GU/Prabhupada 0535 - આપણે જીવો, આપણે ક્યારેય મરતા નથી, ક્યારેય જન્મ નથી લેતા
Janmastami Lord Sri Krsna's Appearance Day Lecture -- London, August 21, 1973
હિસ એક્સિલન્સી, ઉચ્ચ કમિશનર; દેવીઓ અને સજજનો, હું તમારો અહી આવવા અને આ સમારોહમાં ભાગ લેવા બદલ ખૂબ આભાર માનું છું, જન્માષ્ટમી, કૃષ્ણનો પ્રાકટ્ય દિવસ. મને જે વિષય વસ્તુ પર બોલવાની આજ્ઞા આપવામાં આવી છે તે છે કૃષ્ણ પ્રાકટ્ય. કૃષ્ણ કહે છે ભગવદ ગીતામાં,
- જન્મ કર્મ મે દિવ્યમ
- યો જાનાતિ તત્ત્વત:
- ત્યક્તવા દેહમ પુનર જન્મ
- નૈતિ મામ એતિ કૌંતેય
- (ભ.ગી. ૪.૯)
આ હકીકત, કે આપણે જીવનનું આવું સ્તર મેળવી શકીએ છીએ, જ્યારે આપણે આપણો જન્મ અને મૃત્યુ અટકાવી શકીએ... સ અમૃતત્વાય કલ્પતે. આ સવારે, હું આ શ્લોક સમજાવતો હતો:
- યમ હી ન વ્યથયંતી
- એતે પુરુષમ પુરુષર્ષભ
- સમ દુખ સુખમ ધીરમ
- સો અમૃતત્વાય કલ્પતે
- (ભ.ગી. ૨.૧૫)
અમૃતત્વ મતલબ અમરત્વ. તો આધુનિક સમાજ, તેમને કોઈ ખ્યાલ નથી, ભલે મહાન તત્વજ્ઞાની હોય, મહાન રાજનેતા કે મહાન વૈજ્ઞાનિક, કે અમરત્વનું સ્તર પ્રાપ્ત કરવું શક્ય છે. અમૃતત્વ. આપણે બધા અમૃત છીએ. ભગવદ ગીતામાં તે કહ્યું છે, ન જાયતે ન મ્રિયતે વા કદાચિન :(ભ.ગી. ૨.૨૦). આપણે જીવો, આપણે ક્યારેય મારતા નથી, ક્યારેય જન્મ નથી લેતા. નિત્ય: શાશ્વતો યમ, ન હન્યતે હન્યમાને શરીરે :(ભ.ગી. ૨.૨૦). આપણામાના દરેક, આપણે શાશ્વત છીએ, નિત્ય: શાશ્વતો; પુરાણ, સૌથી જૂના. અને આ શરીરના વિનાશ પછી, આપણે મરતા નથી. ન હન્યતે. શરીર સમાપ્ત થઈ જાય છે, પણ આપણે બીજું શરીર સ્વીકારવું પડે છે. તથા દેહાંતર પ્રાપ્તિર ધિરસ તત્ર ન મુહ્યતિ. દેહીનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા :(ભ.ગી. ૨.૧૩).
આ સરળ વસ્તુ, વર્તમાન સમયમાં, તેઓને જ્ઞાન નથી, કે આપણે, આપણે જીવો, કૃષ્ણના અભિન્ન અંશ છીએ, આપણે શાશ્વત છીએ, આપણે આનંદમય છીએ, અને આપણે જાણકાર છીએ. કૃષ્ણ વેદિક શાસ્ત્રોમાં વર્ણિત છે:
- ઈશ્વર: પરમ: કૃષ્ણ:
- સચ્ચિદાનંદ વિગ્રહ:
- અનાદિર આદિર ગોવિંદ:
- સર્વ કારણ કારણમ
- (બ્ર.સં. ૫.૧)
સચ્ચિદાનંદ વિગ્રહ: ભગવાન, કૃષ્ણ, જ્યારે હું કૃષ્ણ કહું છું, તેનો મતલબ છે ભગવાન. જો કોઈ મહત્વનુ નામ છે... ભગવાન, તેવું ક્યારેક કહેવાય છે કે ભગવાનને કોઈ નામ નથી. તે હકીકત છે. પણ ભગવાનનું નામ તેમના કાર્યો દ્વારા આપવામાં આવે છે. જેમ કે કૃષ્ણે નંદ મહારાજનું પુત્રત્વ સ્વીકાર કર્યું, અથવા યશોદામાયી, અથવા દેવકી, અથવા વસુદેવ. વસુદેવ અને દેવકી કૃષ્ણના મૂળ માતા અને પિતા હતા. કોઈ મૂળ પિતા અને માતા નથી, કારણકે કૃષ્ણ દરેકના મૂળ પિતા છે. પણ જ્યારે કૃષ્ણ અહી આવે છે, પ્રકટ થાય છે, તેઓ કોઈ ભક્તોને પિતા તરીકે, માતા તરીકે, સ્વીકાર કરે છે. કૃષ્ણ મૂળ છે, આદિ પુરુષમ. આદ્યમ પુરાણ પુરુષમ નવ યૌવનામ ચ (બ્ર. સં. ૫.૩૩). તેઓ મૂળ વ્યક્તિ છે. તો બહુ વૃદ્ધ હોવા જોઈએ? ના. આદ્યમ પુરાણ પુરુષમ નવ યૌવનામ ચ. હમેશા તાજા અને યુવાન. તે કૃષ્ણ છે.