GU/Prabhupada 0568 - અમે ફક્ત દાન ઉપર નિર્ભર છીએ. જો તમે ઈચ્છો, તમે કરી શકો છો



Press Interview -- December 30, 1968, Los Angeles

પ્રભુપાદ: તો આ બધી ગણતરી સાથે, હું અહી આવ્યો હતો, અને મને લાગે છે કે હું સફળ છું, હા.

પત્રકાર: એવું નથી લાગતું કે તેટલા સમયમાં ઘણા લોકો પરિવર્તિત થયા. કેટલા અનુયાયીઓ છે... (છીંકે છે) મને માફ કરજો.

પ્રભુપાદ: તે ઠીક છે.

પત્રકાર: કેટલા અનુયાયીઓ છે તો...? ફક્ત એક સો?

પ્રભુપાદ: એક સો કરતાં થોડા વધારે.

હયગ્રીવ: આ લોકો દિક્ષિત છે જે ચુસ્ત પણે પાલન કરે છે. અવશ્ય, વધુ અને વધુ લોકો મંદિરે આવે છે. વધુ લોકો જોડાય છે.

પત્રકાર: કેટલા મંદિરો છે?

પ્રભુપાદ: અમારે તેર મંદિરો છે. તેર.

પત્રકાર: તેર?

પ્રભુપાદ: એક આ લોસ એંજલિસમાં, એક સાન ફ્રાન્સિસ્કો, એક ન્યુયોર્ક, એક સાંતા ફે, એક બફેલો, એક બોસ્ટન, એક મોંટ્રીયલ, એક વેનકુવર, અને સીએટલ, કોલંબસ, અને પછી લંડન, હેમ્બર્ગ, આ રીતે... હવાઈ.

પત્રકાર: તો તેર મંદિરોમાં સો કરતાં વધુ લોકો છે.

પ્રભુપાદ: હા. હા, સો કરતાં વધુ, હા. આશરે...

હયગ્રીવ: હું નથી જાણતો.

પ્રભુપાદ: હા, મારી પાસે સૂચિ છે. સો કરતાં વધારે છે.

હયગ્રીવ: હશે જ કારણકે તેનો મતલબ મંદિર દીઠ માત્ર દસ થયા.

પ્રભુપાદ: હા. અહી આપણે આ મંદિરમાં આશરે વીસ જણા છે.

પત્રકાર: આશરે વીસ અહિયાં. બેક ટુ ગોડહેડ (ભગવદ દર્શન) ને છાપવાનું ધન ક્યાથી આવે છે?

પ્રભુપાદ: ભગવાન, ભગવાન મોકલે છે. (હસે છે)

પત્રકાર: હા, મને ખાત્રી છે, પણ ભગવાન ચેક નથી લખતા. હું ફક્ત આતુર છું જાણવા. અને મારે કહેવું જ જોઈએ કે...

પ્રભુપાદ: ભગવાન તમને ચૂકવવા માટે કહે છે અને તમે ચૂકવો છો. બસ તેટલું જ.

પત્રકાર: મારે કહેવું જ જોઈએ કે તે પ્રશ્નનો જવાબ ખૂબ જ દ્વિધાયુક્ત છે.

પ્રભુપાદ: (મંદ હાસ્ય) હા. હું અહી આવ્યો હતો... તમને આશ્ચર્ય થશે. હું અહી ફક્ત સાત ડોલર સાથે આવ્યો હતો, અને આખી સ્થાપનાનો ખર્ચો મને લાગે છે, માસિક પાંચ હજાર ડોલરથી ઓછો નથી. ઓછામાં ઓછું.

પત્રકાર: તેનો મતલબ એક વર્ષમાં સાઇઠ હજાર ડોલર. શું તે દાન આવે છે?

પ્રભુપાદ: પાંચ હજાર તો ઓછામાં ઓછું છે. મને લાગે છે કે તેનાથી વધુ છે. હયગ્રીવ: મને કોઈ ખ્યાલ નથી.

પ્રભુપાદ: હા. કારણકે અમે ચૂકવીએ છીએ, આ મંદિર, અમે ચારસો તો ફક્ત ભાડું ચૂકવીએ છીએ. તેવી જ રીતે દરેક જગ્યાએ અમે ત્રણસો, ચારસો ભાડું ચૂકવીએ છીએ.

પત્રકાર: ઠીક છે, શું જે લોકો શિષ્યો અને ભક્તો નથી તે સેવા આપવા આવે છે?

પ્રભુપાદ: હા. ના, અમે બધાને આમંત્રણ આપીએ છીએ, "આવો, કીર્તન કરો. પ્રસાદ ગ્રહણ કરો." અમે આ પ્રસાદ આપીએ છીએ. કીર્તન કરો, નાચો, ભગવદ ગીતા સાંભળો, અને પ્રસાદ લો, અને ઘરે જાઓ.

પત્રકાર: બીજા શબ્દોમાં, જો તેમને થોડું દાન કરવું હોય તો તેઓ કરી શકે છે.

પ્રભુપાદ: હા. અમે દાન માટે કહીએ છીએ, કે "અમે ફક્ત દાન પર નિર્ભર છીએ. જો તમે ઈચ્છો, તમે દાન કરી શકો છો." લોકો કરે છે. હા.

પત્રકાર: હા. શું તે રીતે સામાયિક પ્રકાશિત થાય છે?

પ્રભુપાદ: સામાયિક પણ, અમે તેને બજારમાં લઈ જઈએ છીએ અને વેચીએ છીએ. લોકો ખરીદે છે. તો વાસ્તવમાં અમને કોઈ સ્થિર આવક નથી.

પત્રકાર: ઓહ, તમને નથી.

પ્રભુપાદ: ના. અમે ફક્ત કૃષ્ણ પર નિર્ભર છીએ. પણ કૃષ્ણની કૃપાથી, અમારું આંદોલન વધી રહ્યું છે. તે ઘટી નથી રહ્યું.

પત્રકાર: તે સારું છે. હું ફક્ત આના વિશે આતુર છું કારણકે તે એક સુંદર સામાયિક છે.

પ્રભુપાદ: તો અમને મદદ કરવાનો પ્રયાસ કરો.

પત્રકાર: માફ કરજો?

પ્રભુપાદ: આ આંદોલનને મદદ કરવાનો પ્રયાસ કરો. તમારા અમેરીકામાં, ઘણા બધા ધની માણસો છે. જો કોઈ વ્યક્તિ આવે અને આ આંદોલનને મદદ કરે, એક અથવા બે, અમે સ્થિર પ્રગતિ કરી શકીએ. અમારી પાસે કોઈ ધન નથી. અમે ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ. તમે જોયું? આ છોકરો ઓહાયો યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તો જે પણ તે કમાય છે, તે આના પર ખર્ચ કરે છે. તેવી જ રીતે, આ બધા છોકરાઓ જે પણ તેઓ કમાય છે, તેઓ ખર્ચ કરે છે. પણ તે પર્યાપ્ત નથી, તમે જોયું? અમારે પ્રચાર કરવો છે. અમે પર્યાપ્ત માત્રામાં આ સામાયિકને નથી પ્રકાશિત કરી શકતા. અમારે તેની ઓછામાં ઓછી એક મહિનામાં પચાસ હજાર નકલો પ્રકાશિત કરવી છે, પણ કોઈ ધન નથી. અમે વધુમાં વધુ પાંચ સો પ્રકાશિત કરીએ છીએ.

પત્રકાર: ત્યાં આ કોણ વગાડી રહ્યું છે? (શંખ વાગી રહ્યો છે)