GU/Prabhupada 0610 - જ્યાં સુધી વ્યક્તિ વર્ણ અને આશ્રમનો સ્વીકાર ના કરે, તે મનુષ્ય નથી
Lecture on BG 7.1 -- Calcutta, January 27, 1973
જો તમારે કૃષ્ણને અથવા ભગવાનને જાણવા હોય તમારી તાર્કિક ક્રિયાથી, એક વર્ષ, બે વર્ષ માટે નહીં... પંથાસ તુ કોટી શત વત્સર સંપ્રગમ્યો વાયોર અથાપિ (બ્ર.સં. ૫.૩૪). માનસિક તર્કોથી નહીં, પણ વાયુ, અથવા પવન, અથવા મનની ગતિથી દોડતા વિમાનથી, મનની ગતિથી, છતાં, કરોડો વર્ષો પસાર કર્યા પછી પણ, તમે પહોંચી ના શકો. છતાં, તે અવિચિંત્ય, અકલ્પ્ય રહે છે. પણ જો તમે આ કૃષ્ણયોગ, અથવા ભક્તિયોગની વિધિ ગ્રહણ કરો, તો તમે કૃષ્ણ વિશે બહુ જ સરળતાથી જાણકાર બની જાઓ છો. ભક્ત્યા મામ અભિજાનાતી યાવાન યશ ચાસ્મિ તત્ત્વત: (ભ.ગી. ૧૮.૫૫) કૃષ્ણને ઉપરછલ્લા સમજવા, તે પર્યાપ્ત નથી. તે પણ સારું છે, પણ તમારે કૃષ્ણ વાસ્તવમાં શું છે, તે તત્ત્વત: જાણવું જોઈએ. તે જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે - ભક્ત્યા, આ કૃષ્ણયોગથી. નહિતો,
- મનુષ્યાણામ સહસ્રેસુ
- કશ્ચિદ યતતિ સિદ્ધયે
- યતતામ આપી સિદ્ધાનામ
- કશ્ચિન મામ વેત્તિ તત્ત્વત:
- (ભ.ગી. ૭.૩)
આખી દુનિયામાં ઘણા બધા મનુષ્યો છે. મોટાભાગના, તે લોકો પ્રાણીઓ છે - સંસ્કૃતિ વગરના. કારણકે, આપણી વેદિક સંસ્કૃતિ અનુસાર, જ્યાં સુધી વ્યક્તિ વર્ણ અને આશ્રમની સંસ્થાને ગ્રહણ નથી કરતો, તે મનુષ્ય નથી. તેનો સ્વીકાર નથી થતો. તો તેથી કૃષ્ણ કહે છે મનુષ્યાણામ સહસ્રેસુ. આ વર્ણાશ્રમનો કોણ સ્વીકાર કરે છે? ના. અંધાધૂંધ સ્થિતિ. તો તે અંધાધૂંધ સ્થિતિમાં તમે સમજી ના શકો ભગવાન શું છે, કૃષ્ણ શું છે. તેથી કૃષ્ણ કહે છે મનુષ્યાણામ સહસ્રેસુ. ઘણા, ઘણા હજારો અને લાખો લોકોમાથી, એક વર્ણાશ્રમ ધર્મની વૈજ્ઞાનિક સંસ્થાનો સ્વીકાર કરે છે. તેનો મતલબ વેદોનો અનુયાયી, ચુસ્તપણે. આ વેદિક સિદ્ધાંતોને અનુસરતા વ્યક્તિઓમાથી, મોટાભાગના તે લોકો કર્મકાંડની વિધિઓમાં આસક્ત હોય છે. તો કર્મકાંડમાં પ્રવૃત લાખો વ્યક્તિઓમાથી, એક જ્ઞાનમાં વિકસિત બને છે. તેમને જ્ઞાનીઓ કહેવાય છે, અથવા તાર્કિક તત્વજ્ઞાનીઓ. કર્મીઓ નહીં, પણ જ્ઞાનીઓ. તો આવા લાખો જ્ઞાનીઓમાથી, એક મુક્ત બને છે. બ્રહ્મભૂત: પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતિ (ભ.ગી. ૧૮.૫૪). આ મુક્ત સ્તર છે. જે બ્રહ્મ-સાક્ષાત્કારી આત્મા છે, તેને કોઈ વસ્તુનો પસ્તાવો કે ઈચ્છા નથી હોતી. કારણકે કર્મી સ્તર પર આપણને બે રોગ હોય છે: ઈચ્છા કરવી અને પસ્તાવું. જે પણ તમારી પાસે છે, જો તે ખોવાઈ જાય છે, તો હું પસ્તાવું છું. "ઓહ, મારી પાસે આ હતું અને હવે તે ખોવાઈ ગયું છે." અને જે આપણી પાસે નથી, આપણે તેની ઈચ્છા કરીએ છીએ. તો મેળવવા માટે, આપણે ઈચ્છા કરીએ છીએ, આપણે સખત પરિશ્રમ કરીએ છીએ. અને જે ખોવાઈ ગયું છે, આપણે ફરીથી પસ્તાવો કરીએ છીએ અને રડીએ છીએ. આ કર્મી સ્તર છે. તો બ્રહ્મભૂત: સ્તર... જ્ઞાન સ્તર મતલબ તેને કોઈ પસ્તાવો કે ઈચ્છા નથી. પ્રસન્નાત્મા. "ઓહ, હું છું, અહમ બ્રહ્માસ્મિ. મારે આ શરીર સાથે શું નિસ્બત છે? મારૂ કાર્ય છે દિવ્ય જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, કેળવવું." તો તે સ્તરમાં, બ્રહ્મભૂત: પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતિ સમ: સર્વેશુ ભૂતેશુ (ભ.ગી. ૧૮.૫૪). તે કસોટી છે. તેને કોઈ પસ્તાવો નથી. તેને કોઈ ઈચ્છા નથી. અને તે દરેક વ્યક્તિને સમાન રીતે જુએ છે. પંડિતા: સમ દર્શિન:
- વિદ્યા વિનય સંપન્ને
- બ્રાહ્મણે ગવી હસ્તિની
- શુની ચૈવ શ્વપાકે ચ
- પંડિતા: સમ દર્શિન:
- (ભ.ગી. ૫.૧૮)
તેને કોઈ ભેદભાવ નથી. તો આ રીતે, જ્યારે વ્યક્તિ સ્થિત થાય છે, પછી મદભક્તિમ લભતે પરામ (ભ.ગી. ૧૮.૫૪), પછી તે ભક્તિના સ્તર પર આવે છે. અને જ્યારે તે ભક્તિના સ્તર પર આવે છે, ભક્ત્યા મામ અભિજાનાતી યાવાન યશ ચાસ્મિ તત્ત્વત: (ભ.ગી. ૧૮.૫૫), ત્યારે તે સમર્થ બને છે (કૃષ્ણને જાણવા માટે).