GU/Prabhupada 0536 - જો તમે કૃષ્ણને સમજો નહીં તો વેદોનો અભ્યાસ કરવાનો શું મતલબ છે?



Janmastami Lord Sri Krsna's Appearance Day Lecture -- London, August 21, 1973

જ્યારે કૃષ્ણ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર હતા, તમે ચિત્ર જોયું છે, તેઓ ફક્ત વીસ, અથવા વધુમાં વધુ, ચોવીસ વર્ષના યુવક જેવા લાગે છે. પણ તે જ સમયે, તેમને પ્રપૌત્રો હતા. તેથી, કૃષ્ણ હમેશા યુવાન રહે છે. નવ યૌવનમ ચ. આ વેદિક સાહિત્યોના વિધાન છે.

અદ્વૈતમ અચ્યુતમ અનાદિમ અનંત રુપમ
આદ્યમ પુરાણ પુરુષમ નવ યૌવનમ ચ
વેદેષુ દુર્લભમ અદુર્લભમ આત્મભક્તૌ
(બ્ર.સં. ૫.૩૩)

તો, કૃષ્ણને સમજવા માટે, ફક્ત જો આપણે ઔપચારિકતા માટે વેદિક સાહિત્યને વાંચીએ, કૃષ્ણ શું છે તે સમજવું અત્યંત મુશ્કેલ હશે. વેદેષુ દુર્લભમ. જોકે બધા વેદો કૃષ્ણને સમજવા માટે જ છે. ભગવદ ગીતામાં તે કહ્યું છે, વેદૈશ ચ સર્વૈર અહમ એવ વેદ્યો (ભ.ગી. ૧૫.૧૫). અહમ એવ વેદ્યો. જો તમે કૃષ્ણને સમજો નહીં તો વેદોનો અભ્યાસ કરવાનો મતલબ શું છે? કારણકે શિક્ષાનો અંતિમ ધ્યેય છે સમજવું, પરમ ભગવાનને, પરમ પિતાને, પરમ કારણને. જેમ કે તે વેદાંત સૂત્રમાં કહ્યું છે, જન્માદિ અસ્ય યત: (શ્રી.ભા. ૧.૧.૧). અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. બ્રહ્મ જિજ્ઞાસા, પરમ નિરપેક્ષ સત્ય, બ્રહ્મ, વિશે ચર્ચા કરવી. તે બ્રહ્મ શું છે? જન્માદિ અસ્ય યત: તે બ્રહ્મ મતલબ જેમાંથી બધુ જ ઉત્પન્ન થયેલું છે. તો વિજ્ઞાન, તત્વજ્ઞાન, મતલબ દરેક વસ્તુનું અંતિમ કારણ શોધવું. તે આપણને શાસ્ત્રમાથી મળે છે, વેદિક ગ્રંથો, કે કૃષ્ણ સર્વ કારણોના કારણ છે. સર્વ કારણ કારણમ. સર્વ કારણ કારણમ.

ઈશ્વર: પરમ: કૃષ્ણ:
સચ્ચિદાનંદ વિગ્રહ:
અનાદિર આદિર ગોવિંદ:
સર્વ કારણ કારણમ
(બ્ર.સં. ૫.૧)

બધા કારણોના કારણ. જેમ કે, સમજવાનો પ્રયત્ન કરો. હું મારા પિતાને કારણે છું. મારા પિતા તેમના પિતાને કારણે છે. તે તેમના પિતાને કારણે છે, તેમના પિતા.... શોધતા જાઓ, તો તમે અંતમાં કોઈના સુધી પહોંચશો જે કારણ છે. પણ તેમને કોઈ કારણ નથી. અનાદિર આદિર ગોવિંદ: (બ્ર. સં. ૫.૧). હું મારા પુત્રનું કારણ હોઈ શકું છું, પણ હું પણ મારા પિતાને કારણે છું. પણ શાસ્ત્ર કહે છે કે અનાદિર આદિર, તેઓ મૂળ વ્યક્તિ છે, પણ તેમને કોઈ કારણ નથી. તે કૃષ્ણ છે. તેથી, કૃષ્ણ કહે છે કે જન્મ કર્મ ચ મે દિવયમ યો જાનાતિ તત્ત્વત: (ભ.ગી. ૪.૯). કૃષ્ણનું પ્રાકટ્ય, તે બહુ જ મહત્વપૂર્ણ છે. આપણે કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, કેમ તેઓ પ્રકટ થાય છે, કેમ તેઓ આ ભૌતિક જગતમાં આવે છે, તેમનું કાર્ય શું છે, તેમના કાર્યો શું છે. જો આપણે ફક્ત કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરીશું, તો પરિણામ શું છે? પરિણામ છે ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતિ કૌંતેય (ભ.ગી. ૪.૯). તમે તે અમરત્વ પ્રાપ્ત કરો છો. જીવનનું લક્ષ્ય છે તે અમરત્વ પ્રાપ્ત કરવું. અમૃતત્વાય કલ્પતે (ભ.ગી. ૨.૧૫).

તો કૃષ્ણના પ્રાકટ્ય પર, આપણે કૃષ્ણ તત્વજ્ઞાન સમજવાનો પ્રયાસ કરીશું. હિસ એક્સિલન્સી શાંતિ વિશે બોલી રહ્યા હતા. શાંતિ સૂત્ર છે, કૃષ્ણે કહેલું. તે શું છે?

ભોકતારમ યજ્ઞ તપસામ
સર્વલોક મહેશ્વરમ
સુહ્રદ સર્વ ભૂતાનામ
જ્ઞાત્વા મામ શાંતિમ ઋચ્છતી
(ભ.ગી. ૫.૨૯)

જો રાજનેતાઓ, રાજદૂતો, તેઓ દુનિયામાં શાંતિ સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યા છે... યુનાઇટેડ નેશન છે, અને ઘણી બધી બીજી સંસ્થાઓ છે. તો વાસ્તવિક શાંતિ લાવવાની કોશિશ કરી રહ્યા છે, માણસ-માણસ, દેશ-દેશ, વચ્ચે કોઈ ગેરસમજ નહીં. પણ તે નથી થઈ રહ્યું. તે નથી થઈ રહ્યું. ખામી છે કે મૂળ ખોટું છે. દરેક વ્યક્તિ વિચારે છે કે "તે મારો દેશ છે. તે મારો પરિવાર છે. તે મારો સમાજ છે. તે મારી સંપત્તિ છે." આ "મારુ" ભ્રમ છે.