GU/Prabhupada 0557 - આપણે હરિદાસ ઠાકુરની જેમ ખૂબ જ મજબૂત રીતે કૃષ્ણ ભાવનામૃત તરફ ઢળેલા હોવા જોઈએ



Lecture on BG 2.62-72 -- Los Angeles, December 19, 1968

તમાલ કૃષ્ણ: "તે ફક્ત હકીકત સમજવાની અને સ્વીકારવાની વાત છે. ખટવાંગ મહારાજે કૃષ્ણને શરણાગત થઈને જીવનની આ અવસ્થા તેમના મૃત્યુની થોડીક મિનિટો પહેલા જ પ્રાપ્ત કરી હતી. નિર્વાણ મતલબ ભૌતિક જીવનની ક્રિયાનો અંત. બુદ્ધ તત્વજ્ઞાન પ્રમાણે, આ ભૌતિક જીવન પછી ફક્ત શૂન્ય છે. પણ ભગવદ ગીતા અલગ રીતે શીખવાડે છે. વાસ્તવિક જીવન આ ભૌતિક જીવનના અંત પછી શરૂ થાય છે. સ્થૂળ ભૌતિકવાદી માટે, તે જાણવું પર્યાપ્ત છે કે વ્યક્તિએ તેનું ભૌતિક જીવન અંત કરવું જ પડશે. પણ આધ્યાત્મિક રીતે ઉન્નત વ્યક્તિઓ માટે, આ ભૌતિક જીવન પછી બીજું જીવન છે. તેથી, આ જીવનના અંત પહેલા, જો વ્યક્તિ સદભાગ્યે કૃષ્ણ ભાવનાભાવિત બનશે, ચોક્કસ તે તરત જ બ્રહ્મનિર્વાણનું પદ પ્રાપ્ત કરે છે. ભગવાનના સામ્રાજ્ય અને ભગવાનની ભક્તિમાં કોઈ અંતર નથી. કારણકે બંને નિરપેક્ષ સ્તર પર છે, ભગવાનની દિવ્ય પ્રેમમય સેવામાં જોડાવું એટ્લે આધ્યાત્મિક રાજ્ય પ્રાપ્ત કરવું. ભૌતિક જગતમાં ઇન્દ્રિય તૃપ્તિના કાર્યો છે, જ્યારે આધ્યાત્મિક જગતમાં કૃષ્ણ ભાવનામૃતના કાર્યો છે. તેથી આ જીવનમાં કૃષ્ણ ભાવનામૃતની પ્રાપ્તિ તે બ્રહ્મપ્રાપ્તિ જ છે, અને જે વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિત છે તે ચોક્કસ ભગવાનના રાજ્યમાં પ્રવેશી ચૂક્યો જ છે. શ્રીલ ભક્તિવિનોદ ઠાકુરે ભગવદ ગીતાના બીજા અધ્યાયને સાર બનાવ્યો છે સંપૂર્ણ ગ્રંથના વિષયનો. ભગવદ ગીતામાં, વિષય વસ્તુ છે કર્મયોગ, જ્ઞાનયોગ..."

પ્રભુપાદ: જ્ઞાનયોગ.

તમાલ કૃષ્ણ: "... જ્ઞાનયોગ અને ભક્તિયોગ. બીજા અધ્યાયમાં, કર્મયોગ અને જ્ઞાનયોગની સ્પષ્ટપણે ચર્ચા કરવામાં આવેલી છે, અને ભક્તિયોગની ઝાંખી પણ આપવામાં આવેલી છે. અહી શ્રીમદ ભગવદ ગીતાના બીજા અધ્યાયના વિષય વસ્તુ પર ભક્તિવેદાંત તાત્પર્યનો અંત થાય છે."

પ્રભુપાદ: આભાર. કોઈ પ્રશ્ન? હા.

તમાલ કૃષ્ણ: હું હમેશા અસ્પષ્ટ છું... તે અહી કહ્યું છે કે એક શુદ્ધ ભક્ત જેમ કે હરિદાસ ઠાકુર માયાવાદી પ્રલોભનોનો શિકાર નહીં બને, પણ બ્રહ્માજી, શિવજી, શિકાર બની શકે. હું હમેશા વિચારતો હતો કે તેઓ ભગવાનના શુદ્ધ ભક્તો છે.

પ્રભુપાદ: ના. તેઓ શુદ્ધ ભક્તો છે, પણ તેઓ ગુણાવતાર છે. જેમ કે બ્રહ્માજી આ ભૌતિક બ્રહ્માણ્ડની અંદર સર્વોચ્ચ વ્યક્તિ છે. તેઓ દરેક જીવના પિતા છે. તો તેઓ... અવશ્ય, આપણે બહુ ધ્યાનપૂર્વક અભ્યાસ કરીએ, હરિદાસ ઠાકુર છે, ભક્તિમય સેવામાં, બ્રહ્મા કરતાં પણ ઉચ્ચ સ્થિતિમાં. જોકે તેમને બ્રહ્માના અવતાર ગણવામાં આવે છે, બ્રહ્મા હરિદાસ. તો આપણે વિચલિત ના થવું જોઈએ જ્યારે આપણે બ્રહ્માજી અને શિવજીને તેવી રીતે મોહિત થયેલા જોઈએ છીએ. આપણે આ શિક્ષા લેવી જોઈએ, કે જો બ્રહ્માજી, શિવજી, ક્યારેક માયાના શિકાર બની શકે છે, તો આપણું શું કહેવું? તેથી આપણે ખૂબ જ, ખૂબ જ સાવચેત રહેવું જોઈએ. પતનની શક્યતા બ્રહ્મા અને શિવ જેવા પદ પર પણ છે, તો સાધારણ વ્યક્તિઓનું શું કહેવું. તેથી આપણે હરિદાસ ઠાકુરની જેમ બહુ જ મજબૂત રીતે કૃષ્ણ ભાવનામૃતમાં રહેવું જોઈએ. પછી આપણે માયાનું આકર્ષણ બહુ જ સહેલાઇથી પાર કરી શકીશું. તે સમજવાનું છે. એવું નથી "બ્રહ્માએ તે બતાવ્યુ," તે શું કહેવાય છે, "દુર્બળતા. તેઓ દુર્બળ છે અથવા કમજોર છે." ના. તે આપણી શિક્ષા માટે છે.