GU/Prabhupada 0552 - કેવી રીતે આ જન્મ અને મૃત્યુના પુનરાવર્તનને રોકવું - હું ઝેર પી રહ્યો છું



Lecture on BG 2.62-72 -- Los Angeles, December 19, 1968

પ્રભુપાદ: જાનિયા શુનીયા બિષ ખાઈનુ. હું આ જાણું છું, હું સાંભળું છું. છતાં,... જાનિયા શુનીયા બિષ.... જેમ કે એક ચોર. જાનિયા શુનીયા, આ શબ્દો બહુ જ મહત્વપૂર્ણ છે. જાનિયા મતલબ જાણીને, અને શુનીયા મતલબ સાંભળીને. તો એક ટેવાયેલો ચોર, તે જાણે છે કે "જો હું ચોરી કરીશ તો મને જેલમાં પૂરી દેવામાં આવશે." અને તેણે શાસ્ત્રોમાથી સાંભળ્યુ પણ છે કે "ચોરી ના કર. નહીં તો તને નર્કમાં નાખવામાં આવશે." તો તેણે ગ્રંથોમાથી સાંભળ્યુ છે અને તેણે વ્યાવહારિક રીતે જોયું પણ છે. તેણે વ્યાવહારિક રીતે અનુભવેલું પણ છે, પણ છતાં, જેવો તે જેલના જીવનમાથી મુક્ત થાય છે, તે ફરીથી તે જ ભૂલ કરે છે. જાનિયા શુનીયા બિષ ખાઈનુ. આપણે જાણીએ છીએ, આપણે શાસ્ત્રો પરથી સાંભળીએ છીએ, અધિકારીઓ પાસેથી, વેદિક સાહિત્યો, કે "મારી પાસે આ શરીરની દુખમય સ્થિતિ છે, ભૌતિક શરીર, ભૌતિક ત્રિતાપો સહન કરવા; છતાં, હું આ જન્મ અને મૃત્યુના પુનરાવર્તનને રોકવા માટે ખૂબ ચિંતિત નથી. હું ઝેર પી રહ્યો છું." જાનિયા શુનીયા બિષ ખાઈનુ. હરિ હરિ બિફલે જનમ ગ્વાઈનુ. આ ભજનો બહુ જ ઉપદેશાત્મક છે. માત્ર જાણીજોઇને, આપણે ઝેર પી રહ્યા છીએ. આગળ વધો.

તમાલ કૃષ્ણ: "જે વ્યક્તિ, તેથી, કૃષ્ણ ભાવનામૃતમાં નથી, તે ગમે તેટલો શક્તિશાળી કેમ ના હોય કૃત્રિમ રીતે ઇન્દ્રિય સંયમ કરવામાં, તે આખરે ચોક્કસ પતન પામે છે, ઇન્દ્રિય સુખનો એક નાનકડો વિચાર પણ તેને ઇન્દ્રિય તૃપ્તિ તરફ લઈ જશે." ૬૩: "ક્રોધમાથી, ભ્રમ થાય છે, અને ભ્રમમાથી સ્મરણશક્તિનો નાશ થાય છે. જ્યારે સ્મરણ શક્તિ ખોવાઈ જાય છે, બુદ્ધિ ખોવાઈ જાય છે, અને જ્યારે બુદ્ધિ ખોવાઈ જાય છે વ્યક્તિ ફરીથી ભૌતિક માયાજાળમાં પતન પામે છે."

પ્રભુપાદ: આપણી સ્થિતિ છે, આપણે આ શરીરના બનેલા છે. શરીર મતલબ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોનો નિયંત્રક, શું કહેવાય છે, ચાલક, ઇન્દ્રિયોનો ચાલક, મન છે. અને મનની ક્રિયા છે, વિચારવું, અનુભવવું, અને ઈચ્છા કરવી, મનોવિજ્ઞાન, મનોવિજ્ઞાન, તે બુદ્ધિ દ્વારા સંચાલિત થાય છે. અને બુદ્ધિની ઉપર, હું છું. હું આધ્યાત્મિક આત્મા છું. તો કેવી રીતે આપણે આ માયાનો શિકાર બનીએ છીએ, તે અહી વર્ણવેલું છે, કે ક્રોધમાથી ભ્રમ થાય છે, અને ભ્રમમાથી સ્મરણશક્તિ ખોવાય છે. સ્મરણશક્તિનો નાશ. હું પૂર્ણ રીતે ભૂલી ગયો છું કે હું આ શરીર નથી, હું આધ્યાત્મિક આત્મા છું, અહમ બ્રહ્માસ્મિ; હું પરબ્રહ્મનો અભિન્ન અંશ છું. તે હું ભૂલી ગયો છું. અને જ્યારે સ્મરણશક્તિનો નાશ થાય છે, અને જેવુ હું ભૂલી જઉ છું કે હું આત્મા છું, હું મારી જાતને આ ભૌતિક જગત સાથે ઓળખાવું છું, ભ્રમ. બુદ્ધિનો નાશ. મારે બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈતો હતો મનની ગતિવિધિઓ કરવા માટે - વિચારવું, અનુભવવું અને ઈચ્છા કરવી - અને કારણકે મારૂ મન નિયંત્રિત નથી, મારી ઇન્દ્રિયો નિયંત્રિત નથી, તેથી હું પતન પામું છું. આ સંપૂર્ણ શારીરિક રચનાનું વિશ્લેષણ છે. આગળ વધો.

તમાલ કૃષ્ણ: ૬૪: "જે વ્યક્તિ તેની ઇન્દ્રિયોને નિયમિત સિદ્ધાંતોથી નિયંત્રિત રાખી શકે છે અને જે આસક્તિ અને ઘૃણાથી મુક્ત છે તે ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકે છે."

પ્રભુપાદ: હા. આપણે પતિત થયેલા છીએ. આપણે કેવી રીતે પતિત થયા છીએ? ઇન્દ્રિય સુખના સ્તર પર પતન પામ્યા છીએ. તેથી તમારે ઇન્દ્રિય, ઇન્દ્રિય નિયંત્રણના સ્તરથી ઉપર ઉઠવાનું શરૂ કરવું પડે. તે આત્મા સાક્ષાત્કારની વિધિ છે. ક્યાં તો તમે યોગ પદ્ધતિનો અભ્યાસ કરો કે ભક્તિ પદ્ધતિનો, શરૂઆત છે ઇન્દ્રિય નિયંત્રણ.