GU/Prabhupada 0537 - સૌથી ગરીબ વ્યક્તિ પણ કૃષ્ણની પૂજા કરી શકે છે



Janmastami Lord Sri Krsna's Appearance Day Lecture -- London, August 21, 1973

શાસ્ત્રમાં તે કહ્યું છે, જનસ્ય મોહો અયમ અહમ મમેતી (શ્રી.ભા. ૫.૫.૮). આ "હું અને મારુ" સિદ્ધાંત તે ભ્રમ છે. તો આ ભ્રમ મતલબ માયા. માયા... જો તમારે આ ભ્રમ, માયા, માથી બહાર નીકળવું હોય, તો તમારે કૃષ્ણનું સૂત્ર સ્વીકારવું પડે. મામ એવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરન્તિ તે (ભ.ગી. ૭.૧૪). માર્ગદર્શન માટે ભગવદ ગીતામાં બધુ જ છે જો આપણે ભગવદ ગીતાના તત્વજ્ઞાનને તેના મૂળ રૂપે સ્વીકારીએ. બધુ જ છે. શાંતિ છે, સમૃદ્ધિ છે. તો તે હકીકત છે. દુર્ભાગ્યવશ, આપણે સ્વીકાર નથી કરતાં. તે આપણું દુર્ભાગ્ય છે. અથવા આપણે ખોટું અર્થઘટન કરીએ છીએ. કૃષ્ણ કહે છે ભગવદ ગીતામાં, મન્મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫). કૃષ્ણ કહે છે કે "તું હમેશા મારા વિશે વિચાર," મન્મના ભવ મદ ભક્તો. "મારો ભક્ત બન." મદ્યાજી, "તું મારી પૂજા કર." મામ નમસ્કુરુ, "અને મને પ્રણામ અર્પણ કર." શું તે બહુ અઘરું કાર્ય છે. અહિયાં કૃષ્ણની મૂર્તિ છે. જો તમે આ મૂર્તિ, રાધા-કૃષ્ણ, વિશે વિચારો, શું તે મુશ્કેલ છે? મન્મના. તમે મંદિરે આવો, ફક્ત એક ભક્ત તરીકે, અર્ચાવિગ્રહને તમારા આદરપૂર્વક પ્રણામ કરો, મન્મના ભવ મદ ભક્તો. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અર્ચાવિગ્રહની પૂજા કરો, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતી (ભ.ગી. ૯.૨૬). કૃષ્ણને તમારી આખી સંપત્તિ નથી જોઈતી. કૃષ્ણ સૌથી દરિદ્ર વ્યક્તિ દ્વારા પૂજાવા માટે પણ ઉપલબ્ધ છે. તેઓ શું કહે છે? તેઓ કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતી (ભ.ગી. ૯.૨૬): "ભક્તિથી, જો એક વ્યક્તિ મને એક નાનું પાંદડું, એક નાનું ફળ, થોડું પાણી અર્પણ કરશે, હું સ્વીકારીશ." કૃષ્ણ ભૂખ્યા નથી, પણ કૃષ્ણને તમને ભક્ત બનાવવા છે. તે મુખ્ય મુદ્દો છે. યો મે ભક્ત્યા પ્રયચ્છતી. તે મુખ્ય સિદ્ધાંત છે. જો તમે કૃષ્ણને થોડીક વસ્તુઓ અર્પણ કરશો... કૃષ્ણ ભૂખ્યા નથી; કૃષ્ણ દરેક વ્યક્તિને ખોરાક પૂરો પાડે છે. એકો યો બહુનામ વિદધાતી કામાન (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). પણ કૃષ્ણને તમારો પ્રેમ, તમારી ભક્તિ જોઈએ છે. તેથી તેઓ થોડું પત્રમ પુષ્પમ ફલમ તોયમ માંગી રહ્યા છે. મન્મના ભવ મદ ભક્તો. કૃષ્ણને સમજવામાં અને કૃષ્ણ ભાવનામૃતનો સ્વીકાર કરવામાં કોઈ મુશ્કેલી નથી. પણ આપણે તે નથી કરતાં; તે આપણો રોગ છે. નહિતો, તે સહેજ પણ મુશ્કેલ નથી. જેવા આપણે કૃષ્ણભક્ત બનીએ છીએ, આપણે આખી પરિસ્થિતીને સમજી જઈએ છીએ. આપનું તત્વજ્ઞાન, ભગવદ ગીતા તત્વજ્ઞાન, તે પણ સામ્યવાદ છે, કારણકે આપણે કૃષ્ણને પરમ પિતા માનીએ છીએ, અને બધા જીવો, તેઓ કૃષ્ણની સંતાન છે.

તો કૃષ્ણ કહે છે કે તેઓ બધા ગ્રહોના સ્વામી છે, સર્વલોક મહેશ્વરમ (ભ.ગી. ૫.૨૯). તેથી જે કઈ પણ છે, આકાશમાં અથવા પાણીમાં અથવા ભૂમિ પર, તે બધી કૃષ્ણની સંપત્તિ છે. અને કારણકે આપણે બધા કૃષ્ણની સંતાન છીએ, તેથી આપણે દરેકને પિતાની સંપત્તિનો ઉપયોગ કરવાનો હક છે. પણ આપણે બીજા પર હાથ ના મૂકવો જોઈએ. તે શાંતિનું સૂત્ર છે. મા ગ્રધ કસ્ય સ્વિધનમ, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ (ઇશો ૧). બધુ ભગવાનનું છે. તમે ભગવાનની સંતાન છો. તમને પિતાની સંપત્તિનો ઉપયોગ કરવાનો હક છે, પણ તમારી જરૂર કરતાં વધુ ના લો. તે દંડનીય છે. આ વસ્તુઓ શ્રીમદ ભાગવતમમાં કહેલી છે. સ્તેન એવ સ ઉચ્યતે (ભ.ગી. ૩.૧૨), ભગવદ ગીતમાં, "તે એક ચોર છે." જો કોઈ જરૂર કરતાં વધુ લે છે, તે ચોર છે. યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર લોકો અયમ કર્મ બંધન: (ભ.ગી. ૩.૯). જો કૃષ્ણના સંતોષ માટે... યજ્ઞ મતલબ કૃષ્ણ. કૃષ્ણનું બીજું નામ યજ્ઞેશ્વર છે. તો જો તમે કૃષ્ણ માટે કાર્ય કરશો, તમે કૃષ્ણ માટે પ્રસાદ લેશો. તે, આપણે અહી શીખવાડીએ છીએ. મંદિરમાં, આપણે રહીએ છીએ અમેરિકન, ભારતીયો, અંગ્રેજો, કેનેડિયન, આફ્રિકન, દુનિયાના અલગ અલગ ભાગો. તમે તે જાણો છો. આ મંદિરમાં જ નહીં, આખી દુનિયામાં. (તોડ)

કૃષ્ણ પરમ ભોક્તા છે અને કૃષ્ણ દરેક વ્યક્તિના પરમ મિત્ર છે. જ્યારે તમે આ ભૂલી જાઓ છો, ત્યારે આપણે આ ભૌતિક જગતમાં આવીએ છીએ અને અસ્તિત્વનો સંઘર્ષ, એક બીજા સાથે લડવું. આ ભૌતિક જીવન છે. તો તમે ના મેળવી શકો... રાજનેતાઓ, રાજદૂતો, તત્વજ્ઞાનીઓ, તેમણે ખૂબ કોશિશ કરી છે, પણ વાસ્તવમાં કશું ફળદ્રુપ નથી નિવડ્યું. જેમ કે યુનાઇટેડ નેશન્સ. તે બીજા વિશ્વયુદ્ધ પછી સ્થાપવામાં આવ્યું હતું, અને તેમને જોઈતું હતું કે શાંતિપૂર્વક આપણે બધુ થાળે પાડીશું. પણ આવી કોઈ વસ્તુ નથી. લડાઈ ચાલી રહી છે, પાકિસ્તાન અને ભારત વચ્ચે, વિએતનામ અને અમેરિકા વચ્ચે, અને આની અને તેની વચ્ચે. તે વિધિ નથી. વિધિ છે કૃષ્ણ ભાવનામૃત. દરેક વ્યક્તિએ આ હકીકત સમજવી જ પડે, કે આપણે સ્વામી નથી. સ્વામી કૃષ્ણ છે. તે હકીકત છે. જેમ કે અમેરિકા. કહો કે બસો વર્ષો પૂર્વે અમેરિકનો, યુરોપમાથી આવેલા લોકો, તેઓ સ્વામી ન હતા - બીજું કોઈ માલિક હતું. તેમની પહેલા, બીજું કોઈ માલિક હતું અથવા તો તે ખુલ્લી ભૂમિ હતી. વાસ્તવિક માલિક કૃષ્ણ છે. પણ કૃત્રિમ રીતે તમે દાવો કરો છો કે "તે મારી સંપત્તિ છે." જનસ્ય મોહો અયમ અહમ મમેતી (શ્રી.ભા. ૫.૫.૮). આને માયા કહેવાય છે.