GU/Prabhupada 0607 - આપણા સમાજમાં તમે બધા ગુરુભાઈઓ, ગુરુબહેનો છો



Lecture on SB 1.3.13 -- Los Angeles, September 18, 1972

આ ઋષભદેવ, તેમણે શીખવાડયું કે "મારા પ્રિય છોકરાઓ, આ જીવન, મનુષ્ય જીવન, ભૂંડ અને કુતરાઓની જેમ વ્યર્થ કરવાનું નથી." ઇન્દ્રિય તૃપ્તિ ભૂંડોમાં પણ હોય છે - વધુ સારી સુવિધા. કોઈ પ્રતિબંધ નહીં. કોઈ પ્રતિબંધ નહીં. માનવ સમાજમાં ઓછામાં ઓછું થોડો પ્રતિબંધ હોય છે. માત્રા સ્વસ્રા દુહિત્રા. બધા ગ્રંથો કહે છે, "કોઈ નથી..." પણ ઘણા સમાજો છે - આપણે ચર્ચા નથી કરવી - જેઓ માતા, બહેનો અને પુત્રીઓ સાથે પણ મૈથુન સંબંધ રાખે છે. હજુ. પણ તે પહેલા પણ હતું. એવું નહીં, બહુ જ સામાન્ય. પણ શાસ્ત્ર કહે છે, માત્રા સ્વસ્રા દુહિત્રા વા નાવિવિક્તાસનો ભવેત (શ્રી.ભા. ૯.૧૯.૧૭). "તમે એકાંત જગ્યામાં તમારી માતા, બહેન, પુત્રી સાથે પણ ના બેસો." તો લોકો કહી શકે છે, "જે માતા, બહેન, અને પુત્રીના સંગથી વિચલિત થઈ શકે છે, તે ઘણો મૂર્ખ અને સૌથી પતિત હોય છે." ના. શાસ્ત્ર કહે છે બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાંસમ અપિ કર્ષતી. "ઇન્દ્રિયો એટલી બળવાન છે કે વ્યક્તિ ખૂબ જ વિદ્વાન હોય, તે પણ વિચલિત થઈ શકે છે." તે વિચલિત બને છે, માતા, બહેન અને પુત્રીની હાજરીમાં પણ.

તો ઇન્દ્રિયો ખૂબ જ બળવાન છે. બળવાન ઇન્દ્રિય ગ્રામ: તેનો નિષેધ છે. બીજાની તો વાત જ શું કરવી. તેથી, સામાન્ય નૈતિક શિક્ષાઓ અને વેદિક સંસ્કૃતિ છે કે વ્યક્તિની પત્ની સિવાય કોઈ પણ નારીને માતા તરીકે સ્વીકારો. માતૃવત પર દારેશુ. પર દારેશુ. દરેક વ્યક્તિને લગ્ન કરવું જોઈએ. દાર મતલબ પત્ની. પર દારેશુ, બીજાની પત્ની. તેનો ફરક નથી પડતો કે તે નાની છે કે મોટી, પણ તેની સાથે માતાની જેમ વર્તવું જોઈએ. તેથી વેદિક સંસ્કૃતિમાં તે પ્રથા છે, જેવુ વ્યક્તિ બીજી નારીને જુએ છે, તે તેને કહે છે, "માતા", માતાજી. તરત જ, "માતા." તે સંબંધ બનાવે છે. નારી અજાણ્યા પુરુષને પુત્ર માને છે, અને અજાણ્યો પુરુષ અજાણી નારીને માતા માને છે. આ વેદિક સંસ્કૃતિ છે. તો આપણે ખૂબ જ સાવચેત રહેવું જોઈએ. આપણા સમાજમાં, તમે બધા ભગવદ ભાઈઓ, અને બહેનો છે. અથવા જે પરિણીત છે, તેઓ માતા સમાન છે. તો તમારે ખૂબ જ સાવચેત રહેવું જોઈએ. તો તમે ધીર, શાણા રહેશો. તે બ્રાહ્મણ યોગ્યતા છે, બ્રાહ્મણ સંસ્કૃતિ. એવું નહીં કે "કારણકે મને સુંદર છોકરીઓ જોડે પ્રવૃત થવાની સુવિધાઓ છે, તો હું તેનો લાભ લઇશ અને તેમનો ઉપયોગ કરીશ." અથવા છોકરીઓએ પણ તેવું કરવું જોઈએ... ના. તેથી આપણો પ્રતિબંધ: કોઈ વ્યભિચાર નહીં.

વ્યક્તિએ ધીર બનવું પડે. પછી ભગવદ ભાવનામૃતનો પ્રશ્ન છે. પ્રાણીઓને ભગવદ ભાવનામૃત ના હોઈ શકે. તેથી તે ખાસ કરીને કહ્યું છે ધિરાણામ. વર્ત્મ. તેમણે જે માર્ગ બતાવ્યો છે, તે ધીર માટે છે, અધીર માટે નહીં. ધિરાણામ. અને તે બહુ જ સરસ છે કે સર્વાશ્રમ નમસ્કૃતમ. બધા આશ્રમો પ્રશંસા કરશે અને પ્રણામ કરશે. બધા આશ્રમો મતલબ બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, અને સન્યાસ. તો સ્ત્રીઓ સાથેનો વ્યવહાર. વિશેષ કરીને પુરુષોને શિક્ષા આપવામાં આવી છે. બધા સાહિત્યો, બધા વેદિક ગ્રંથો, તે વિશેષ કરીને પુરુષોને શિક્ષા આપવા માટે છે. સ્ત્રીને પતિનું અનુસરણ કરવાનું છે. બસ. પતિ પત્નીને ઉપદેશ આપશે. એવી કોઈ વસ્તુ નથી કે છોકરીએ શાળાએ જવું જોઈએ બ્રહ્મચારી-આશ્રમ ગ્રહણ કરવા, અથવા ગુરુ પાસે જવું જોઈએ શિક્ષા લેવા. તે વેદિક પદ્ધતિ નથી. વેદિક પદ્ધતિ છે કે એક પુરુષને પૂર્ણ રીતે શિક્ષિત કરવો, અને સ્ત્રી, છોકરી, એ પુરુષ સાથે વિવાહ કરવો જ જોઈએ. ભલે પુરુષને ઘણી પત્નીઓ હોય, છતાં, દરેક સ્ત્રી વિવાહિત હોવી જોઈએ. અને તેને પતિ પાસેથી શિક્ષા મળશે. આ વેદિક પદ્ધતિ છે. સ્ત્રીને શાળાએ, અથવા કોલેજે, અથવા ગુરુ પાસે જવાની અનુમતિ નથી. પણ પતિ અને પત્ની, તેમની દિક્ષા થઈ શકે. તે વેદિક પદ્ધતિ છે.

તો ધિરાણામ વર્ત્મ. કારણકે લોકો સૌથી પહેલા સજ્જન થવા જોઈએ. પછી કૃષ્ણ અને ભગવદ ભાવનામૃતની વાત કરો. જો તે પ્રાણી હોય, તે શું સમજી શકે? આ વેદિક પદ્ધતિ છે. ધિરાણામ. ધીર મતલબ તે સજ્જન હોવો જોઈએ, પૂર્ણ રીતે સજ્જન. બધી જ સ્ત્રીઓને "માતા" તરીકે જ સંબોધવી જોઈએ. માતૃવત પર દારેશુ પર દ્રવ્યેશુ લોશ્ત્રવત. આ પ્રશિક્ષણ છે, કે વ્યક્તિએ બીજાની પત્નીને માતા માનવી જોઈએ, અને બીજાના ધનને રસ્તા પરનો કચરો માનવો જોઈએ. કોઈ તેની દરકાર નથી કરતું. તેવી જ રીતે, વ્યક્તિએ બીજાના ધનને સ્પર્શ ના કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિ તેનું પાકીટ ભૂલી ગયો હોય, રસ્તા પર પાકીટ, કોઈ વ્યક્તિ તેને સ્પર્શ નહીં કરે. માણસને આવવા દો અને લેવા દો. તે સંસ્કૃતિ છે. પર દ્રવ્યેશુ લોશ્ત્રવત, આત્મવત સર્વ ભૂતેશુ. અને બધા જીવોને પોતાની જેમ ગણવા. જો કોઈ મને ચૂંટલી ખણે, મને પીડા થાય છે. હું કેમ કોઈને ચૂંટલી ખણું? જો કોઈ મારુ ગળું કાપે, હું ખૂબ જ દિલગીર થાઉં અથવા ખૂબ જ વ્યથિત થાઉં. હું કેમ બીજા પ્રાણીઓનું ગળું કાપું? આ સંસ્કૃતિ છે. આ વેદિક સંસ્કૃતિ છે. અને એવું નહીં કે પ્રાણીઓને બસ મારતા જાઓ અને સ્ત્રીઓનો શિકાર કરતાં જ જાઓ, નગ્ન સ્ત્રીઓ, ધંધો કરો. આ સંસ્કૃતિ નથી. આ માનવ સંસ્કૃતિ નથી.