GU/Prabhupada 0538 - કાયદો મતલબ રાજ્ય દ્વારા આપેલા વિધાનો. તમે ઘરે કાયદો ના બનાવી શકો



Janmastami Lord Sri Krsna's Appearance Day Lecture -- London, August 21, 1973

તો કૃષ્ણ આપણને શિક્ષા આપવા માટે પ્રકટ થાય છે. યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર ભવતિ ભારત (ભ.ગી. ૪.૭). કૃષ્ણ કહે છે, "મારા પ્રિય અર્જુન, હું આવું છું, જ્યારે ધાર્મિક જીવનની ગતિવિધિઓમાં ચૂક થાય છે." ધર્મસ્ય ગ્લાનિર ભવતિ. અને ધર્મ શું છે? ધર્મની સરળ વ્યાખ્યા છે ધર્મમ તુ સાક્ષાદ ભગવત પ્રણિતમ (શ્રી.ભા. ૬.૩.૧૯). આ ધર્મ છે. ધર્મમ તુ સાક્ષાદ ભગવત પ્રણિતમ (શ્રી.ભા. ૬.૩.૧૯). જેમ કે કાયદાનો મતલબ તમે શું સમજો છો? કાયદો મતલબ રાજ્ય દ્વારા આપવામાં આવેલા વિધાનો. તમે ઘરે કાયદો ના બનાવી શકો. તે શક્ય નથી. જે પણ સરકાર તમને આપે છે, કે "તમારે આવી રીતે વર્તવું જોઈએ," તે કાયદો છે. તેવી જ રીતે, ધર્મ મતલબ ભગવાન દ્વારા આપવામાં આવેલો નિર્દેશ. તે ધર્મ છે. સરળ વ્યાખ્યા. તમે ધર્મની રચના કરો છો. મે આ ધર્મ રચ્યો છે, બીજો માણસ બીજો ધર્મ રચે છે; આ બધા ધર્મો નથી. તેથી, જ્યારે ભગવદ ગીતા પૂરી થાય છે, કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ (ભ.ગી. ૧૮.૬૬), આ ધર્મ છે - કૃષ્ણને શરણાગત થવું. બીજો કોઈ પણ ધર્મ, તે ધર્મ નથી. નહિતો, કેમ કૃષ્ણ કહે કે સર્વ ધર્માન પરિત્યજ્ય: "છોડી દો"? તેઓ કહે છે કે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે: (ભ.ગી. ૪.૮): "હું ધાર્મિક સિદ્ધાંતોની સ્થાપના કરવા માટે પ્રકટ થાઉં છું." અને છેલ્લે તેઓ કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય. તેનો અર્થ છે કે કહેવાતા ધર્મો જે આપણે નિર્મિત કર્યા છે, માનવરચિત ધર્મો, તે ધર્મો નથી. ધર્મ મતલબ જે ભગવાન દ્વારા આપવામાં આવ્યો છે. પણ આપણને કોઈ સમજણ નથી કે ભગવાન શું છે અને તેમનો સંદેશ શું છે. તે આધુનિક સમાજની ખામી છે. પણ આદેશ અહી છે, ભગવાન અહી છે - આપણે સ્વીકારતા નથી. શાંતિની શક્યતા ક્યાં છે? આદેશ અહી છે. કૃષ્ણ કહે છે, પરમ, ભગવાન ઉવાચ. વ્યાસદેવ લખે છે ભગવાન ઉવાચ. વ્યક્તિએ જાણવું જોઈએ કે ભગવાન શું છે. વ્યાસદેવ લખી શકતા હતા કે કૃષ્ણ ઉવાચ. ના. તેઓ કહે છે... જો કોઈને કૃષ્ણ વિશે ગેરસમજ થઈ શકે, તેથી તેઓ દરેક શ્લોકમાં લખે છે, શ્રી ભગવાન ઉવાચ. તો ભગવાન અહી છે. ભગવાન બોલી રહ્યા છે. ભગવાન બધા જ આચાર્યો દ્વારા સ્વીકૃત છે. રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, વિષ્ણુ સ્વામી. અદ્યતનમાં, ભગવાન ચૈતન્ય મહાપ્રભુ પણ, શંકરાચાર્ય પણ, તેમણે પણ કૃષ્ણને સ્વીકાર્યા છે - સ ભગવાન સ્વયમ કૃષ્ણ. તો આધુનિક આચાર્યોનો નિર્ણય, અને ભૂતકાળમાં પણ, વ્યાસદેવ, નારદ, અસિત, બધાએ કૃષ્ણને સ્વીકાર્યા છે, પૂર્ણ પુરષોત્તમ ભગવાન તરીકે. અર્જુન, જેને કૃષ્ણને સાંભળ્યા, ભગવદ ગીતાને સમજ્યા પછી, તેણે કહ્યું, પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ આદ્યમ શાશ્વતમ (ભ.ગી. ૧૦.૧૨).

તો બધુ જ છે. ખાસ કરીને ભારતમાં, આપણી પાસે આટલી બધી મૂડી છે, ભગવાનને સમજવા માટે. સરળ વસ્તુ. દરેક વસ્તુ તૈયાર છે. પણ આપણે સ્વીકારતા નથી. તો આવા રોગનો શું ઉપચાર છે? આપણે શાંતિ પાછળ ભાગી રહ્યા છીએ, પણ આપણે એવી વસ્તુ નથી સ્વીકારતા જે આપણને વાસ્તવમાં શાંતિ આપે છે. આ આપણો રોગ છે. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન જગાડવાનો પ્રયાસ કરી રહ્યું છે દરેકના હ્રદયમાં રહેલી સુષુપ્ત કૃષ્ણ ભાવનામૃતને. નહિતો, કેવી રીતે આ યુરોપીયન અને અમેરિકન અને બીજા દેશના લોકો, તેમણે ચાર કે પાંચ વર્ષો પહેલા કૃષ્ણ વિશે ક્યારેય સાંભળ્યુ પણ ન હતું, કેવી રીતે તેઓ કૃષ્ણ ભાવનામૃતને આટલી ગંભીરતાથી લઈ રહ્યા છે? કૃષ્ણ ભાવનામૃત દરેકના હ્રદયમાં છે જ. તેને ફક્ત જગાડવાની જ છે. તે ચૈતન્ય ચરિતામૃતમાં વર્ણવેલું છે:

નિત્ય સિદ્ધ કૃષ્ણ ભક્તિ સાધ્ય કભુ નય
શ્રવણાદિ શુદ્ધ ચિત્તે કરયે ઉદય
(ચૈ.ચ. મધ્ય ૨૨.૧૦૭)

તે જાગૃત થાય છે. કૃષ્ણપ્રેમ, કૃષ્ણભક્તિ, તે છે જ, દરેકના હ્રદયમાં, પણ તે ભુલાઈ ગયેલી છે. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન ફક્ત કૃષ્ણ ભાવનામૃત જાગૃત કરવા માટે જ છે. આ વિધિ છે. જેમ કે જ્યારે તમે ઊંઘો છો, તમે, મારે તમને મોટેથી બોલાવવા પડે છે. "ફલાણા ફલાણા શ્રીમાન, ઉઠો. તમારે આ કાર્ય છે." તમે જ્યારે ઊંઘતા હશો ત્યારે બીજી કોઈ ઇન્દ્રિય કામ નહીં કરે. પણ કાન કામ કરશે. તેથી, આ યુગમાં, જ્યારે લોકો એટલા પતિત છે કે તેઓ કશું જ નહીં સાંભળે, જો આપણે આ હરે કૃષ્ણ મહા મંત્રનું કીર્તન કરીશું, તેમની કૃષ્ણ ભાવનામૃત જાગૃત થશે. તે વ્યાવહારિક છે.