવવા માટે ચાલીસ હજાર વર્ષો સુધી કોણ જીવવાનું છે?

આ વ્યાવહારિક મુશ્કેલીઓ છે, અને તેથી આપણને બદ્ધ જીવો કહેવામા આવે છે. આપણી ગતિવિધિઓ બદ્ધ છે, મુક્ત નહીં. પણ તમે સ્વતંત્રતાનું જીવન મેળવી શકો છો, અસીમિત શક્તિ, અસીમિત સુખ, અસીમિત આનંદનું જીવન. તે શક્યતા છે. તે કોઈ વાર્તા કે કલ્પના નથી. આપણે આ બ્રહ્માણ્ડમાં કેટલા બધા ગ્રહો જોઈએ છીએ. આપણી પાસે ઉડતા વાહનો છે, પણ આપણે સૌથી નજીકના ગ્રહ પર પણ જઈ નથી શકતા. આપણે કેટલા સીમિત છીએ. પણ જો આપણે ગોવિંદની પૂજા કરીએ, તો તે શક્ય છે. તમે ક્યાય પણ જઈ શકો છો. અમે આ વિધાનો અમારી નાનકડી પુસ્તક, અન્ય ગ્રહોની સરળ યાત્રા, માં લખ્યા છે. આ શક્ય છે. એવું ના વિચારો કે આ ગ્રહ જ સર્વસ્વ છે. ઘણા, ઘણા લાખો વધુ સારા ગ્રહો છે. ત્યાં સુખનું સ્તર, આનંદનું સ્તર, આપણે અહિયાં જે ભોગવીએ છીએ તેના કરતાં કેટલાય ગણું વધુ છે. તો આ કેવી રીતે શક્ય છે?

હું ભગવદ ગીતાનો સાતમા અધ્યાય વાંચીશ, જે સ્વયમ ગોવિંદ દ્વારા બોલવામાં આવી છે. ભગવદ ગીતા, સાતમો અધ્યાય. ભગવાન કૃષ્ણ કહે છે,

મયી આસક્ત મના: પાર્થ
યોગમ યુંજન મદાશ્રય
અસંશયમ સમગ્રમ મામ
યથા જ્ઞાસ્યસી તછ્રુણું
(ભ.ગી. ૭.૧)

હવે, અહી યોગમ શબ્દને પણ સમજાવવામાં આવ્યો છે. કયા પ્રકારના યોગની કૃષ્ણ ભલામણ કરે છે? મયી આસક્ત મના: કૃષ્ણ પર મનને હમેશા આસક્ત રાખવું, આ યોગ પદ્ધતિ. આ કૃષ્ણ ભાવનામૃત યોગ પદ્ધતિ છે. વર્તમાન દિવસોમાં, તે લોકો તેમના મનને કેન્દ્રિત કરે છે, કોઈક શૂન્ય, નિરાકાર પર, તેમના પોતાના ખ્યાલ પ્રમાણે. વાસ્તવિક વિધિ છે મનને કોઈક વસ્તુ પર કેન્દ્રિત કરવું. પણ તે કોઈક વસ્તુ, જો આપણે તેને શૂન્ય બનાવીએ, તો તે રીતે મનને કેન્દ્રિત કરવું અત્યંત મુશ્કેલ છે. તે પણ ભગવદ ગીતાના બારમાં અધ્યાયમાં સમજાવેલું છે: ક્લેશો અધિકતરસ તેશામ અવ્યક્તાસક્ત ચેતસામ (ભ.ગી. ૧૨.૫) જે લોકો કોઈક નિરાકાર કે શૂન્ય પર ધ્યાન કરવાનો પ્રયત્ન કરે છે, તેમની મુશ્કેલી પરમ ભગવાન પર ધ્યાન કરવાવાળાઓ કરતાં ઘણી વધુ છે. તે સમજાવેલું છે. શા માટે? અવ્યક્તા હી ગતિર દુખમ દેહવદ્ભીર અવાપ્યતે. આપણે આપણા મનને કોઈ નિરાકાર વસ્તુ પર કેન્દ્રિત કરી ના શકીએ. જો તમે તમારા મિત્ર વિશે વિચારો, તમારા પિતા વિશે, માતા વિશે, અથવા તેના વિશે કે જેને તમે પ્રેમ કરો છો, તમે આવો વિચાર કલાકો સુધી કરી શકો છો. પણ જો તમારી પાસે મનને કેન્દ્રિત કરવાની કોઈ વિષય વસ્તુ નહીં હોય, તો તે બહુ જ મુશ્કેલ છે. પણ લોકોને કોઈક શૂન્ય કે નિરાકાર પર ધ્યાન કરવાનું શીખવવામાં આવે છે.