GU/Prabhupada 0565 - હું તેમને કેવી રીતે ઇન્દ્રિયોને નિયંત્રિત રાખવી તેનું પ્રશિક્ષણ આપું છું



Press Interview -- December 30, 1968, Los Angeles

પત્રકાર: મને તમને એવું કઈક પૂછવા દો જેમાં હમણાં જ અમે એક મોટા વિવાદમાં પડી ગયા હતા. અમે હમણાં જ એક બાળકો માટે યુવાન અખબાર શરૂ કર્યું છે. અને એક સૌથી... મારે શું કહેવું જોઈએ? અને ખાસ વસ્તુ જે કદાચ માણસો વચ્ચેનો સૌથી મોટો મતભેદ આપે છે, અથવા ઓછામાં ઓછું અમેરિકન પુરુષો અને સ્ત્રીઓનો ભગવદ પ્રેમ અથવા દસ આજ્ઞાઓનું પાલન, સમસ્યા છે, હું કેવી રીતે કહું, ઠીક છે, મૈથુન સમસ્યા. અમને આ દેશમાં શીખવાડવામાં આવ્યું છે, અને અમારી પૃષ્ઠભૂમિ 'પ્યુરિટન' છે, કે મૈથુન એક ખરાબ વસ્તુ છે. અને હું વિચારું છું, આશા છે કે અમે એમાથી બહાર આવી રહ્યા છીએ, જ્યારે યુવાન લોકો, એક વ્યક્તિ જ્યારે તરુણ ઉમરે પહોંચે છે... અહી આ દેશમાં, મને ખબર નથી બીજા દેશોમાં. તેને એક ભયંકર સમસ્યાની શરૂઆત થાય છે. હવે હું તે કહું છું કે જે દેખીતું છે. આપણે બધા આમાથી પસાર થયા છીએ.

પ્રભુપાદ: હા, દરેક વ્યક્તિ.

પત્રકાર: પણ તેવું લાગે છે કે તે પાશ્ચાત્ય દેશોમાં અશક્ય થઈ રહ્યું છે યુવાન લોકોને એવી વસ્તુ આપવી માટે કે જેથી તેઓ સમજી શકે પહેલું કે જે તેઓ અનુભવી રહ્યા છે તે સામાન્ય સુંદર વસ્તુ છે, અને બીજું, કેવી રીતે તેનો સામનો કરવો. અને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં એવું કશું જ નથી કે જે શીખવાડે અથવા એક યુવાન વ્યક્તિને તે વસ્તુનો સામનો કરવામાં મદદ કરે જે, ખૂબ ખૂબ જ મુશ્કેલ સમસ્યા છે. અને હું તેમાથી ગુજરી ચૂક્યો છું. આપણે બધા. હવે તમે તમારા સંદેશમાં, યુવાન લોકોને આવું કઈક આપો છો...

પ્રભુપાદ: હા.

પત્રકાર: .... સ્વીકારવા માટે, અને જો છે, તો તે શું છે?

પ્રભુપાદ: હા, હા. હું આપું છું.

પત્રકાર: શું?

પ્રભુપાદ: હું મારા શિષ્યોને લગ્ન કરવા માટે કહું છું. હું આ છોકરાઓને સ્ત્રીમિત્રો સાથે રહેવાની અનુમતિ નથી આપતો. ના. તમારે લગ્ન કરવું જ પડે, સજ્જનની જેમ જીવન, તમારી પત્નીને સહાયક માનો, તમારા પતિને પાલક માનો. આ રીતે, હું તેમને શીખવાડું છું. આ છોકરો ફક્ત ચાર દિવસ પહેલા જ વિવાહિત થયો. તે પ્રોફેસર છે. તો મારે ઘણા બધા વિવાહિત શિષ્યો છે, અને તેઓ સુખેથી રહે છે. આ છોકરી વિવાહિત છે. પહેલા તેઓ સ્ત્રીમિત્રો, પુરુષમિત્રો સાથે રહેતા હતા. હું તેની અનુમતિ નથી આપતો. હું તેની અનુમતિ નથી આપતો.

પત્રકાર: ઠીક છે... મને થોડું વધારે મૂળભૂત જવા દો. કોઈ જ્યારે ચૌદ, પંદર, સોળ વર્ષનું હોય તેનું શું?

પ્રભુપાદ: તે જ વસ્તુ. અવશ્ય, બીજી વસ્તુ છે કે અમે અમારા છોકરાઓને બ્રહ્મચારી બનવાનું પણ શીખવાડીએ છીએ. બ્રહ્મચારી. બ્રહ્મચારી મતલબ કેવી રીતે બ્રહ્મચર્યનું જીવન જીવવું.

પત્રકાર: હમ્મ?

પ્રભુપાદ: હમણાં, હોવર્ડ, બ્રહ્મચારી જીવન સમજાવ.

પત્રકાર: હા, હું સમજુ છું.

હયગ્રીવ: તે ઇન્દ્રિય નિયંત્રણ છે, અને તેઓ અમને ઇન્દ્રિય નિયંત્રણ શીખવાડે છે. સામાન્ય રીતે, જ્યાં સુધી છોકરો ૨૨,૨૩,૨૫ વર્ષનો નથી થતો, લગ્ન નથી થતાં.

પત્રકાર: તમારો મતલબ તેની સંસ્કૃતિમાં.

પ્રભુપાદ: હા. અમે છોકરી પસંદ કરીએ છીએ, કહો કે ૧૬, ૧૭ વર્ષની, અને છોકરો ૨૪ વર્ષથી વધુ નહીં. હું તેમના લગ્ન કરાવું છું. તમે જોયું? અને કારણકે તેમનું ધ્યાન કૃષ્ણ ભાવનામૃત પર કેન્દ્રિત છે, તેમને બહુ જ ઓછી રુચિ છે ફક્ત મૈથુન જીવન માટે. તમે જોયું? તેમની પાસે વધુ સારી પ્રવૃત્તિ છે. પરમ દ્રષ્ટવા નિવર્તતે (ભ.ગી. ૨.૫૯). તમે જોયું? અમે પૂરક આપીએ છીએ. અમે ફક્ત એવું જ નથી કહેતા કે "તમે તે ના કરો," અમે કઈક વધુ સારું આપીએ છીએ. તમે જોયું? પછી આપમેળે "નથી કરવું' જાતે જ આવી જાય છે. તમે જોયું?

પત્રકાર: તેના યોગ્ય સમયે.

પ્રભુપાદ: તરત જ. અમે વધુ સારી પ્રવૃત્તિ આપીએ છીએ.

પત્રકાર: તે શું છે?

પ્રભુપાદ: જેમ કે અમારા છોકરાઓ અને છોકરીઓ, તેઓ બધા કૃષ્ણ ભાવનામૃતના કાર્યોમાં સંલગ્ન છે, મંદિરના કાર્યમાં, રંગ કરવામાં, લખવામાં, રેકોર્ડિંગમાં, ઘણી બધી વસ્તુઓ. અને તેઓ ખુશ છે. તેઓ સિનેમા નથી જતાં, તેઓ ક્લબમાં નથી જતાં, તેઓ દારૂ નથી પિતા, તેઓ ધૂમ્રપાન નથી કરતાં. તો વ્યાવહારિક રીતે હું તેમને પ્રશિક્ષિત કરું છું કેવી રીતે નિયંત્રણ કરવું. અને શક્યતા છે કે કારણકે આ છોકરાઓ અને છોકરીઓ, તેઓ બધા અમેરિકન છે. તેમને ભારતથી નથી લાવવામાં આવ્યા. કેમ તેમણે આ સ્વીકાર્યું છે? પદ્ધતિ એટલી સરસ છે કે તેમને તે પસંદ છે. તો જો તમે આ પદ્ધતિનો ફેલાવો કરશો, બધાનો ઉકેલ આવી જશે. પત્રકાર: તો પછી તે...

પ્રભુપાદ: અમે પ્રતિબંધ નથી લગાવતા કે તમે સ્ત્રી સાથે ના મળો અથવા મૈથુન જીવન બંધ કરી દો. અમે તેવું નથી કહેતા. પણ અમે દરેક વસ્તુને કૃષ્ણ ભાવનામૃત હેઠળ નિયંત્રિત કરીએ છીએ. લક્ષ્ય ઉચ્ચ છે. આ બધા ગૌણ સ્તરો છે. તો આ રીતે બધુ જ સરસ છે.