GU/Prabhupada 0617 - કોઈ નવું સૂત્ર નથી, તે એજ વ્યાસપૂજા છે, તેજ સિદ્ધાંત
પ્રભુપાદ: તો ચાલીસ વર્ષો પહેલા. હું યાદ કરું છું તે જ વસ્તુ જે ૧૯૨૨માં હતું, અને હજુ તે જ વસ્તુ ચાલી રહી છે. કશું નવું નથી. આપણે કશું નવું નથી કરવાનું. ફક્ત તેને તેના મૂળ રૂપે પસ્તુત કરો; તે સફળ થશે. કોઈ જરૂર નથી... તમે જુઓ. મારા લખવાની ભાવના તે જ છે. "આપણે ગેરમાર્ગે દોરવાઈએ છીએ." આ આત્મા-નાશક સમાજ આપણને ગેરમાર્ગે દોરી રહ્યો છે. આપણે જાણવું જ જોઈએ, આ બહુ જ ગેરમાર્ગે દોરતી સંસ્કૃતિ છે. આપણા જીવનનો સાચું લક્ષ્ય આપણી આધ્યાત્મિક ઓળખને સમજવું છે અને ભગવાન, કૃષ્ણ, સાથે આપણો સંબંધ શોધવો. તે આપણું સાચું કાર્ય છે. પણ આ આધુનિક સમાજ આપણને અલગ અલગ રીતે ગેરમાર્ગે દોરે છે. તો મે આ લખ્યું છે, કે "અમે બધા ગેરમાર્ગે દોરવાઈએ છીએ. ભગવાન, અમારી ઉત્સાહી પ્રાર્થના છે કે અમને બચાવો. તમારી દિવ્ય કૃપા કરીને તમારા તરફ અમારું ધ્યાન વાળો અને તમારા ચરણોની પૂજામાં જોડો." તો આ ભાગની તે લોકોએ ખૂબ પ્રશંસા કરી.
તો આપણે અત્યારના લોકોને કેવી રીતે વાળવા તેના રસ્તા શોધવાના છે. હાલ લોકો ઇન્દ્રિય તૃપ્તિમાં છે. ભૌતિક જીવન મતલબ ઇન્દ્રિય તૃપ્તિ, અને આને વાળવાનું છે - કૃષ્ણની ઇન્દ્રિય તૃપ્તિ. ઇન્દ્રિય ભોગ છે, પણ ભૌતિક સમાજ, ગેરમાર્ગે દોરવાયેલો સમાજ, મતલબ જેણે ઇન્દ્રિય તૃપ્તિને પોતાની માની લીધી છે. જ્યારે આ ઇન્દ્રિય તૃપ્તિ કૃષ્ણ તરફ વાળવામાં આવશે, ત્યારે આપણું જીવન સફળ થશે. જેમ કે ગોપીઓ. એવું લાગે છે કે ગોપીઓ, તેઓ યુવાન છોકરા, કૃષ્ણ, થી આકર્ષિત થઈ હતી, અને તેમની ઇન્દ્રિય તૃપ્તિ માટે તેમણે કૃષ્ણ સાથે મિત્રતા કરી હતી. ના. તે હકીકત નથી. હકીકત છે કે ગોપીઓ પોતે સુંદર વેશ ધારણ કરતી, કારણકે તેમને જોઈને કૃષ્ણ સંતુષ્ટ થશે, તેમની પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે નહીં. સામાન્ય રીતે છોકરી સુંદર વેશભૂષા કરે છે છોકરાને આકર્ષિત કરવા માટે. તો તેજ વસ્તુ છે, પણ તે કૃષ્ણની ઇન્દ્રિય તૃપ્તિ છે, ગોપીઓની નહીં. ગોપીઓને કશું જોઈતું ન હતું. પણ કૃષ્ણ સંતુષ્ટ થશે. તે વાસના અને પ્રેમમાં ફરક છે. પ્રેમ છે, ત્યારે જ શક્ય છે જ્યારે તે કૃષ્ણ તરફ વાળવામાં આવે. તે પ્રેમ છે. અને તેનાથી ઉપર - તેનાથી ઉપર નહીં, તેનાથી નીચે - બધી જ વાસના છે. તો આપણે હમેશા આ યાદ રાખવું જોઈએ. ઇન્દ્રિયોને રોકવાની નથી, પણ જ્યારે ઇન્દ્રિય તૃપ્તિ કૃષ્ણ તરફ વાળવામાં આવે, તે ભક્તિ છે, અથવા પ્રેમ. અને જ્યારે ઇન્દ્રિય તૃપ્તિ પોતાના માટે હોય છે, તે વાસના છે. તે અંતર છે વાસના અને પ્રેમ વચ્ચે. તો શ્રીલ ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુર આ કળા જાણતા હતા, કેવી રીતે આપણા કાર્યોને કૃષ્ણની સંતુષ્ટિ માટે વાળવા. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. તેથી હું... "તમારી દિવ્ય કૃપા કરીને તમારા તરફ અમારું ધ્યાન વાળો અને તમારા ચરણોની પૂજામાં જોડો."
"કૃષ્ણને ભૂલી ગયા છીએ, આપણે પતિત આત્માઓ." કેમ આપણે પતિત છીએ? કારણકે આપણે ભૂલી ગયા છીએ. આપણો કૃષ્ણ સાથેનો સંબંધ શાશ્વત છે. જો તે શાશ્વત ના હોય, તો કેવી રીતે પાશ્ચાત્ય લોકો કૃષ્ણ ભક્ત બને? કૃત્રિમ રીતે તમે કૃષ્ણના ભક્ત ના બની શકો. સંબંધ શાશ્વત છે. નિત્ય સિદ્ધ કૃષ્ણ ભક્તિ. વિધિ દ્વારા તે જાગૃત થાય છે. શ્રવણાદિ શુદ્ધ ચિત્તે કરયે ઉદય (ચૈ.ચ. મધ્ય ૨૨.૧૦૭). તે જાગૃત થાય છે. યુવાન પુરુષ અને યુવાન સ્ત્રી વચ્ચેનો પ્રેમ, તે કૃત્રિમ નથી. તે છે જ. પણ અમુક ચોક્કસ પરિસ્થિતિઓમાં, વાતાવરણમાં, પ્રેમ પ્રકટ થાય છે. તેવી જ રીતે, આપણો કૃષ્ણપ્રેમ, કૃષ્ણ સાથેનો સંબંધ, શાશ્વત છે. જીવેર સ્વરૂપ હય નિત્ય કૃષ્ણ દાસ (ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૮-૧૦૯). પણ આપણે તેવી સ્થિતિ ઉત્પન્ન કરવી પડે કે શાશ્વત સંબંધ જાગૃત થવો જોઈએ. તે કળા છે. તેની જરૂર છે.
તો "કૃષ્ણને ભૂલી ગયા છીએ, આપણે પતિત આત્માઓ, માયાનો સૌથી મોટો કર ચૂકવી રહ્યા છીએ." કારણકે આપણે કૃષ્ણને ભૂલી ગયા છીએ આપણે બહુ જ મોટો, બહુ જ મોટો, કર ચૂકવી રહ્યા છીએ. તે કર શું છે? તે કર છે નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્ત્મની (ભ.ગી. ૯.૩). આ મનુષ્ય જીવન કૃષ્ણને સમજવા માટે છે, પણ કૃષ્ણને સમજવાને બદલે આપણે કહેવાતા ઇન્દ્રિય તૃપ્તિ માટેના ભૌતિક વિજ્ઞાનને સમજીએ છીએ. તે આપણી સ્થિતિ છે. કૃષ્ણને સમજવા માટે પ્રકૃતિએ જે શક્તિ આપી છે, તેને કઈક ઇન્દ્રિય તૃપ્તિ માટે બનાવવા વાપરી રહ્યા છીએ. આ ચાલી રહ્યું છે. આ માયા છે, ભ્રમ. તેથી તે છે "માયાનો સૌથી મોટો કર ચૂકવી રહ્યા છીએ." કર. તે આપણે ચૂકવી રહ્યા છીએ કારણકે આપણે કૃષ્ણને ભૂલી ગયા છીએ. તેથી આપણે હવે પરમાણુ હથિયાર બનાવ્યું છે - રશિયા, અમેરિકા - અને તમારે બહુ મોટું મૂલ્ય ચૂકવવું પડશે. તેઓ ચૂકવી જ રહ્યા છે. શસ્ત્રાગારની તૈયારી થઈ રહી છે. રાજ્યની પચાસ ટકાથી વધુ આવક આ શસ્ત્રાગારની પાછળ...., ખૂબ જ. બીજા હેતુઓને બદલે, તે સેના શક્તિ માટે વપરાઈ રહ્યું છે, દરેક રાજયમાં. તો તે ભારે કર આપણે ચૂકવી રહ્યા છીએ. અને જ્યારે યુદ્ધ થાય છે કોઈ સીમા નથી, આ વિનાશ માટે આપણે કેટલો ખર્ચો કરી રહ્યા છીએ. તો કેમ? કારણકે આપણે કૃષ્ણને ભૂલી ગયા છીએ. આ હકીકત છે.
તો આ લોકો, તેમણે યુનાઇટેડ નેશન બનાવ્યું છે, બિનજરૂરી કુતરાઓની જેમ લડવું. તો આ સમસ્યાઓનું સમાધાન નહીં કરે. સમસ્યાનું સમાધાન થશે જો તેઓ એક ઠરાવ પાસ કરશે કે આખી દુનિયા, આ દુનિયા જ નહીં... કૃષ્ણ કહે છે, સર્વ લોક મહેશ્વરમ (ભ.ગી. ૫.૨૯). કૃષ્ણ સ્વામી છે, તો કેમ સ્વીકારવું નહીં? વાસ્તવમાં તેઓ જ સ્વામી છે. આ ગ્રહની રચના કોણે કરી છે? આપણે કરી છે અથવા આપણા પિતાએ કરી છે? ના. કૃષ્ણએ કરી છે. પણ આપણે દાવો કરીએ છીએ, "આ ભાગ અમેરિકન છે, આ ભાગ ભારતીય છે, આ ભાગ પાકિસ્તાની છે." બિનજરૂરી. આ દાવાનું મૂલ્ય શું છે? આપણે દાવો કરી શકીએ છીએ ચાલીસ અથવા સાઇઠ અથવા સો વર્ષો માટે, અને તેના પછી, એક લાત: "નીકળી જાઓ." તમારો દાવો ક્યાં છે? પણ તેઓ આ તત્વજ્ઞાનને સમજતા નથી. તેઓ લડે છે, બસ એટલું જ, કે "આ મારૂ છે. આ મારી ભૂમિ છે," "આ મારી ભૂમિ છે." તેઓ જાણતા નથી. કૃષ્ણે કહ્યું, તથા દેહાંતર પ્રાપ્તિ: (ભ.ગી. ૨.૧૩). "તમે આજે અમેરિકન છો. તો કાલે, જો અમેરિકાની અંદર પણ જો તમે બનો, એક અમેરિકન ગાય અથવા અમેરિકન પશુ, કોઈ તમારી પરવાહ નહીં કરે. કોઈ તમારી રાજનીતિ માટે પરવાહ નહીં કરે." પણ આ કળા તેઓ જાણતા નથી. આ વિજ્ઞાન તેઓ જાણતા નથી. તેઓ ભ્રમમાં છે. તેઓ વિચારે છે કે "હું અમેરિકન રહ્યા જ કરીશ, તો ચાલ મને મારો સમય અમેરિકન હિત માટે બરબાદ કરવા દે," કહેવાતું હિત. કોઈ હિત ના હોઈ શકે. પ્રકૃતે: ક્રિયમાણાની ગુણે: કર્માણી સર્વશ: (ભ.ગી. ૩.૨૭). દરેક વસ્તુ પ્રકૃતિ દ્વારા થઈ રહી છે, અને આપણે ફક્ત ખોટી રીતે વિચારીએ છીએ, અહંકાર વિમૂઢાત્મા કર્તાહમ ઈતિ મન્યતે. આ ભ્રમ ચાલ્યા કરે છે. "કૃષ્ણને ભૂલી ગયા છીએ, આપણે પતિત આત્માઓ, માયાનો સૌથી મોટો કર ચૂકવી રહ્યા છીએ." આપણે ચૂકવી રહ્યા છીએ, ચૂકવી રહ્યા છીએ. "ચારે બાજુ અંધકાર, કોઈ દિવ્યતા નથી. એક જ આશા, તમારી દિવ્ય કૃપા." આ સંદેશ. બસ આપણે અંધકારમાં છીએ.
તો આપણે ફરીથી ચર્ચા કરીશું. અત્યારે માત્ર... શું સમય થયો?
ભક્તો: પોણા નવ.
પ્રભુપાદ: હમ્મ?
ભક્તો: પોણા નવ.
પ્રભુપાદ: હા. તો આપણે ફરીથી ચર્ચા કરીશું. તો તે જ વસ્તુ, તે કૃષ્ણે કહ્યું છે, અને પરંપરા પદ્ધતિ દ્વારા આપણે આ તત્વજ્ઞાન સમજ્યા છીએ. એવમ પરંપરા પ્રાપ્તમ ઈમમ રાજર્ષયો વિદુ: (ભ.ગી. ૪.૨). તો આ પરંપરા પદ્ધતિને જાળવો. આ વ્યાસપૂજા પરંપરા પદ્ધતિ છે. વ્યાસપૂજા મતલબ આ પરંપરા પદ્ધતિને સ્વીકારવી. વ્યાસ. ગુરુ વ્યાસદેવનો પ્રતિનિધિ છે કારણકે તે કશો ફેરફાર નથી કરતો. વ્યાસેદેવે જે કહ્યું, તમારા ગુરુ પણ તે જ વસ્તુ કહેશે. એવું નહીં કે "આટલા સેંકડો અને હજારો વર્ષો વીતી ગયા; તેથી હું તમને નવું સૂત્ર આપીશ." ના. કોઈ નવું સૂત્ર નથી. તેજ વ્યાસપૂજા, તે જ તત્વજ્ઞાન. આપણે બસ તેને સ્વીકારવું પડે, તો આપણું જીવન સફળ થશે.
આપનો ખૂબ ખૂબ આભાર.
ભક્તો: જય! (અંત)