GU/Prabhupada 0550 - આ મૃગજળ પાછળ ના ભાગો - ફક્ત ભગવાન તરફ વળો
Lecture on BG 2.62-72 -- Los Angeles, December 19, 1968
પ્રભુપાદ: આપણે આ જગતના મિથ્યા ભ્રામિત સૌંદર્ય દ્વારા બદ્ધ થઈએ છીએ. મૃગજળ. ચોક્કસ ઉદાહરણ છે મૃગજળ. મૃગજળ શું છે? રણ ઉપર સૂર્યપ્રકાશનું પ્રતિબિંબ કે જે પાણી જેવુ લાગે છે. શું તે પાણી છે? કોઈ પાણી નથી. પશુ, તરસ્યું પશુ, તે મૃગજળ પાછળ છે. "ઓહ, અહી પાણી છે. હું સંતુષ્ટ થઈ જઈશ." તેવી જ રીતે, આપણે ઝંખી રહ્યા છીએ, મૃગજળ પાછળ દોડી રહ્યા છીએ. કોઈ શાંતિ નથી, કોઈ સુખ નથી. તેથી આપણે આપણું ધ્યાન ભગવાન તરફ વાળવું પડે. આ મૃગજળ પાછળ ના ભાગો. ફક્ત ભગવાન તરફ, કૃષ્ણ તરફ, વળો. તે આપણો પ્રચાર છે. તમારું ધ્યાન ના વાળો... તમારી ઇન્દ્રિયોને ભ્રમિત માયાના સૌંદર્યમાં ના જોડો. ફક્ત તમારી ઇન્દ્રિયોને કૃષ્ણમાં જોડો, સાચી સુંદરતા. તે કૃષ્ણ ભાવનામૃત છે. આગળ વધો.
તમાલ કૃષ્ણ: "શિવજી એક વાર જ્યારે ગાઢ ધ્યાનમાં હતા, પણ જ્યારે સુંદર કુંવારી પાર્વતી આવી તેમને ઇન્દ્રિય આનંદ માટે મોહિત કર્યા, તેમણે પ્રસ્તાવ સ્વીકાર કર્યો અને તેના પરિણામ સ્વરૂપ કાર્તિકેયનો જન્મ થયો."
પ્રભુપાદ: ઓહ, અહી કાર્તિકેય છે. (હાસ્ય) હા. હરે કૃષ્ણ. આગળ વધો. (હાસ્ય)
તમાલ કૃષ્ણ: "જ્યારે હરિદાસ ઠાકુર ભગવાનના એક યુવાન ભક્ત હતા, તેઓ પણ આ રીતે માયાદેવીના આવતર દ્વારા આકર્ષિત કરવામાં આવ્યા હતા."
પ્રભુપાદ: હવે અહિયાં અંતર છે. શિવજી, તેઓ સૌથી મહાન દેવતા છે. તેઓ પાર્વતી દ્વારા આકર્ષિત થયા હતા, અને તે આકર્ષણના પરિણામ સ્વરૂપ, કાર્તિકેય નામનો પુત્ર જન્મ્યો હતો. તે હતું, શું કહેવાય છે, દેવતાઓનું ષડયંત્ર, કે જ્યાં સુધી શિવજીના વીર્યમાથી એક પુત્ર ઉત્પન્ન નહીં થાય, રાક્ષસો પર વિજય પ્રાપ્ત કરવો અશક્ય છે. તો કાર્તિકેયને દેવતાઓનો સેનાપતિ માનવામાં આવે છે. પણ અહિયાં, બીજું ઉદાહરણ. હરિદાસ ઠાકુર. હરિદાસ ઠાકુર એક યુવાન છોકરા હતા, વીસ, ચોવીસ વર્ષના, અને તે હરે કૃષ્ણ જપ કરી રહ્યા હતા, અને તે ગામના જમીનદાર, તે હરિદાસ ઠાકુરથી ખૂબ ઈર્ષા કરતો હતો. તેણે ષડયંત્ર રચ્યું અને તેને પરાજિત કરવા એક વેશ્યાને પ્રવૃત કરી. તો વેશ્યા સમ્મત થઈ ગઈ અને મધ્ય રાત્રિએ, ખૂબ જ સુંદર વેશમાં અને તે યુવાન હતી, અને હરિદાસ ઠાકુરને મોહિત કરવાનો પ્રયાસ કર્યો. પણ તેઓ મોહિત થયા નહીં. તે અંતર છે. એક કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ, એક સાધારણ વ્યક્તિ પણ, શિવજી અને બ્રહ્માજીના સ્તર પર નહીં, પણ તે માયા દ્વારા ક્યારેય પરાજિત નથી થતો. પણ જે વ્યક્તિ પૂર્ણ રીતે કૃષ્ણ ભાવનાભાવિત નથી, ભલે તે શિવજી કે બ્રહ્માજી હોય, તે માયા દ્વારા પરાજિત થશે, બીજાનું તો શું કહેવું. તે સ્થિતિ છે. આગળ વધો. "જ્યારે હરિદાસ ઠાકુર ભગવાનના એક યુવાન ભક્ત હતા..."
તમાલ કૃષ્ણ: ".... તેમને આવી જ રીતે માયાદેવી દ્વારા આકર્ષિત કરવામાં આવ્યા હતા, પણ હરિદાસ તેમની શુદ્ધ કૃષ્ણભક્તિને કારણે સરળતાથી પરીક્ષામાં સફળ થયા. ભગવાનનો એક નિષ્ઠાવાન ભક્ત બધા ભૌતિક ઇન્દ્રિય સુખોને ઘૃણા કરવાનું શીખી જાય છે કારણકે તે ભગવાનના સંગમાં આધ્યાત્મિક આનંદના પરમ સ્વાદનું આસ્વાદન કરે છે. તે સફળતાનું રહસ્ય છે."