GU/Prabhupada 0564 - હું કહું છું 'ભગવાનની આજ્ઞાનું પાલન કરો, પ્રેમ કરવાનો પ્રયત્ન કરો' - તે મારો ઉદેશ્ય છે



Press Interview -- December 30, 1968, Los Angeles

પત્રકાર: હું તમને આમાથી કોઈ પણ પ્રશ્ન પ્રાસંગિક રીતે નથી પૂછી રહ્યો. કૃપા કરીને સમજજો. તમારું અર્થઘટન, અથવા કેવી રીતે સિદ્ધાંત અલગ પડે છે મૂળ યહૂદી-ખ્રિસ્તી નૈતિકતાની દસ આજ્ઞાઓથી? કેવી રીતે ભિન્ન છે?

પ્રભુપાદ: કોઈ ફરક નથી.

પત્રકાર: ઠીક છે. તો જો તે વાત છે તો તમે શું આપી રહ્યા છો... જ્યારે હું કહું છું "તમે" મારો અર્થ છે (અસ્પષ્ટ)

પ્રભુપાદ: હા, હા.

પત્રકાર: મૂળ રૂપે, તમે શું આપી રહ્યા છો જે ખ્રિસ્તી કે યહૂદી નૈતિકતાથી અલગ છે?

પ્રભુપાદ: કારણકે, જેમ મે તમને કહ્યું, કે તેમનામાથી કોઈ પણ ભગવાનની આજ્ઞાઓનું ચુસ્ત રીતે પાલન નથી કરી રહ્યું. હું ફક્ત કહું છું કે "તમે ભગવાનની આજ્ઞાઓનું પાલન કરો." તે મારો સંદેશ છે.

પત્રકાર: બીજા શબ્દોમાં, "તમે તે સિદ્ધાંતોનું પાલન કરો."

પ્રભુપાદ: હા. હું કહેતો નથી કે "તમે ખ્રિસ્તી, તમે હિન્દુ બની જાઓ અથવા મારી પાસે આવો." હું ફક્ત કહું છું "તમે આ આજ્ઞાઓનું પાલન કરો." તે મારી આજ્ઞા છે. હું તમને વધુ સારો ખ્રિસ્તી બનાવું છું. તે મારો ઉદેશ્ય છે. હું એવું નથી કહેતો કે "ભગવાન ત્યાં નથી, ભગવાન અહિયાં છે," પણ હું ફક્ત કહું છું કે "તમે ભગવાનની આજ્ઞાનું પાલન કરો." તે મારો ઉદેશ્ય છે. હું કહેતો નથી કે તમારે આ સ્તર પર આવવું પડશે અને કૃષ્ણને જ ભગવાન સ્વીકારવા પડશે બીજા કોઈને નહીં. ના. હું તેવું કહેતો નથી. હું કહું છું, "કૃપા કરીને ભગવાનની આજ્ઞાનું પાલન કરો. કૃપા કરીને ભગવાનને પ્રેમ કરવાનો પ્રયત્ન કરો." તે મારો ઉદેશ્ય છે.

પત્રકાર: પણ ફરીથી તો પછી...

પ્રભુપાદ: અને હું ભગવાનને પ્રેમ કરવાનો માર્ગ આપું છું. બહુ જ સરળતાથી, કેવી રીતે પ્રેમ કરવો, જો તમે સહમત થાઓ તો.

પત્રકાર: ઠીક છે, જુઓ, ફરીથી આપણે અહી આવીએ છીએ...

પ્રભુપાદ: તો વ્યવાહારિક રીતે તમે જુઓ છો કે મારામાં કોઈ અંતર નથી.

પત્રકાર: હા, હું સમજુ છું. હું પ્રશંસા કરું છું.

પ્રભુપાદ: હા. તમે ભગવાનમાં વિશ્વાસ કરો, હું ભગવાનમાં વિશ્વાસ કરું. હું ફક્ત કહું છું "તમે ભગવાનને પ્રેમ કરવાનો પ્રયાસ કરો."

પત્રકાર: ઠીક છે, હું... હજુ પણ... એવું નથી કે હું ગૂંચવાયેલો છું. હું સમજુ છું તમે જે કહી રહ્યા છો તે...

પ્રભુપાદ: તમે હજુ ગૂંચવાયેલા છો?

પત્રકાર: ના, ના, હું સમજુ છું તમે જે કહી રહ્યા છો. જે મને ગૂંચવે છે કે અથવા... જ્યારે હું કહું છું, મને, મારો મતલબ અમારા ઘણા બધા વાચકો... તે છે કે શા માટે? મને પ્રશ્ન ફરીથી પૂછવા દો. મને મારા મનની સ્પષ્ટતા માટે ફરીથી પૂછવા દો. મારે તમારા મુખમાં શબ્દો નથી મૂકવા, પણ મને આ રીતે કહેવા દો. શું તમે કહો છો કે તમારો ઉદેશ્ય અને યહૂદી, ખ્રિસ્તી, પાશ્ચાત્ય નૈતિક્તાનો ઉદેશ્ય એક સમાન જ છે, ફરીથી મને તે જ પ્રશ્ન પૂછવા દો, એવું કેમ છે કે યુવાપેઢી અથવા સામાન્ય લોકો, આકર્ષિત નથી, અથવા પૂર્વ-બાજુના ધર્મો તરફ વળી રહ્યા છે, જો તેમનું લક્ષ્ય અથવા પક્ષ પાશ્ચાત્ય છે. કેમ તેઓ પૂર્વ બાજુ જઈ રહ્યા છે જો તેમનો પક્ષ તે જ છે તો?

પ્રભુપાદ: કારણકે આ ખ્રિસ્તી લોકો, તેઓ તેમને વ્યવહારિક રીતે નથી શીખવાડી રહ્યા. હું તેમને વ્યવહારિક રીતે શીખવાડું છું.

પત્રકાર: બીજા શબ્દોમાં, તમે તેમને શીખવાડી રહ્યા છો જે તમને વ્યવહારુ લાગે છે, રોજીંદુ, માણસની આત્માના સંતોષને મેળવવાની આ રોજીંદી પદ્ધતિ.

પ્રભુપાદ: હા. કેવી રીતે... ભગવદ પ્રેમ બાઇબલ અથવા જૂની આવૃત્તિ અને ગીતા દ્વારા શીખવવામાં આવે છે, તે ઠીક છે. પણ તમે તેમને શીખવી નથી રહ્યા કેવી રીતે ભગવાનને પ્રેમ કરવો. હું તેમને શીખવાડી રહ્યો છું કે કેવી રીતે ભગવાનને પ્રેમ કરવો. તે અંતર છે. તેથી યુવાન લોકો આકર્ષિત થઈ રહ્યા છે.

પત્રકાર: ઠીક છે. તો અંત તો એક જ છે. તે ત્યાં જવાની પદ્ધતિ છે.

પ્રભુપાદ: પદ્ધતિ નહીં. તમે તો જરા પણ પાલન નથી કરી રહ્યા, જોકે પદ્ધતિ છે. જેમ કે હું કહું છું, પદ્ધતિ છે, "મારશો નહીં," અને તમે મારી રહ્યા છો.

પત્રકાર: અચ્છા, પણ તમારું... અંત એક જ છે. તમારું અંતિમ મુકામ...

પ્રભુપાદ: અંત એક જ છે.

પત્રકાર: એક જ છે, પણ રસ્તો...

પ્રભુપાદ: પદ્ધતિ પણ એકસમાન છે, પણ તેઓ લોકોને પદ્ધતિનું પાલન શીખવાડતા નથી. હું તેમને વ્યાવહારિક રીતે શીખવાડું છે કેવી રીતે પાલન કરવું અને કેવી રીતે તે કરવું.