GU/Prabhupada 0517 - એવું નથી કે કારણકે તમે ધનવાન પરિવારમાં જન્મ્યા છો, તમે રોગોથી મુક્ત થઈ જશોLecture on BG 7.1 -- Los Angeles, December 2, 1968

તો યોગની તે વિધિના જવાબમાં, કૃષ્ણ પ્રત્યક્ષ રીતે અહી કહી રહ્યા છે: મયી આસક્ત મના: જો તમે તમારા મનને કૃષ્ણના રૂપ પર કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરો, અત્યંત સુંદર... તેઓ રાધારાણી અને તેમના પાર્ષદો સાથે આનંદ કરી રહ્યા છે. તો, મયી આસક્ત મના: પાર્થ યોગમ, જો તમે આ યોગનો અભ્યાસ કરો, મદાશ્રય, યુંજન મદાશ્રય... તમારે આ યોગનો અભ્યાસ કરવો પડે, તે જ સમયે, તમારે કૃષ્ણની શરણ પણ લેવી પડે. મદાશ્રય. આશ્રય મતલબ "મારી શરણમાં." આને શરણાગતિ કહેવાય છે. જો તમે એક મિત્ર પાસે મુશ્કેલ અવસ્થામાં જાઓ અને તમે તમારા મિત્રને શરણાગત થાઓ, "મારા વ્હાલા મિત્ર, તું ખૂબ જ મહાન, ખૂબ જ શક્તિશાળી, ખૂબ જ પ્રભાવશાળી છે. હું આ મહાન સંકટમાં છું. હું તને શરણાગત થાઉં છું. તો કૃપા કરીને મને રક્ષા આપ..." તો તમે કૃષ્ણ સાથે તે કરી શકો છો. અહી આ ભૌતિક જગતમાં, જો તમે એક વ્યક્તિને શરણાગત થશો, ગમે તેટલો તે મોટો ના હોય, તે અસ્વીકાર કરી શકે છે. તે કહી શકે છે, "હું તને રક્ષા આપવામાં અસમર્થ છું." તે સ્વાભાવિક જવાબ હોય છે. જો તમે સંકટમાં હોવ અને જો તમે તમારા ઘનિષ્ઠ મિત્ર પાસે જશો, "કૃપા કરીને મને રક્ષા આપ," તે સંકોચ કરશે, કારણકે તેની શક્તિ ખૂબ જ સીમિત છે. સૌ પ્રથમ તે વિચારશે કે "જો હું આ વ્યક્તિ ને રક્ષા આપીશ, તો મારો સ્વાર્થ સંકટમાં તો નહીં મુકાય ને?" તે તેવું વિચારશે, કારણકે તેની શક્તિ સીમિત છે. પણ કૃષ્ણ એટલા સરસ છે કે તેઓ સર્વશક્તિમાન છે, તેઓ એટલા વૈભવશાળી છે... તેઓ ભગવદ ગીતામાં ઘોષણા કરે છે, દરેક વ્યક્તિ, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ: (ભ.ગી. ૧૮.૬૬) "તું બધી વસ્તુને બાજુ પર મૂકી દે. તું ફક્ત મને શરણાગત થઈ જા." અને શું પરિણામ છે? પરિણામ છે અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયીશ્યામિ: "હું તને તારા પાપી જીવનના બધા ફળોમાથી મુક્ત કરી દઇશ."

આ ભૌતિક જગત, આપણા કાર્યો બધા પાપમય કાર્યો છે. ક્રિયા અને પ્રતિક્રિયા છે. તમે જે પણ કરો છો, ક્રિયા અને પ્રતિક્રિયા છે. ભલે સારી પ્રતિક્રિયા પણ હોય, છતાં તે પાપમય છે. છતાં તે પાપમય છે. જેમ કે વેદિક સાહિત્ય અનુસાર, પુણ્ય કર્મો, પુણ્ય કર્મોનું ફળ... જન્મૈશ્વર્ય શ્રુત શ્રીભી: (શ્રી.ભા. ૧.૮.૨૬). ધારોકે તમે આ જીવનમાં કોઈ પાપ નથી કરતાં, તમે બધી રીતે પુણ્યશાળી છો. તમે દાનવીર છો, તમે હિતકારી છો, બધુ બરાબર છે. પણ ભગવદ ગીતા કહે છે કે તે કર્મબંધન છે. જો તમે કોઈને દાન આપો છો, જેમ કે, થોડુક ધન, તમને તે ધન ચાર ગણું, પાંચ ગણું, અથવા દસ ગણું પાછું મળશે, તમારા આગળના જીવનમાં. તે હકીકત છે. તો વૈષ્ણવ સિદ્ધાંત કહે છે કે તે પણ પાપમય છે. કેમ પાપમય? કારણકે તમારે તે વ્યાજને લેવા માટે આગલો જન્મ લેવો પડશે. તે પાપમય છે. હવે ધારોકે તમે એક ખૂબ જ ધની કુટુંબમાં જન્મ્યા છો. માતાના ગર્ભમાં રહેવાનુ કષ્ટ, તે તો એક સમાન જ છે. ભલે તમે પુણ્યશાળી માણસ છો કે પાપી, જ્યારે તમે માતાના ગર્ભમાં છો... મુશ્કેલીઓ અને પીડાઓ જે માતાના ગર્ભમાં અનુભવવામાં આવે છે તે એક સમાન હોય છે, ભલે તમે કાળા છો કે સફેદ, ભલે તમે ભારતીય છો કે અમેરિકન, બિલાડી કે કૂતરો કે કોઈ પણ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુખ દોશાનુદર્શનમ (ભ.ગી. ૧૩.૯) જન્મની પીડા, મૃત્યુની પીડા, અને રોગની પીડા, અને વૃદ્ધાવસ્થાની પીડા દરેક જગ્યાએ એક સમાન છે. એવું નથી કે તમે એક ખૂબ જ ધની પરિવારમાં જન્મ્યા છો, તમે રોગોથી મુક્ત થઈ જશો. તેવું નથી કે તમે વૃદ્ધ નહીં થાઓ. એવું નથી કે તમે જન્મની પીડામાથી બચી જશો, અથવા મૃત્યુની પીડામાથી બચી જશો.

તો આ વસ્તુઓ ખૂબ જ સ્પષ્ટપણે સમજવાની જરૂર છે. પણ લોકો એટલા બુદ્ધિહિન બની ગયા છે, તેઓ દરકાર નથી કરતાં... "ઓહ, મૃત્યુ, ઠીક છે. મૃત્યુ. તેને આવવા દો." જન્મ... હવે ખાસ કરીને આ દિવસોમાં, એક બાળકને માતાના ગર્ભમાં, ઘણી બધી હત્યાઓ થઈ રહી છે. ઘણી બધી. કેમ? કારણકે લોકો એટલા બધા ગૂંચવાયેલા છે, કે આવા વ્યક્તિને જન્મ સુદ્ધાં નથી મળતો. માતાના ગર્ભમાં તેને મૂકવામાં આવે છે, અને તેની હત્યા કરવામાં આવે છે, ફરીથી તેને બીજી માતાના ગર્ભમાં મૂકવામાં આવે છે, ફરીથી તેની હત્યા કરવામાં આવે છે. આ રીતે, તે પ્રકાશ પણ જોઈ નથી શકતો. તમે જુઓ. તો માતાના ગર્ભમાં જવું અને ફરીથી મૃત્યુ સ્વીકારવી, વૃદ્ધાવસ્થા સ્વીકારવી, રોગ સ્વીકરવો, તે બહુ સારું કાર્ય નથી. જો તમે ધની માણસ છો, તમારે આ ભૌતિક અસ્તિત્વની આ બધી પીડાઓ સ્વીકારવી જ પડશે, અથવા જો તમે ગરીબ માણસ છો... તેનો કોઈ ફરક નથી પડતો. જે કોઈ પણ આ ભૌતિક જગતમાં આ ભૌતિક શરીરમાં આવે છે, તેણે આ કષ્ટો ભોગવવા જ પડશે. તે હોઈ શકે છે કે તમે અમેરિકન છો, દુનિયાનો સૌથી ધની દેશ. તેનો અર્થ એવો નથી કે કોઈ રોગ નથી, કોઈ વૃદ્ધાવસ્થા નથી, કોઈ જન્મ નથી અને કોઈ મૃત્યુ નથી. તો બુદ્ધિશાળી વ્યક્તિ તે છે કે જે આ સમસ્યાઓનું સમાધાન કરે. તે બુદ્ધિશાળી છે. બીજા કે જે લોકો થીગડા મારે છે, ભૌતિક જીવનની સમસ્યાઓનું સમાધાન કરવાના પ્રયાસો કરે છે, જોકે તેઓ કરી નથી શકતા - તે શક્ય નથી.