GU/Prabhupada 0526 - જો આપણે કૃષ્ણને મજબૂત રીતે પકડી લઈએ, માયા કશું ના કરી શકે



Lecture on BG 7.1 -- Los Angeles, December 2, 1968

તમાલ કૃષ્ણ: જો માયા વ્યક્તિને જકડી લે, કૃષ્ણ તરફ જવાનો સૌથી ઝડપી રસ્તો શું છે?

પ્રભુપાદ: ઓહ, તે ફક્ત કૃષ્ણ... જ્યાં પણ માયાનું આકર્ષણ હોય છે, ફક્ત કૃષ્ણને પ્રાર્થના કરો, "કૃપા કરીને મને બચાવો. કૃપા કરીને મને બચાવો." ફક્ત તે જ રસ્તો છે. અને તેઓ તમને બચાવશે. આપણે માયાના સામ્રાજ્યમાં છીએ, તો અહી માયા બહુ જ શક્તિશાળી છે, પણ જો આપણે કૃષ્ણને બહુ જ મજબૂત રીતે પકડી લઈએ, માયા કશું ના કરી શકે. તે આપણે કૃષ્ણને બહુ દ્રઢતાપૂર્વક પકડવામાં સ્થિર હોવા જોઈએ. તો પછી કોઈ પતન નથી. હા.

મધુદ્વિષ: પ્રભુપાદ, જ્યારે અમે બહાર જઈએ છીએ સંકીર્તન માટે, કીર્તન માટે, ટોળે વળેલા લોકોને અમારી સાથે કિર્તનમાં જોડવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ શું છે? સૌથી શ્રેષ્ઠ માર્ગ શું છે...

પ્રભુપાદ: સૌથી શ્રેષ્ઠ માર્ગ છે કે તમે કીર્તન કરતાં જાઓ. તમારું કાર્ય નથી કે, મારા કહેવાનો મતલબ, ટોળાને સંતોષવું. તમારું કાર્ય છે કૃષ્ણને સંતોષ આપવો, અને પછી ભીડ આપમેળે સંતુષ્ટિ પામશે. આપણે ભીડને ખુશ કરવા નથી જતાં. આપણે તેમને કઈક, કૃષ્ણ, આપવા જઈએ છીએ. તો તમારે ખૂબ સાવચેત રહેવું જોઈએ કે તમે કૃષ્ણને યોગ્ય રીતે આપી રહ્યા છો. તો તેઓ સંતુષ્ટ થશે. તમારું એક માત્ર કામ હોવું જોઈએ કૃષ્ણને સંતુષ્ટ કરવા. તો બધુ જ સંતોષ પામશે. તસ્મિન તુષ્ટે જગત તુષ્ટ. જો કૃષ્ણ સંતોષ પામે છે, તો આખું જગત સંતોષ પામે છે. જો તમે મૂળ પર પાણી રેડશો, તો તે આપમેળે વૃક્ષના દરેક ભાગોમાં વિતરિત થશે. તો કૃષ્ણ એક મોટા વૃક્ષનું મૂળ છે, અને તમે કૃષ્ણને પાણી રેડો. હરે કૃષ્ણનો જપ કરો અને નીતિ નિયમોનું પાલન કરો, બધુ જ બરાબર થશે.