GU/Prabhupada 0573 - હું કોઈ પણ ભગવદ ભાવનાભાવિત માણસ સાથે વાત કરવા તૈયાર છું
Press Interview -- December 30, 1968, Los Angeles
પ્રભુપાદ: હવે મે પાદરીને એક પત્ર લખ્યો હતો. તમે તે જોયો છે? તે પત્ર ક્યાં છે?
હયગ્રીવ: તે અહિયાં છે.
પત્રકાર: ઓહ, પાદરીને પત્ર. શું તેમણે જવાબ આપ્યો?
પ્રભુપાદ: ના, મને કોઈ જવાબ નથી મળ્યો. શું તે આ પત્રમાં છે? ના, આ પત્રમાં નથી. સૌથી નવો પત્ર ક્યાં છે? કોણ છે ત્યાં? તેમને સૌથી નવા પત્રો લાવવાનું કહો. સૌથી નવો લાવો, હા. તો અમે હમણાં જ પત્ર લખ્યો, પણ દુર્ભાગ્યવશ, મને કોઈ જવાબ નથી મળ્યો. તે કેવી રીતે? (તોડ...)
પ્રભુપાદ: મારે દરેક સાથે સહકાર આપવો છે, પણ તે લોકો ના પાડી રહ્યા છે. હું શું કરી શકું? હું કોઈ પણ ભગવદ ભાવનાભાવિત વ્યક્તિ સાથે વાત કરવા તૈયાર છું. ચાલો કાર્યક્રમ નક્કી કરીએ જેથી લોકોને લાભ થાય, પણ તે લોકોને પોતાની રૂઢીબદ્ધ રીતે જ જવું છે. જો આપણે જોઈએ કે કોઈ એક વિશેષ ધાર્મિક સિદ્ધાંતનું અનુસરણ કરીને વ્યક્તિ તેનો ભગવદ પ્રેમ વિકસિત કરી રહ્યો છે, તે પ્રથમ વર્ગનો ધર્મ છે. પણ જો વ્યક્તિ તેનો પ્રેમ અસુર કે ધન પ્રત્યે વિકસિત કરી રહ્યો છે તો પછી ધર્મ ક્યાં છે?
પત્રકાર: સાચું.
પ્રભુપાદ: (હસે છે) તમે જુઓ. તે આપણી કસોટી છે. જો તમે વિકસિત કર્યો છે... અમે એવું નથી કહેતા કે તમે અનુસરણ કરો. ખ્રિસ્તી ધર્મ કે મુસ્લિમ કે યહૂદી કે હિન્દુ - અમે નથી કહેતા. શું તમે તમારો ભગવદ પ્રેમ વિકસિત કરી રહ્યા છો. પણ તે લોકો ના પાડે છે, "ઓહ, હું ભગવાન છું. ભગવાન કોણ છે? હું ભગવાન છું." તમે જોયું? દરેકને આજકાલ શીખવાડવામાં આવે છે કે દરેક વ્યક્તિ ભગવાન છે. જરા કેવો મજાક છે તે જુઓ. દરેક વ્યક્તિ ભગવાન છે. શું તમે તેવું વિચારો છો?
પત્રકાર: શું તમે મેહેર બાબાને ઓળખો છો?
પ્રભુપાદ: તે બીજો ધૂર્ત છે. તે આ શીખવાડે છે કે દરેક વ્યક્તિ ભગવાન છે.
પત્રકાર: તે કહે છે કે તે ભગવાન છે.
પ્રભુપાદ: તે ભગવાન છે. જરા જુઓ. આ ચાલી રહ્યું છે.
પત્રકાર: શું તમે તેને જાણો છો?
પ્રભુપાદ: મે તેનું નામ સાંભળ્યુ છે. હું આ લોકોને જાણવાની દરકાર નથી રાખતો. તે કોઈ પ્રચાર કરે છે કે તે ભગવાન છે.
પત્રકાર: તે કહે છે કે તે ચાલીસ વર્ષ, પિસ્તાલીસ વર્ષમાં બોલ્યા નથી.
પ્રભુપાદ: તેનો મતલબ લોકો જાણતા નથી ભગવાન શું છે. ધારો કે જો હું તમારી પાસે આવું, જો હું કહું કે હું પ્રેસિડેંટ જોહન્સન છું, શું તમે મને સ્વીકારશો?
પત્રકાર: ના (હસતાં) મને લાગતું નથી કે હું સ્વીકારીશ.
પ્રભુપાદ: પણ આ લોકો, ધૂર્તો, તેને ભગવાન તરીકે સ્વીકારશે કારણકે તેમને ખબર નથી ભગવાન શું છે. તે ખામી છે. અમે જાણીએ છીએ ભગવાન શું છે, તેથી અમે કોઈ ધૂર્તનો ભગવાન તરીકે સ્વીકાર ના કરી શકીએ જે ઘોષણા કરે છે કે તે ભગવાન છે. તે અંતર છે.
પત્રકાર: તે સંપૂર્ણપણે વાહિયાત છે કે કોઈ વ્યક્તિ આવે છે અને તમને કહે છે કે તે ભગવાન છે.
પ્રભુપાદ: પણ તે કેટલો મોટો ધૂર્ત છે જે તેને ભગવાન તરીકે સ્વીકારે છે. તે પ્રથમ ક્રમનો ધૂર્ત છે. તે ઠગ છે અને જે માણસ છેતરાઈ રહ્યો છે તે બીજો ધૂર્ત છે. તેને ખબર નથી ભગવાન શું છે. કોઈ પણ ભગવાન તરીકે આવે, જેમ કે ભગવાન બહુ સસ્તી વસ્તુ થઈ ગઈ છે તે બજારમાં મળે છે, દરેક જગ્યાએ.
પત્રકાર: અવશ્ય પાશ્ચાત્ય ખ્યાલ છે કે માણસ ભગવાનની છબી પરથી રચવામાં આવ્યો છે, તેથી ભગવાન માણસ જેવા જ દેખાતા હોવા જોઈએ, તેથી કોઈ પણ વ્યક્તિ ભગવાન હોઈ શકે છે.
પ્રભુપાદ: તે ઠીક છે. તમારે ઘણા બધા વૈજ્ઞાનિકો છે. જરા શોધવાનો પ્રયત્ન કરો ભગવાનની છબી શું છે, કે શું તેમનું રૂપ છે.... તે વિભાગ ક્યાં છે? તમારી પાસે એવો કોઈ વિભાગ નથી. તમારે કેટલા બધા વિભાગો છે, તકનીકી વિભાગ, આ વિભાગ. તે વિભાગ ક્યાં છે, ભગવાન શું છે તે જાણવા માટે? શું કોઈ જ્ઞાનનો વિભાગ છે?
પત્રકાર: હું નથી જાણતો કે... અત્યાર સુધી કોઈ ભગવાનનો વિભાગ કામ નથી કરતો કે જે હું તમને કહી શકું.
પ્રભુપાદ: તે મુશ્કેલી છે. અને અહી છે, અહી કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે ભગવાનને કેવી રીતે જાણવા તે જ્ઞાનનો વિભાગ છે. પછી તમે કોઈ પણ ધૂર્તને ભગવાન તરીકે નહીં સ્વીકારો, તમે ફક્ત ભગવાનને ભગવાન તરીકે સ્વીકારશો. (અંત)