GU/Prabhupada 0525 - માયા બહુ જ બળવાન છે, જેવા તમે થોડાક આશ્વસ્ત થાઓ છો, તરત જ આક્રમણ કરે છે



Lecture on BG 7.1 -- Los Angeles, December 2, 1968

તમાલ કૃષ્ણ: પ્રભુપાદ, જ્યારે હું તમારી સેવા કરું છું ક્યારેક મને બહુ સરસ લાગે છે, પરંતુ જ્યારે હું વિચારું છું કે હું આ સેવામાં કેટલો અપૂર્ણ અને ખરાબ છું, ત્યારે મને બહુ જ ખરાબ લાગે છે. શું અનુભવવું સાચું છે?

પ્રભુપાદ: (મંદ હાસ્ય) તમને ખૂબ જ ખરાબ લાગે છે?

તમાલ કૃષ્ણ: હા.

પ્રભુપાદ: શા માટે? કેમ તમને ખરાબ લાગે છે?

તમાલ કૃષ્ણ: જ્યારે હું જોઉ છું કે હું કેટલા ગોટાળા કરું છું, કેટલી ભૂલો.

પ્રભુપાદ: ક્યારેક... તે સારું છે. ગોટાળાઓને સ્વીકારો... જો કોઈ ગોટાળો ના પણ હોય. તે ગંભીર સેવાનું લક્ષણ છે. જેમકે પુત્રને પિતા ખૂબ જ પ્રિય છે, અથવા પિતાને પુત્ર ખૂબ જ પ્રિય છે. પુત્રની નાનકડી બીમારી, પિતા વિચારે છે, "ઓહ, મારો પુત્ર મૃત્યુ પામશે તો. હું એકલો થઈ જઈશ." તે ઘનિષ્ઠ પ્રેમનું ચિહ્ન છે. એવું નથી કે પુત્ર તરત મરી જવાનો છે, તમે જોયું, પણ તે તેવું વિચારે છે. વિરહ. તમે જોયું? તે સારી નિશાની છે. આપણે વિચારવું ના જોઈએ કે આપણે બહુ સારી રીતે કરી રહ્યા છે. આપણે હમેશા વિચારવું જોઈએ કે "હું કરી નથી શકતો." તે ખરાબ નથી. આપણે ક્યારેય એવું ના વિચારવું જોઈએ કે "હું પૂર્ણ છું." કારણકે માયા ખૂબ શક્તિશાળી છે, જેવુ તમે થોડા આશ્વસ્ત થાઓ છો, તરત જ વાર કરે છે. તમે જોયું? રોગી અવસ્થામાં... જેમ કે જે બહુ જ સાવચેતી રાખે છે, ઊથલો મારવાની શક્યતા બહુ જ ઓછી છે. તો તે ખરાબ નથી. આપણે હમેશા તેવું વિચારવું જોઈએ કે, "કદાચ હું સારી રીતે નથી કરતો." પણ જેટલું આપણી શક્તિમાં હોય, ચાલો આપણું કાર્ય સરસ રીતે કરીએ, પણ આપણે ક્યારેય પણ તેવું ના વિચારવું જોઈએ કે તે પૂર્ણ છે. તે સારું છે.