GU/Prabhupada 0562 - મારી અધિકૃતતા વેદિક ગ્રંથો છે



Press Interview -- December 30, 1968, Los Angeles

પ્રભુપાદ: મારી અધિકૃતતા વેદિક શાસ્ત્રો છે, હા. તમે ભગવદ ગીતા જોશો... તમે અમારી પુસ્તક ભગવદ ગીતા જોઈ છે?

પત્રકાર: હા. અમારા કાર્યાલય પર તે છે. મે જોઈ છે.

પ્રભુપાદ: વર્ણનો છે. આ વસ્તુઓના વર્ણનો છે. બીજી પ્રકૃતિ કે જેને આધ્યાત્મિક પ્રકૃતિ કહેવાય છે તેનું વર્ણન છે. આ ભૌતિક પ્રકૃતિ છે. આકાશ, જ્યાં સુધી તમે જોઈ શકો છો, આ એક બ્રહ્માણ્ડ છે. તેવી જ રીતે, લાખો બ્રહ્માણ્ડો છે. અને બધુ ભેગું મળીને, તે ભૌતિક આકાશ છે. અને તેનાથી પરે, આધ્યાત્મિક આકાશ છે, જે આના કરતાં, ઘણું, ઘણું મોટું છે. અને આધ્યાત્મિક ગ્રહો છે. તો આ માહિતી અમને ભગવદ ગીતામાથી મળે છે, બીજા વેદિક શાસ્ત્રોનું તો કહેવું જ શું. ભગવદ ગીતા, તે રોજ વાંચવામાં આવે છે, વ્યાવહારિક રીતે આખી દુનિયામાં, પણ તેઓ સમજતા નથી. તેઓ ફક્ત ભગવદ ગીતાના વિદ્યાર્થી બને છે, અથવા ફક્ત તે વિચારવા માટે કે "હું ભગવાન છું." બસ. પણ તેઓ કોઈ વિશેષ માહિતી સ્વીકારતા નથી. આઠમા અધ્યાયમાં એક શ્લોક છે, પરસ તસ્માત તુ ભાવો અન્યો અવ્યક્તો અવ્યક્તાત સનાતન: (ભ.ગી. ૮.૨૦). આ ભૌતિક પ્રકૃતિથી પરે બીજી એક પ્રકૃતિ છે તે શાશ્વત છે. આ પ્રકૃતિ અસ્તિત્વમાં આવે છે, ફરીથી વિનાશ, વિનાશ થાય છે. પણ તે પ્રકૃતિ શાશ્વત છે. આ વસ્તુઓ છે. તેવી જ રીતે, ત્યાં, ગ્રહો પણ શાશ્વત છે. ત્યાં, જીવો, પણ શાશ્વત છે. તેને સનાતન કહેવાય છે. સનાતન મતલબ શાશ્વત, કોઈ પણ અંત વગર, કોઈ પણ શરૂઆત વગર. પણ આ પ્રકૃતિ, જેમ આપણને છે, આ શરીરને એક શરૂઆત છે અને તેને અંત છે, તેવી જ રીતે કઈ પણ, આ બ્રહ્માણ્ડની પ્રકૃતિને એક શરૂઆત છે અને તેને એક અંત છે. તો અમારું આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે કેવી રીતે આપણે પોતાને તે પ્રકૃતિ, શાશ્વત પ્રકૃતિમાં પરિવર્તિત કરીએ.

પત્રકાર: તે માણસની પૃચ્છા છે.

પ્રભુપાદ: હા. તે જિજ્ઞાસા છે. દરેક વ્યક્તિ સુખી બનવાનો પ્રયત્ન કરી રહ્યું છે કારણકે તે દરેક જીવનો વિશેષાધિકાર છે. તે સ્વભાવથી સુખી બનવા ઈચ્છે છે, પણ તે જાણતો નથી કે કેવી રીતે સુખી બનવું. તે સુખી બનવાનો પ્રયત્ન કરી રહ્યો છે ત્યાં કે જ્યા ચાર વસ્તુઓ છે, દુખમય સ્થિતિઓ છે, જેના નામ છે જન્મ, મૃત્યુ, રોગ, અને વૃદ્ધાવસ્થા. તો ઘણા વૈજ્ઞાનિકો, તેઓ સુખી બનવાનો પ્રયાસ કરે છે, લોકોને સુખી બનાવવાનો, પણ કયા વૈજ્ઞાનિકે મૃત્યુ, વૃદ્ધાવસ્થા, રોગને રોકવાની કોશિશ કરી છે? કોઈ વૈજ્ઞાનિકે કરી છે?

પત્રકાર: હું જાણતો નથી.

પ્રભુપાદ: તો આ શું છે? કેમ તેઓ વિચાર નથી કરતાં કે "આપણે આટલી બધી પ્રગતિ કરી રહ્યા છીએ, આપણે આ ચાર વસ્તુઓ માટે શું પ્રગતિ કરી છે?" તેમની પાસે કશું નથી. અને છતાં તેઓ બહુ ગર્વિત છે, શિક્ષામાં પ્રગતિ, વિજ્ઞાન. પણ ચાર પ્રાથમિક દુખમય અવસ્થાઓ, તે તો જેમની તેમ જ છે. તમે જોયું? તબીબી વિજ્ઞાનમાં પ્રગતિ હોઈ શકે છે, પણ એવી કોઈ દવા નથી જે દાવો કરી શકે "હવે કોઈ રોગ નહીં, આવી જાઓ." શું એવી કોઈ દવા છે? તો શું તે પ્રગતિ છે? ઊલટું, અલગ અલગ પ્રકારના રોગો વધી રહ્યા છે. તેમણે પરમાણુ હથિયારની શોધ કરી છે. તે શું છે? મારવા માટે. પણ શું તમે એવું કઈ શોધ્યું છે કે જેથી હવે કોઈ માણસ મરશે નહીં? તે શ્રેય છે. માણસ પ્રત્યેક ક્ષણે મરી રહ્યો છે, તો તમે મૃત્યુને ઝડપી બનાવવા કઈક શોધ કરી છે. બસ તેટલું જ. શું તે બહુ, બહુ સારો શ્રેય છે? તો મૃત્યુનો કોઈ ઉપાય નથી, કોઈ નથી... તે લોકો રોકવાનો પ્રયાસ કરે છે, મારા કહેવાનો અર્થ છે, વસ્તીવધારો. પણ ઉપાય ક્યાં છે? દરેક મિનિટે, ત્રણ વ્યક્તિઓ વધી રહ્યા છે. તે આંકડા છે. તો જન્મનો કોઈ ઉપાય નથી, મૃત્યુનો કોઈ ઉપાય નથી, રોગનો કોઈ ઉપાય નથી અને વૃદ્ધાવસ્થાનો કોઈ ઉપાય નથી. એક મહાન વૈજ્ઞાનિક હતા, પ્રોફેસર આઈન્સ્ટાઇન, તે પણ વૃદ્ધ ઉમ્મરે મૃત્યુ પામ્યા હતા. કેમ તેમણે વૃદ્ધાવસ્થાને અટકાવી નહીં? દરેક વ્યક્તિ યુવાન રહેવાનો પ્રયાસ કરે છે. તે પદ્ધતિ ક્યાં છે? તો તેઓ આનું સમાધાન કરવાની દરકાર નથી કરતાં કારણકે આ તેમના હાથની બહાર છે. તે લોકો કઈક ગોળગોળ કહે છે, બસ. તેઓ વાસ્તવિક સમસ્યા શું છે અને તેનો ઉકેલ કેવી રીતે કરવો તેની દરકાર નથી કરતાં. તેઓ દરકાર નથી કરતાં. પણ અહી એક આંદોલન છે, કૃષ્ણ ભાવનામૃત. તે બધી જ સમસ્યાઓનો સાચો ઉકેલ છે, જો લોકો તેને ગંભીરતાથી સ્વીકારે તો. હા. અને સંપૂર્ણ વસ્તુ ભગવદ ગીતામાં વર્ણિત છે. તેમને સમજવાની કોશિશ કરવા દો. ઓછામાં ઓછું, પ્રયોગ તો કરો. શા માટે તે લોકો આટલા બધા નિષ્ઠુર છે અને પોતાના રસ્તા પર ચાલ્યા જાય છે?