GU/Prabhupada 0523 - અવતાર મતલબ જે ઉચ્ચ ગોળા, ઉચ્ચ ગ્રહ પરથી આવ્યા છે
Lecture on BG 7.1 -- Los Angeles, December 2, 1968
મધુદ્વિષ: પ્રભુપાદ, 'ઇનકારનેશન' અને 'અવતાર' વચ્ચે શું અંતર છે?
પ્રભુપાદ: અવતાર એટ્લે જ ઇનકારનેશન. ઇનકારનેશન, તમારા શબ્દકોષમાં, છે "બીજું શરીર સ્વીકારવું"? એવું છે...? પણ અવતાર.... અવશ્ય, અવતારના અલગ અલગ સ્તર હોય છે. અવતાર મતલબ જે આવે છે.... વાસ્તવિક શબ્દ છે 'અવતરણ', નીચે ઊતરવું. અવતાર મતલબ જે ઉચ્ચ ગ્રહમાથી આવે છે. તેઓ આ જગત, ભૌતિક જગત, ના જીવો નથી હોતા. તેઓ આધ્યાત્મિક જગતમાથી આવે છે. તેમને અવતાર કહેવાય છે. તો આ અવતારના સ્તરો અલગ અલગ હોય છે. શકત્યાવેશાવતાર, ગુણાવતાર, લીલાવતાર, યુગાવતાર, ઘણા બધા હોય છે. તો અવતાર મતલબ જે સીધા આધ્યાત્મિક જગતમાંથી આવે છે. અને ઇનકારનેશન, અવશ્ય, આ અવતાર ઇનકારનેશન શબ્દમાથી અનુવાદ કરાયેલો છે, પણ હું વિચારું છું કે ઇનકારનેશનનો સાચો અર્થ છે "જે શરીર સ્વીકારે છે." એવું નથી? તો તે ઇનકારનેશન, બધા ભૌતિક શરીર સ્વીકારે છે. પણ અવતાર.... વિષ્ણુના અવતાર હોય છે અને ભક્તોના પણ અવતાર હોય છે. અવતારના અલગ અલગ સ્તર હોય છે. તમે તે ભગવાન ચૈતન્યના ઉપદેશોમાથી વાંચશો, જે બહાર આવી રહી છે.