GU/Prabhupada 0561 - દેવતાઓ મતલબ લગભગ ભગવાન. તેમને બધા ઇશ્વરી ગુણો હોય છે



Press Interview -- December 30, 1968, Los Angeles

પત્રકાર: જો મને અનુમતિ હોય તો મને આ સમજાવો. શું તમે કહી રહ્યા છો કે ચંદ્ર પર વ્યક્તિઓ રહે છે?

પ્રભુપાદ: હા.

પત્રકાર: ત્યાં છે. અને તેઓ દેવતાઓ છે?

પ્રભુપાદ: હા.

પત્રકાર: તે દેવતાઓ છે. તમે કેવી રીતે આ જાણો છો?

પ્રભુપાદ: અમારા ગ્રંથો પરથી, વેદિક ગ્રંથો પરથી.

પત્રકાર: ગ્રંથો પરથી?

પ્રભુપાદ: વેદિક ગ્રંથો.

પત્રકાર: તમે તેને કેવી રીતે સ્પેલ કરો?

પ્રભુપાદ: વી-ઈ-ડી-આઈ-સી.

પત્રકાર: ઓહ, વેદિક. હું ક્ષમા માંગુ છું.

પ્રભુપાદ: હા.

પત્રકાર: મને ક્ષમા કરજો, હું ક્ષમા માંગુ છું...

પ્રભુપાદ: કોઈ વાંધો નહીં, તેઓ મતલબ...

પત્રકાર: હું તમારા પ્રતિ અપરાધ કરવા ન હતો માંગતો.

પ્રભુપાદ: ક્યારેક હું તમારો ઉચ્ચાર નથી સમજી શકતો.

પ્રભુપાદ: હું જાણું છું.

પ્રભુપાદ: તે દેશની ભિન્નતા છે. તેનો કોઈ વાંધો નહીં. હા.

પત્રકાર: અને તે સાહિત્યો, વેદિક ગ્રંથો, તેમાં તે કહ્યું છે કે, કે ચંદ્ર પર લોકો રહે છે.

પ્રભુપાદ: ઓહ, હા.

પત્રકાર: પણ તેઓ દેવતાઓ છે.

પ્રભુપાદ: દેવતાઓ મતલબ તેઓ મનુષ્યો કરતાં ખૂબ જ ઉન્નત હોય છે. તેથી.. તેઓ પણ આપણી જેમ જીવો છે, પણ તેમનો જીવનકાળ, તેમની જીવનશૈલી, તેમની સંસ્કૃતિ, આધ્યાત્મિક જ્ઞાન, એટલું ઉન્નત હોય છે કે તેમને દેવતાઓ કહેવાય છે. લગભગ ભગવાન. તેઓ તેટલા ઉન્નત છે. દેવતાઓ મતલબ લગભગ ભગવાન. તેમને બધા ઇશ્વરી ગુણો હોય છે, અને તેઓ વાતાવરણીય કાર્યકલાપોના નિયંત્રક હોય છે. એમાથી કોઈ વર્ષાનું નિયંત્રક છે, કોઈ અગ્નિનું નિયંત્રક છે. જેમ તમારે અહી નિયંત્રકો છે, કોઈ આ વિભાગનો વિભાગીય નિર્દેશક કે તે વિભાગનો નિર્દેશક, તેવી જ રીતે તમે કેમ નથી વિચારતા કે આ બ્રહ્માણ્ડ, તેની પાછળ એક મહાન મગજ છે અને ઘણા બધા નિર્દેશકો છે અને સંચાલન છે? લોકો તે સ્વીકારતા નથી. પ્રકૃતિ. પ્રકૃતિ મતલબ તમે શું સમજો છો? આટલી સરસ વસ્તુઓ, આટલી અદ્ભુત વસ્તુઓ આપમેળે ચાલી રહી છે, કોઈ પણ નિયંત્રણ વગર? તમે જોયું?

પત્રકાર: તે એક પ્રશ્ન છે કે જે એક વ્યક્તિ પોતાને હમેશા પૂછે છે, હું ધારુ છું. તે મનુષ્યની પોતાને જાણવાની પૃચ્છાનો એક ભાગ છે અને...

પ્રભુપાદ: પણ તેમને સામાન્ય જ્ઞાન હોવું જોઈએ કે તમે એક અવકાશયાનને તરતુ મૂકવાનો પ્રયાસ કરો છો, કેટલા બધા વૈજ્ઞાનિક મગજ કામ કરી રહ્યા છે. અને લાખો અદ્ભુત અવકાશયાનો કે જેને ગ્રહો કહેવામા આવે છે, તે હવામાં તારી રહ્યા છે, તેની પાછળ કોઈ મગજ નથી. આ શું છે? શું તે માનવું ઠીક છે?

પત્રકાર: હું જાણતો નથી. મારે તેના વિશે મનન કરવું જ જોઈએ.

પ્રભુપાદ: તમારે તે જાણવું જોઈએ. તે કેવી રીતે થઈ શકે. તેની પાછળ એક વિશાળ મગજ હોવું જ જોઈએ. તે કામ કરી રહ્યું છે.

પત્રકાર: હવે તમે એવું કહો છો કે ચંદ્ર, એમ કહેવું કે...? હું શું કહું? મુખ્ય કાર્યાલય છે, જ્યાં દેવતાઓ રહે છે?

પ્રભુપાદ: ના, આવા આ સ્તરના બીજા ઘણા ગ્રહો છે. ઘણા ગ્રહો છે. ચંદ્ર તેમાથી એક છે.

પત્રકાર: આમાથી કોઈ દેવતાએ પૃથ્વીની મુલાકાત લીધી છે અથવા...

પ્રભુપાદ: પહેલા તેઓ આવતા હતા કારણકે તે વખતે લોકો તેમને જોવા યોગ્ય હતા. તમે જોયું?

પત્રકાર: જ્યારે તમે કહો છો પહેલા, તમારો મતલબ હજારો વર્ષો પહેલા અથવા...

પ્રભુપાદ: ના. ઓછામાં ઓછું પાંચ હજાર વર્ષો પૂર્વે.

પત્રકાર: ઓછામાં ઓછું, પાંચ હજાર વર્ષો પૂર્વે છેલ્લે કે કોઈ પણ, કે આપણે... શું તેઓ મનુષ્યના રૂપમાં છે?

પ્રભુપાદ: હા. જ્યાં સુધી અમને માહિતી મળે છે, ક્યારેક મહાન યજ્ઞો કરવામાં આવે છે, અને બીજા ગ્રહોમાથી દેવતાઓ, તેમને આમંત્રણ આપવામાં આવે છે, અને તેઓ આવતા હતા.

પત્રકાર: ક્યાં...? ક્યાં...? અને આ છે... તમારી અધિકૃતતા આ વિધાન પરથી વેદિક સાહિત્ય આધારિત છે?

પ્રભુપાદ: હા.

પત્રકાર: અચ્છા. અચ્છા.

પ્રભુપાદ: તે મારા દ્વારા નિર્મિત નથી.

પત્રકાર: ઓહ, હું જાણું છું! ના! હું તે સૂચિત ન હતો કરતો. પણ મારે ફક્ત જાણવું હતું કે ક્યાથી...