GU/Prabhupada 0551 - અમારા વિદ્યાર્થીઓ પાસે વધુ સારી પ્રવૃત્તિ છે - મીઠાઈના લાડુ



Lecture on BG 2.62-72 -- Los Angeles, December 19, 1968

પ્રભુપાદ: પરમ દ્રષ્ટવા નિવર્તતે (ભ.ગી. ૨.૫૯). પરમ, જો તમને વધુ સારી વસ્તુ મળે, તમે ઊતરતી વસ્તુને છોડી દેશો. તે આપણો સ્વભાવ છે. જેમ કે અમારા વિદ્યાર્થીઓ, અમેરિકન વિદ્યાર્થીઓ, તેઓ બધા માંસાહારથી ટેવાયેલા હતા. પણ હવે બીજી વિદ્યાર્થી, તે મીઠાઈના લાડુ બનાવે છે, ઇસ્કોન લાડુ, અને તેઓ માંસાહાર ભૂલી રહ્યા છે. તેમને હવે માંસાહાર નથી ગમતો. તેમની પાસે હવે વધુ સારી પ્રવૃત્તિ છે, મીઠાઈના લાડુ. (હાસ્ય) તેવી જ રીતે, આ રીત છે. જ્યારે તમને વધુ સારી પ્રવૃત્તિ મળે... આપણે આનંદ ઝંખી રહ્યા છીએ. આનંદમયો અભ્યાસાત (વેદાંત સૂત્ર ૧.૧.૧૨). દરેક જીવ આનંદ શોધી રહ્યો છે. તે તેનો સ્વભાવ છે. તમે રોકી ના શકો. જો તમે રોકશો... જેમ કે એક બાળક કઈ આનંદ પાછળ છે, તે કઈ તોડી રહ્યો છે, આનંદ. પણ તે નથી કરતો, કે... તે તોડી રહ્યો છે, પણ તે તોડવામાં ફક્ત આનંદ મેળવી રહ્યો છે. તેવી જ રીતે, આપણને ખબર નથી કે આ જીવનના ભૌતિક ખ્યાલમાં આનંદ શું છે. આપણે તોડી રહ્યા છીએ અને નિર્માણ કરી રહ્યા છીએ. તમારા દેશમાં મે ઘણી જગ્યાએ જોયું છે. સારી ઇમારતને તોડવામાં આવે છે, અને ફરીથી, તે જ જગ્યાએ, બીજી ઇમારત ઊભી કરવામાં આવે છે. તમે જોયું? તોડવું અને ઊભું કરવું. તોડવું અને... "ઓહ, આ ઇમારત જૂની છે. તેને તોડી કાઢો." તેજ બાળપણની રમત. તમે જોયું? ફક્ત આ મનુષ્ય જીવનનો મૂલ્યવાન સમય બરબાદ કરવો. તોડવું અને ઊભું કરવું, તોડવું અને ઊભું કરવું. "આ મોટરગાડી વ્યર્થ છે. બીજું '૬૯ મોડેલ." અને હજારો લોકો તે '૬૯ મોડેલ માં જોડાવામાં આવે છે. તમે જોયું? તે શું છે? સાર છે, તોડવું અને ઊભું કરવું, તોડવું અને ઊભું કરવું. એક બાળકની જેમ. તમે જોયું? તો જ્યાં સુધી વ્યક્તિને વધુ સારી પ્રવૃત્તિ નહીં મળે, કૃષ્ણ ભાવનામૃત, ચોક્કસ તેઓ આ તોડવા અને ઊભા કરવામાં સંલગ્ન રહેશે, તોડવું અને ઊભું કરવું. બાલિશ પ્રવૃત્તિ. પરમ દ્રષ્ટવા નિવર્તતે (ભ.ગી. ૨.૫૯). અને જ્યાં સુધી આપણા કૃષ્ણ ભાવનામૃતના વિદ્યાર્થીઓ છે, તેઓ તેમના બે કલાકને ચોવીસ કલાકથી વધુ બનાવવાનો પ્રયત્ન કરે છે. તેમની પાસે એટલી બધી પ્રવૃત્તિ છે.

તો જ્યાં સુધી વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં જોડાય નહીં, તે માયાની પ્રવૃત્તિમાં હશે, તે જ વસ્તુ. લોકો આવી પ્રવૃત્તિની પ્રશંસા કરી શકે છે, "ઓહ, તે ખૂબ જ ધનવાન માણસ છે. તેણે આટલી સરસ ઇમારત તોડી કાઢી અને ફરીથી સરસ ઇમારત બનાવી." તો, આ ભૌતિક દ્રષ્ટિએ બહુ સારું છે, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ તેઓ ફક્ત સમય વ્યર્થ કરી રહ્યા છે. (ગાય છે) હરિ હરિ બિફલે જનમ ગ્વાઈનું, તે ગીત. (ગાય છે) મનુષ્ય જનમ પાઈયા, રાધા કૃષ્ણ ના ભજીયા, જાનિયા શુનીયા બિષ ખાઈનુ. જાણીજોઇને, હું ઝેર પીવું છું. ઝેર. કેમ ઝેર? આ મૂલ્યવાન મનુષ્ય જીવનનો સમય નષ્ટ કરવો તે ઝેર પીવું છે. જેમ કે એક માણસ ઝેર પીવે છે. તે જાણતો નથી કે તેનું આગલું જીવન શું છે. તે ભૂત બનવા જઈ રહ્યો છે. વર્ષો માટે, તેને દંડરૂપે ભૌતિક શરીર નહીં મળે. તમે જોયું છે? ગૌરસુંદરે આપણા બેક ટુ ગોડહેડ (ભગવદ દર્શન) માં એક ભૂત પર લેખ લખ્યો છે. ઇંગ્લૈંડમાં, તે ભૂત કે જેણે ક્રોમવેલ સાથે લડાઈ કરી? તે હજુ પણ લડી રહ્યા છે. રાત્રે, લડાઈનો ધ્વનિ આવે છે. તમે જોયું? તો ઝેર મતલબ આ મનુષ્ય જીવન છે એક તક કૃષ્ણ ભાવનામૃત સ્વીકારવા માટે અને ભગવદ ધામ જવા માટે. પણ જો આપણે આ કૃષ્ણ ભાવનામૃતમાં નહીં જોડાઈએ, ફક્ત તોડવા અને જોડવાની ક્રિયામાં જ જોડાઈશું, તો આપણે ફક્ત ઝેર પી રહ્યા છીએ. તેનો મતલબ આગલા જીવનમાં મને જન્મ અને મૃત્યુના ચક્કરમાં ફેંકી દેવામાં આવશે ૮૪,૦૦, ૦૦૦ યોનીઓમાં, અને મારુ જીવન બરબાદ થઈ જાય છે. આપણે જાણતા નથી કે કેટલા લાખો વર્ષો સુધી આપણે ફરતા રહેવું પડશે તે જન્મ અને મૃત્યુના ચક્કરમાં. તેથી તે ઝેર છે.