GU/Prabhupada 0609 - તમે આટલા બધા હરે કૃષ્ણ જપ કરો છો. તે મારી સફળતા છે



Arrival Lecture -- Los Angeles, May 18, 1972

તો મારા પ્રિય છોકરાઓ અને છોકરીઓ, આશરે છ વર્ષો પહેલા હું તમારા દેશમાં આવ્યો હતો, એકલા હાથે, આ કરતાલની જોડ સાથે. હવે તમે કેટલા બધા છો હરે કૃષ્ણ જપ કરતા. તે મારી સફળતા છે. તે ભગવાન ચૈતન્ય મહાપ્રભુની ભવિષ્યવાણી હતી:

પૃથ્વીતે આછે યત નગરાદિ ગ્રામ
સર્વત્ર પ્રચાર હોઈબે મોર નામ
(ચૈ.ભા. અંત્ય ખંડ ૪.૧૨૬)

ભગવાન ચૈતન્યએ ઈચ્છા કરી હતી કે "દરેક નગરોમાં, આ પૃથ્વી પટ પર જેટલા નગરો અને ગામો છે તેમાં, મારા નામનો પ્રચાર થશે." તેઓ કૃષ્ણ પોતે છે, સ્વયમ કૃષ્ણ, કૃષ્ણ ચૈતન્ય નામીને, ફક્ત તેમનું નામ બદલ્યું છે કૃષ્ણ ચૈતન્ય તરીકે. તો તેમની ભવિષ્યવાણી ક્યારેય નિષ્ફળ નહીં જાય. તે હકીકત છે. તો મારી યોજના હતી કે "હું અમેરિકા જઈશ. અમેરિકા દુનિયાનું નેતૃત્વ કરતો દેશ છે. જો હું અમેરિકાની યુવાપેઢીને આશ્વસ્ત કરી શકીશ, તેઓ ગ્રહણ કરશે." હું વૃદ્ધ માણસ છું. હું અહિયાં સિત્તેર વર્ષે આવ્યો હતો; હવે હું છોતેર વર્ષનો છું. તો મારી ચેતવણી થઈ ગઈ છે. ઓગણીસો એકોતેરમાં, મને એક તીવ્ર હ્રદયરોગનો હુમલો થયો હતો. તમે જાણો છો, બધા. તો ચૈતન્ય મહાપ્રભુનું મિશન હવે તમારા હાથમાં છે. તમે અમેરિકન છોકરાઓ અને છોકરીઓ, ખૂબ જ બુદ્ધિશાળી અને કૃષ્ણ કૃપા પ્રાપ્ત. તમે ગરીબ નથી. તમારી પાસે પૂરતો પુરવઠો છે, પ્રતિષ્ઠા છે. બધુ જ ભૌતિક, તમે બધા સંપન્ન છો. જો તમે કૃપા કરીને આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને ગંભીરતાથી લેશો, તમારો દેશ બચી જશે, અને આખી દુનિયા બચી જશે.