GU/Prabhupada 0572 - તમારે કેમ કહેવું જોઈએ? 'ઓહ, હું તમને મારા ચર્ચમાં બોલવાની અનુમતિ ના આપી શકું'
Press Interview -- December 30, 1968, Los Angeles
પત્રકાર: શું તમે વિચારો છો, વાસ્તવમાં, કે વ્યાવહારિક રીતે, શું તમે વિચારો છો કે તમારું આંદોલનને વિકસિત થવાની અહી અમેરિકામાં કોઈ તક છે?
પ્રભુપાદ: જ્યાં સુધી હું જોઉ છું એક મહાન તક છે. (તોડ...)
પત્રકાર: તો તમારો સંદેશ વાસ્તવમાં ખ્રિસ્તી કે યહૂદી પાદરી અથવા બીજા કોઈ પણ ધાર્મિક નેતા દ્વારા આપવામાં આવેલા સંદેશ કરતાં અલગ નથી. જો લોકો દસ આજ્ઞાની નૈતિક્તાનું પાલન કરે, તો તે જ છે.
પ્રભુપાદ: અમે લોકોને કહીએ છીએ... અમે નથી કહેતા કે "તમે તમારો, આ ધર્મ છોડી દો. તમે અમારી પાસે આવો." પણ ઓછામાં ઓછું તમે તમારા પોતાના સિદ્ધાંતોનું પાલન કરો. અને... જેમ કે એક વિદ્યાર્થી. સમાપ્તિ પછી... ક્યારેક ભારતમાં એવું થાય છે કે જોકે તેમણે એમ.એ. ની પરીક્ષા ભારતીય યુનિવર્સિટીમાથી પાસ કરી દીધી છે, તેઓ અહિયાં બહારની યુનિવર્સિટીમાં વધુ ભણવા આવે છે. તો તે કેમ આવે છે? વધુ જ્ઞાન પ્રાપ્ત કરવા. તેવી જ રીતે કોઈ પણ ધાર્મિક ગ્રંથનું તમે પાલન કરો, પણ જો તમને અહી કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં વધુ જ્ઞાન મળે, તો તમે કેમ તેનો સ્વીકાર નથી કરતાં જો તમે ભગવાન વિશે ગંભીર છો તો? તમારે કેમ કહેવું જોઈએ, "ઓહ, હું ખ્રિસ્તી છું. હું યહૂદી છું. હું તમારી સભામાં હાજર ના રહી શકું." તમારે કેવું કહેવું જોઈએ, "ઓહ, હું તમને મારા ચર્ચમાં બોલવાની અનુમતિ ના આપી શકું." જો હું ભગવાન વિશે બોલું છું, તમને શું આપત્તિ હોય?
પત્રકાર: હા, હું તમારી સાથે પૂર્ણ પણે સહમત છું. મને ખાત્રી છે કે તમને ખબર છે અને મને તો ચોક્કસ ખબર છે જ કે તે ફક્ત હમણાં જ થયું છે, ઉદાહરણ તરીકે, એક કેથોલિક અહી આવી ના શકતો કારણકે કોઈ બીજું ચર્ચ છે. તે બદલાઈ ગયું છે.