GU/Prabhupada 0569 - 'સ્વામીજી, મને દિક્ષા આપો' હું તરત જ કહું છું 'તમારે આ ચાર સિદ્ધાંતોનું પાલન કરવું પડશે'



Press Interview -- December 30, 1968, Los Angeles

હયગ્રીવ: શંખ.

પત્રકાર: મને લાગ્યું કે શોફર છે.

પ્રભુપાદ: શું તે?

પત્રકાર: શોફર.

પ્રભુપાદ: શોફર?

પત્રકાર: યહૂદીનું વગાડવાનું યંત્ર.

પ્રભુપાદ: આ શંખધ્વનિને ખૂબ જ શુભ ગણાય છે. હા. વાસ્તવમાં તે શંખ ધ્વનિ છે. હા. તો ભગવાનને પ્રાર્થના કર્યા પછી, અમે આ શંખ વગાડીએ છીએ.

પત્રકાર: મને લાગે છે કે મે મુખ્ય પ્રશ્ન પૂછી લીધો છે. મુખ્ય પ્રશ્ન નહીં, પણ જે વસ્તુ મારે જાણવી હતી, ફરીથી, કેમ આ, અને મહાઋષિ જેવા લોકો વિશે, જે મને અને ઘણા લોકોને નિરાશ કરે છે. મારી પુત્રી તેવી વસ્તુઓમાં થોડા સમય માટે જોડાઈ હતી, અને તે ખૂબ જ ખરાબ રીતે ભ્રમિત થઈ હતી.

પ્રભુપાદ: હા. મનોવિજ્ઞાન છે કે તમારા લોકો, બધા પાશ્ચાત્ય લોકો, ખાસ કરીને યુવાનો, તેઓ કઈક વસ્તુની પાછળ છે, તમે જોયું? પણ મુશ્કેલી છે.. જેમ કે હું. જો કોઈ આવે, "સ્વામીજી, મને દિક્ષા આપો." હું તરત જ કહું કે "તમારે આ ચાર સિદ્ધાંતોનું પાલન કરવું પડશે," અને તે જતો રહે છે. અને આ મહાઋષિ, તેણે કોઈ પ્રતિબંધ મૂક્યો નહીં, તમે જોયું? જેમ કે એક ડોક્ટર, જો તે કહે કે "તમે જે ગમે તે કરી શકો. તમે ફક્ત આ દવા લેશો, તમે સાજા થઈ જશો." તે ડોક્ટરને ખૂબ પસંદ કરવામાં આવશે. તમે જોયું?

પત્રકાર: હા. તે ઘણા લોકોની હત્યા કરશે, પણ તેને પસંદ કરવામાં આવશે.

પ્રભુપાદ: હા. (હસે છે) અને એક ડોક્ટર જે કહે છે, "ઓહ, તમે આ ના કરી શકો, તમે આ ના કરી શકો, તમે આ ના ખાઈ શકો," તે ત્રાસ છે. તો તે લોકોને કઈક જોઈએ છે. તે હકીકત છે. પણ તે જ સમયે, તેમને તે ખૂબ જ સસ્તું જોઈએ છે. તેથી ઠગો આવે છે અને તેમને છેતરે છે. તેઓ તકનો લાભ લે છે. "આ લોકોને છેતરાવું છે. ઓહ ચાલો લાભ લઈએ." તમે જુઓ. નહિતો, તેઓ સલાહ આપે છે કે "તમે ભગવાન છો, દરેક વ્યક્તિ ભગવાન છે. તમે ફક્ત પોતાને ઓળખો, તમે ભૂલી ગયા છો. તમે આ મંત્ર લો, અને તમે ભગવાન બની જશો, તને તમે શક્તિશાળી બની જશો. તમને જે પણ ઈચ્છા થાય, તમે નિયંત્રણ કરી શકશો. અને ઇન્દ્રિય નિયંત્રણની કોઈ જરૂર નથી. તમે દારૂ પી શકો છો, તમે પ્રતિબંધ વગર મૈથુન જીવન જીવી શકો છો અને ગમે તે કરી શકો છો." લોકોને તે ગમે છે. "ઓહ, ફક્ત પંદર મિનિટમાં ધ્યાનથી, હું ભગવાન બની જઈશ, અને મારે ફક્ત પાત્રીસ ડોલર જ આપવા પડશે." તો ઘણા લાખો લોકો તૈયાર હશે, "ઓહ, મને કરવા દે." મારો મતલબ, તમારા દેશમાં પાત્રીસ ડોલર બહુ મોટી વસ્તુ નથી... પણ તે પાત્રીસ ગુણ્યા લાખો, તે પાત્રીસ લાખ ડોલર બની જાય છે. (હસે છે) અને અમે રડી રહ્યા છીએ કારણકે અમે છેતરતા નથી. અમે કહીએ છીએ કે જો વાસ્તવમાં તમને જોઈએ છે, તમારે આ પ્રતિબંધોનું પાલન કરવું પડશે. અમે અનુમતિ ના આપી શકીએ કે તે આજ્ઞા છે કે "તું મારીશ નહીં," અને હું કહું, "હા, તું મારી શકે છે. પ્રાણીને કોઈ લાગણી નથી. પ્રાણીને કોઈ આત્મા નથી." અમે આ રીતે બકવાસ ના કરી શકીએ. તમે જુઓ.

પત્રકાર: બસ તે જ વસ્તુ છે, જે મારે જાણવી હતી. તે શરમજનક છે કે આ પ્રકારની વસ્તુઓએ, જેમ હું કહું છું, ઘણા બધા લોકોને નિરુત્સાહી કરી દીધા છે, ઘણા બધા નિરુત્સાહી યુવકો કારણકે...

પ્રભુપાદ: તો કૃપા કરીને અમને મદદ કરવાનો પ્રયાસ કરો. આ આંદોલન બહુ જ સરસ છે. તે માનવ સમાજને મદદ કરશે. તે તમારા દેશને મદદ કરશે, આખા માનવ સમાજને. તે સાચું (પ્રામાણિક) આંદોલન છે, કોઈ બકવાસ નથી, કોઈ છેતરપિંડી નથી. તે અધિકૃત છે. તો હું તમને વિનંતી કરીશ કારણકે...

પત્રકાર: કોનાથી અધિકૃત?

પ્રભુપાદ: કૃષ્ણથી અધિકૃત.

પત્રકાર: શું ભારતમાં રાજ્ય સરકાર દ્વારા એક લાયસન્સ વિભાગ છે લોકોમાં પ્રચાર કરવા માટે અથવા... તમે તે અહી કઈ રીતે કહી શકો?

પ્રભુપાદ: તે હતું નહીં કારણકે ભારતમાં ઘણા બધા ચર્ચો છે, અને તેને ખૂબ જ સજ્જન વ્યક્તિ ગણવામાં આવે છે. તો ફક્ત એક સજ્જન વ્યક્તિના શિષ્ય બનવું પર્યાપ્ત પ્રમાણ છે. જેમ કે તમારા દેશમાં, લગ્નને પ્રમાણ જોઈએ છે. ભારતમાં હજી, કોઈ પ્રમાણ નથી. છોકરાઓ અને છોકરીઓ, તેઓ બેસે છે, સંબંધીઓ સમક્ષ અને પૂજારી અને વૃદ્ધ વ્યક્તિઓ. તેમને પ્રસ્તુત કરવામાં આવે છે. હું આ કરું છું. કોઈ પ્રમાણ નથી. પણ છતાં તેમનો સંબંધ જીવન પર્યંત રહે છે. સર્ટિફિકેટ (પ્રમાણ) શું કરશે? સમારોહ એટલો સરસ છે, પત્ની સ્વીકારે છે "મારો જીવનભરનો પતિ" અને પતિ સ્વીકારે છે પત્નીને "તે મારી જીવનભરની સંગિની છે." તે લોકો અલગ ના થઈ શકે. ભારતમાં એવો કોઈ ઇતિહાસ નથી કે સર્ટિફિકેટ (પ્રમાણ) આપવામાં આવ્યું હોય. ના. પણ છતાં, તેમનો સંબંધ એટલો સરસ છે, કે જીવનપર્યંત. પણ, હવે તેઓ પાશ્ચાત્ય થઈ રહ્યા છે, વિશેષ કરીને મને કહેતા બહુ જ દુખ થાય છે કે હમણાં અમારા કહેવત પાશ્ચાત્ય નેતાઓ તેઓ આ 'હિન્દુ કોડ બિલ' પ્રસ્તુત કરી રહ્યા છે, આ લગ્ન સર્ટિફિકેટ (પ્રમાણ), આ અને તે. પણ પહેલા તે અસ્તિત્વમાં ન હતું.