GU/Prabhupada 0558 - આપણી પરિસ્થિતી તટસ્થ છે. કોઈ પણ ક્ષણે, આપણે પતિત થઈ શકીએ છીએ
Lecture on BG 2.62-72 -- Los Angeles, December 19, 1968
પ્રભુપાદ: હા. અથવા સૌ પ્રથમ, તેનું. હા.
ભક્ત: એવું કહ્યું છે કે એક વાર તમે ભગવાનને પ્રાપ્ત કરી લો, એક વાર તમે કૃષ્ણ પાસે પાછા જાઓ, પછી તમે પતિત નથી થતાં. પણ તેવું પણ કહ્યું છે કે આપણે મૂળ રૂપે ત્યાથી આવ્યા છીએ. જો આપણે ત્યાથી આવ્યા છીએ, આપણે કેવી રીતે પતિત થયા જો આપણે ત્યાં જ હતા તો?
પ્રભુપાદ: હા. જેમ કે આ ઉદાહરણ કે બ્રહ્મા અને શિવ જેવા વ્યક્તિઓ, તેઓ પણ ક્યારેક માયાનો શિકાર બને છે. તો આપણી, મારો કહેવાનો અર્થ છે, પતિત થવાની વૃત્તિ હમેશા હોય જ છે. અને કારણકે આપણે ભગવાનના અભિન્ન અંશ છીએ અને કારણકે અત્યારે આપણે ભૌતિક જગતમાં છીએ, તે સમજવું જોઈએ કે આપણે પતિત થયેલા છીએ. પણ તમે ઇતિહાસ શોધી ના શકો કે ક્યારે તમે પતિત થયા. તે અશકય છે. પણ આપણી સ્થિતિ તટસ્થ છે. કોઈ પણ ક્ષણે, આપણે પતિત થઈ શકીએ છીએ. તે વૃત્તિ છે. તેથી આપણે તટસ્થ કહેવાઈએ છીએ. પણ કોઈ... જેમ કે તે સમજવું બહુ સરળ છે. દરેક વ્યક્તિ રોગી બની શકે છે. તે સાચું નથી? હવે જ્યારે તમે રોગી છો, તે શોધવાની કોઈ જરૂર નથી કે ક્યારે તમે રોગી થયા. તમે રોગી છો, તમારી સારવાર કરાવો, બસ તેટલું જ. તેવી જ રીતે, આપણે જીવનની ભૌતિક સ્થિતિમાં છીએ. બસ તેને સાજા કરતાં જાઓ, અને જેવા તમે સાજા થઈ જશો, સાવચેતી રાખો કે ફરીથી પતિત ના થાઓ. પણ પતિત થવાની શક્યતા છે, ફરીથી રોગી બનવાની. એવું નથી કે એક વાર તમે સાજા થયા પછી, ફરીથી રોગી બનવાની કોઈ શક્યતા જ નથી. શક્યતા છે. તેથી આપણે બહુ જ સાવચેત રહેવું પડે. હા.
ભક્ત: ભગવદ ગીતામાં પૃષ્ઠ ૪૧ ઉપર કહ્યું છે કે બ્રહ્મા બીજા ગુરુ છે. મને એવું હતું કે ગુરુ સદાને માટે જીવે છે; પણ બ્રહ્મા સદાને માટે નથી જીવતા. પ્રભુપાદ: હા. આપણે હમેશા જીવીએ છીએ. શરીરના બદલાવથી આપણે મરતા નથી. તમે હમેશને માટે જીવો છો, હું હમેશને માટે જીવું છું. મૃત્યુ મતલબ શરીરનો બદલાવ, બસ તેટલું જ. જેમ કે તમે તમારો વેશ બદલો છો. જ્યારે તમે તમારો વેશ બદલો છો, તેનો અર્થ નથી કે તમે મૃત્યુ પામ્યા છો. તેવી જ રીતે શરીરનો બદલાવ મતલબ વાસ્તવમાં મૃત્યુ નહીં. અથવા બીજા શરીરમાં પ્રકટ થવું મતલબ વાસ્તવમાં મૃત્યુ નહીં. જીવ માટે કોઈ જન્મ કે મૃત્યુ નથી, પણ આપણી ભૌતિક સ્થિતિ અનુસાર શરીરનો બદલાવ થાય છે. તેને જન્મ અને મૃત્યુ તરીકે લેવામાં આવે છે. વાસ્તવમાં કોઈ જન્મ અને મૃત્યુ છે જ નહીં. હા?
મધુદ્વિષ: પ્રભુપાદ, જે ભગવાન બુદ્ધની પૂજા કરે છે, શું તેના માટે કોઈ ગ્રહ છે જવા માટે? અથવા...
પ્રભુપાદ: હમ્મ?
મધુદ્વિષ: જે વ્યક્તિ ભગવાન બુદ્ધની પૂજા કરે છે,
પ્રભુપાદ: હા?
મધુદ્વિષ: ભક્તિગણ(?) માં, તેઓ કહે છે, અથવા કોઈ રીતે, ભગવાન બુદ્ધની કોઈ પ્રકારની ભક્તિ કરે છે, શું તેના માટે કોઈ લોક છે કે જ્યાં ભગવાન બુદ્ધ રહે છે...
પ્રભુપાદ: હા. એક તટસ્થ સ્તર છે. તે ગ્રહ નથી. તે વચ્ચેની સ્થિતિ છે આધ્યાત્મિક જગત અને ભૌતિક જગતની વચ્ચે. પણ વ્યક્તિએ પાછા આવવું પડે છે. જ્યાં સુધી વ્યક્તિ આધ્યાત્મિક આકાશમાં પ્રવેશ નથી કરતો અને કોઈ આધ્યાત્મિક ગ્રહમાં તેનું સ્થાન ગ્રહણ નથી કરતો... જેમ કે તમે આકાશમાં ઊડો છો. જ્યાં સુધી તમે કોઈ ગ્રહ પર નથી, તમારે પાછા આવવું પડે છે. તમે બધા દિવસો આકાશમાં ઊડી ના શકો. તે શક્ય નથી. તે તટસ્થ સ્તર છે. બીજા ગ્રહમાં નહીં, કે આ ગ્રહમાં પણ નહીં, ઉડતું. તમે ક્યાં સુધી ઊડી શકો? તમારે કોઈ શરણ તો લેવી જ પડે. પણ જો તમે ઉચ્ચ લોકોમાં કે ઉચ્ચ પદની શરણ લીધી, તો તમારે પાછા આવવું નહીં પડે. તો... તે જ ઉદાહરણ આપી શકાય છે. ધારોકે જો તમે બાહ્ય આકાશમાં જાઓ છો... જેમ કે અવકાશયાત્રી, તેઓ ક્યારેક જાય છે. લોકો વિચારે છે, "ઓહ, તે ક્યાં જતો રહ્યો, ઘણો ઊંચે, ખૂબ જ ઊંચે." પણ તે ક્યાય નથી ગયો. તે ફરીથી પાછો આવે છે. તો તે ખોટી તાળીઓ પાડવામાં આવે છે, "ઓહ, તે ખૂબ જ ઊંચે ગયો છે, ખૂબ જ ઊંચે." આટલું ઊંચે જવાનો લાભ શું છે? બીજી ક્ષણે તમે પાછા આવો છો. કારણકે તમારી પાસે બીજા ગ્રહ પર પ્રવેશ કરવાની કોઈ શક્તિ નથી. તો તમારું યંત્ર, આ અવકાશયાન અથવા આ વિમાનો, તમને મદદ કરશે? તમારે પાછા આવવું જ પડે. એના કરતાં, તમે કોઈ એટલાન્ટીક મહાસાગર, અથવા પેસિફિક મહાસાગરમાં પડી જાઓ, અને કોઈ વ્યક્તિ જશે અને તમને બહાર કાઢશે. તમે જોયું? આ તમારી સ્થિતિ છે. તો શુન્યવાદ મતલબ આકાશમાં ઉડવું અને ફુલાવું, "હું ખૂબ ઊંચે આવી ગયો છું, હું ખૂબ જ ઊંચે આવી ગયો છું, ખૂબ જ ઊંચે." (હસે છે) તે મૂર્ખ માણસ જાણતો નથી કે કેટલી વાર તે ઉચ્ચ અવસ્થાને તે ટકાવી રાખશે. તમે જોયું? તે નીચે આવશે.