GU/Prabhupada 0606 - અમે ભગવદ ગીતા તેના મૂળ રૂપે નો પ્રચાર કરીએ છીએ, તે અંતર છે
Room Conversation -- January 8, 1977, Bombay
ભારતીય માણસ (૧): અહિયાં રોજની આવક કેટલી છે? તેમને પોતાની, પુસ્તક વિતરણની રોજીંદી આવક જાણવાની ઈચ્છા છે.
પ્રભુપાદ: ઓહ, પુસ્તક વેચાણ? પાંચથી છ લાખ.
ભારતીય માણસ (૧): ઠીક.
પ્રભુપાદ: તમે, તમે વિચારી શકો છો માત્ર પુસ્તક વેચાણથી.
ભારતીય માણસ (૧): અને કેટલા માણસો સુધી તે પહોંચે છે. આ સામાયિક એક ડોલરનું હશે. અમેરિકામાં એક રૂપિયો. (હિન્દી)... તેમના માટે સામાયિક.
પ્રભુપાદ: તો આ ડોક્યુમેંટ્રી છે. અને યુરોપિયનો અને..., તેઓ મૂર્ખ અને ધૂર્ત નથી કે તેઓ બીજી ધાર્મિક પુસ્તકને ખરીદવામાં રુચિ નથી ધરાવતા, તેમની બાઇબલ નહીં. તમે જોયું? તો તેમાં ઘણી શક્તિ છે. તો સંજોગો પ્રમાણે, હવે આપણે સંયુક્ત પ્રયાસો કરવા જોઈએ કે તે વધુ વ્યવસ્થાપૂર્વક આગળ વધે. અત્યારે હું એકલો કરી રહ્યો છું, આ લોકોની મદદથી... પણ કોઈ ભારતીય આવી નથી રહ્યું. આ મુશ્કેલી છે.
અશોક ચુગની: હું વિચારું છું, પૂરા આદર સાથે, ઘણા ભારતીયો તેમના પોતાના ગામડાઓમાં અથવા તેમના પોતાના જિલ્લાઓમાં પ્રયાસ કરી રહ્યા છે.
પ્રભુપાદ: કોઈ નથી કરી રહ્યું.
અશોક ચુગની: ઠીક છે, મારો મતલબ, જો તમે હમણાં ભરતપુરમાં ગયા છો, આશરે ૫,૨૦૦ પથારીઓ છે નેત્ર યજ્ઞ માટે, આંખના ઓપરેશન માટે.
પ્રભુપાદ: હું જાણું છું. તે હું જાણું છું. પણ હું આ સંસ્કૃતિની વાત કરું છું.
અશોક ચુગની: સંસ્કૃતિ, હા.
ભારતીય માણસ (૧): તે એક ચોક્કસ મદદ છે જે વ્યક્તિ કરી રહ્યો છે.
ભારતીય માણસ (૨): (અસ્પષ્ટ)... કર્મનો ભાગ, કોઈ દેખરેખ રાખી રહ્યો છે.
ભારતીય માણસ (૧): વ્યક્તિ ના કરી શકે...
અશોક ચુગની: ભક્તિમાં અને...
પ્રભુપાદ: પણ એક વસ્તુ છે કે અમે ભગવદ ગીતા તેના મૂળ રૂપે નો પ્રચાર કરી રહ્યા છીએ. ભગવદ ગીતામાં એવું કોઈ વિધાન નથી કે તમે લોકોની આંખોનો ખ્યાલ રાખો. એવું કોઈ વિધાન નથી. તે તમારું નિર્મિત કરેલું છે. પણ અમે ભગવદ ગીતા તેના મૂળ રૂપેનો પ્રચાર કરીએ છીએ. તે અંતર છે. અમારો પ્રચાર છે કે આંખોને રાહત આપ્યા કરતાં, તેમને તે રીતે રાહત આપો કે તેને ફરીથી આંખો સાથે આ શરીર સ્વીકારવું જ ના પડે. તમે સમસ્યાનું સમાધાન ના કરી શકો. કોઈ વ્યક્તિ આંખોની કાળજી રાખી રહ્યું છે, કોઈ વ્યક્તિ આંગળીની કાળજી રાખી રહ્યું છે, કોઈ વાળની, કોઈ બીજાની, કોઈ જનનેદ્રિયની, અને એમ, એમ. આ સમસ્યાનું સમાધાન નહીં કરે. સમસ્યા છે, જેમ ભગવદ ગીતામાં કહ્યું છે..., જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુખ દોષાનુદર્શનમ (ભ.ગી. ૧૩.૯). આ બુદ્ધિ છે. જેવુ તમે જન્મ લો છો, ત્યારે તમને આંખો મળે છે, તમને આંખોની મુશ્કેલી છે, વ્યાધિ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ. જો તમે જન્મ મૃત્યુ સ્વીકારશો, તો જન્મ અને મૃત્યુની વચ્ચે વ્યાધિ અને જરા છે. તમારે સ્વીકારવું જ પડે. તમે કદાચ થોડી રાહત આપી શકો, પણ તમારે સ્વીકારવું તો પડશે જ. તો તે ઉકેલ નથી. ઉકેલ છે કેવી રીતે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિને અટકાવવું. તે ઉકેલ છે. તે મોટો ઉકેલ છે. તો અમે તે વસ્તુ આપી રહ્યા છીએ - કોઈ આંખની સમસ્યા જ નહીં હોય. મુખ્ય રોગ... ધારોકે એક માણસ રોગી છે, તો ક્યારેક તે માથાનો દુખાવો અનુભવી રહ્યો છે, ક્યારેક આંખોનો દુખાવો, ક્યારેક આંગળીનો દુખાવો, અને તમે માથાના દુખાવા માટે કોઈ દવા લગાડી રહ્યા છો. તે ઉકેલ નથી. ઉકેલ છે કે આ માણસ આ રોગથી પીડાઈ રહ્યો છે. તેને કેવી રીતે સાજો કરવો? તો ભગવદ ગીતા તે હેતુ માટે છે. ત્યક્તવા દેહમ પુનર જન્મ નૈતિ (ભ.ગી. ૪.૯). અને જેવુ તમે શરીર સ્વીકારો - ક્લેશદ. ન સાધુ મન્યે યતો આત્મનો અયમ અસન્ન અપિ ક્લેશદ આસ દેહ: (શ્રી.ભા. ૫.૫.૪). અસન્ન અપિ. આ શરીર કાયમી નથી. તો કારણકે આ શરીર કાયમી નથી, રોગ પણ કાયમી નથી. તો કૃષ્ણની સલાહ છે કે તાંસ તીતીક્ષસ્વ ભારત. માત્રા સ્પર્શાસ તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુખદા: (ભ.ગી. ૨.૧૪). તમે ઉકેલ કરો - તે સૌથી મહાન ઉકેલ છે, કે કેવી રીતે જન્મ મૃત્યુ અટકાવવું. પણ લોકો તે નથી જાણતા, કે આને રોકી શકાય છે. તેઓ ફક્ત તેમની કામચલાઉ સમસ્યાઓમાં વ્યસ્ત છે. અને તેઓ તેને ખૂબ જ મોટું સમજી રહ્યા છે. તેમાં શું મોટું છે? ધારોકે જો તમને અહિયાં ફોલ્લી થઈ છે. ફક્ત ટાંકણીના ખોંચાડવાથી (ધ્વનિ કરે છે) શું તે સાજું થશે? તબીબી ઓપરેશન કરવું જ પડે, પરુને કાઢવા માટે.
તો આ આંદોલન તે હેતુ માટે છે. તે આ જન્મ મૃત્યુ માટે નથી, મારો મતલબ, કામચલાઉ જરા વ્યાધિ. તે ઠીક છે, પણ કૃષ્ણ છે - જો હું કૃષ્ણની સલાહ લઉં, ભગવદ ગીતા - તે સમસ્યા નથી. જો થોડી મુશ્કેલી છે, તાંસ તીતીક્ષસ્વ ભારત. વાસ્તવિક સમસ્યા છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ (ભ.ગી. ૧૩.૯), તેને રોકવાનો પ્રયાસ કરો. તે બુદ્ધિ છે. ત્યક્તવા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતિ કૌંતેય (ભ.ગી. ૪.૯). તે સંસ્કૃતિ છે; તે શિક્ષા છે - કામચલાઉ (સમસ્યાઓ) ની બહુ ચિંતા કરવી નહીં. તે સારી બુદ્ધિ નથી. તેમને આ સંસ્કૃતિ આપો, કૃષ્ણ ભાવનામૃત. તો આપણે આ શરીર છે. જ્યાં સુધી તમારે આ શરીર છે, તમે આંખોને રાહત આપી શકો, પણ બીજી મુશ્કેલી આવશે. તેની ખાત્રી નથી કે આંખોને રાહત આપવાથી તેને બધા જ રોગોમાથી રાહત મળી જશે. તે... તે ચાલતું રહેશે, જન્મ મૃત્યુ..., એર, માત્રા સ્પર્શાસ તુ કૌંતેય (ભ.ગી. ૨.૧૪). તો રાહત આપો, અને વાસ્તવિક રાહત, કેવી રીતે રોકવું... તે આપણી વેદિક સંસ્કૃતિ છે, કે તમારે પિતા ના બનવું, તમારે માતા ના બનવું, જો તમે તમારા બાળકોને જન્મ અને મૃત્યુના ચક્કરમાથી સુરક્ષા ના આપી શકો. પિતા ન સ સ્યાજ જનની ન સા સ્યાત ન મોચયેદ સમુપેત મૃત્યુમ (શ્રી.ભા. ૫.૫.૧૮). આ વાસ્તવિક સમસ્યા છે. સાચી સંસ્કૃતિ છે કે "આ બાળક મારી પાસે આવ્યો છે, તો આપણે તેને એવી રીતે પ્રશિક્ષિત કરીશું કે તેણે હવે બીજું કોઈ શરીર સ્વીકારવું ના પડે." કારણકે જેવુ આપણે શરીર સ્વીકારીએ છીએ... અવશ્ય, તે વિષય વસ્તુ સમજવી બહુ જ અઘરી છે, પણ ભગવદ ગીતા શીખવાડે છે, યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર ભવતિ (ભ.ગી. ૪.૭). જ્યારે લોકો આ સમસ્યા ભૂલી જાય છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ, કૃષ્ણ વ્યક્તિગત રીતે આવે છે તેમને શીખવાડવા કે "આ તમારી સમસ્યા છે."