GU/Prabhupada 0524 - અર્જુન કૃષ્ણનો શાશ્વત મિત્ર છે. તે ભ્રમમાં ના હોઈ શકે



Lecture on BG 7.1 -- Los Angeles, December 2, 1968

પ્રભુપાદ: હા.

જયગોપાલ: ભગવદ ગીતા તેના મૂળ રૂપે ના ચોથા અધ્યાયમાં, તેવું કહ્યું છે કે અર્જુન હાજર હતો જ્યારે ઘણા બધા વર્ષો પહેલા ભગવદ ગીતા સૂર્યદેવને કહેવામા આવી. તો તેની તે સમયે કઈ સ્થિતિ હતી?

પ્રભુપાદ: તે હાજર હતો, પણ તે ભૂલી ગયો છે.

જયગોપાલ: તેની કઈ સ્થિતિ હતી, જો તે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર બોલાયેલી ના હોત તો? કઈ સ્થિતિ?

પ્રભુપાદ: અર્જુનને તે પરિસ્થિતીમાં ભગવાનની પરમ ઇચ્છાથી મૂકવામાં આવ્યો હતો. જ્યાં સુધી... જેમ કે નાટકના રંગમંચ પર, બંને પિતા અને પુત્ર, તેઓ કોઈ પાત્ર ભજવી રહ્યા છે. પિતા રાજાનો ભાગ ભજવે છે, અને પુત્ર બીજા રાજાનો ભાગ ભજવે છે. બંને શત્રુઓ છે. પણ વાસ્તવિક રીતે તો તેઓ ફક્ત ભાગ ભજવી રહ્યા છે. તેવી જ રીતે, અર્જુન કૃષ્ણનો શાશ્વત મિત્ર છે. તે ભ્રમમાં હોઈ ના શકે. જો કૃષ્ણ તેના નિત્ય મિત્ર હોય તો તે કેવી રીતે ભ્રમમાં હોઈ શકે? પણ તેને ભ્રમમાં મૂકવાનો હતો, તેથી તેણે એક બદ્ધ જીવનો ભાગ ભજવ્યો, અને કૃષ્ણે આખી વસ્તુ સમજાવી. તેણે તે સાધારણ વ્યક્તિનો ભાગ ભજવ્યો; તેથી તેણે બધા પ્રશ્નો એક સાધારણ માણસ જેવા જ હતા. જ્યાં સુધી.... કારણકે ગીતાનો ઉપદેશ ખોવાઈ ગયો હતો. તે સમજાવેલું છે. તો કૃષ્ણને ફરીથી ગીતાની યોગ પદ્ધતિ આપવી હતી. તો કોઈ પૂછી શકે છે. જેમ તમે પૂછો છો, હું જવાબ આપું છું. તેવી જ રીતે અર્જુન, જોકે તે ભ્રમમાં ના હોવો જોઈએ, તેણે પોતાને આ બદ્ધ જીવના પ્રતિનિધિ તરીકે મૂક્યો, અને તેણે ઘણી બધી વસ્તુઓ પૂછી, ભગવાન દ્વારા જેના જવાબો આપવામાં આવ્યા.